________________
ભાગવતનો સંદેશ
(૧૦૧)
સમ્યગુ થાય છે, યથાર્થ થાય છે. એ આખો ને આખો પરિવર્તિત થઈ જાય છે, બદલાઇ જાય છે. તેનામાંથી રાગ-દ્વેષ વગેરે વિકારો ચાલ્યા જાય છે. હવે આને વસ્તુ જેવી છે તેવી દેખાય છે. લક્ષ્મી અનિત્ય જણાવે છે તેથી તે તેની પાછળ પડતો નથી. તેનામાં જ્ઞાન પ્રવેશ કર્યો છે પણ ત્યારે જગત તો એનું એ જ રહ્યું છે. ધોબીએ ભૂલથી બીજાની ચાદર તમને આપી. તમે ઘરે લઈ ગયા જોયું તો તમારી જુની ચાદર હતી અને આ નવી છે. છેડે ભરેલું નામ વાંચ્યું તો તે બીજાનું હતું. તમે ચાદર ધોબીને પરત આપી આવ્યા. નવી ચાદર હતી છતાં દુઃખ ન થયું. કારણ એ કયાં તમારી હતી? દષ્ટિ બદલાઇ તેથી આમ બન્યું. પછી તો અપને ખાતર મહેલ બનાયા, આપ હિ જંગલ જાકર સોયા!' આ ઘરમાં મારે આ જીવન પૂરતું જ રહેવાનું છે પછી બીજો રહેશે. આ છે યથાર્થ જ્ઞાન-રાઇટ નોલેજ-સંત આનંદધનજી આને જ કહે છે : ‘જાદુ જ્ઞાન કલા ઘટ ભાસી, મતિ મેરી આતમ સમરણ લાગી.'
‘દષ્ટિ બદલાઈ એને સમજાયું કે પદાર્થો તરફ મોહ હતો તેથી નજર તેની તરફ જતી હતી. હવે દષ્ટિ અંદર ગઇ, આત્મા તરફ ગઇ તો પદાર્થ શાનો પોતાનો લાગે? એ પદાર્થમાંથી વિરામ પામ્યો. એને કંટાળો કશાથી આવતો નથી, પણ હવે તેને ક્ષુલ્લકમાં રસ નથી. ધીરજ અને બુદ્ધિપૂર્વક વૃત્તિને તે અંદરવાળીને આત્મામાં ઠેરવે છે. આત્મા સિવાય કશાનું ચિંતન એ કરતો નથી. પુરુષ અને પ્રકૃતિ તદાકાર હતાં ત્યારે તેને પદાર્થનું ચિંતન થતું હતું. તાદામ્ય બુદ્ધિ તૂટી અને ભેદ બુદ્ધિ પ્રાપ્ત થઇ. શરીર અને આત્મા જુદા છે એમ સ્પષ્ટ જણાયું. એ માત્ર બોલવાની વાત ન રહી પણ સ્પષ્ટ દેખાયું. વિકારોથી આત્માને સાચવવાનો છે
દીકરાએ ખેતરેથી જીરું ભરેલો કોથળો ઘરે મોકલ્યો. બપોર હતી. ઘરમાં જમવાનું ચાલતું હતું તેથી જીરાનો કોથળોબહાર મૂક્યો. રાત પડી ડોસી ડોસાને કહે છે કોથળો અંદર મૂકો. અને બંનેએ મળીને એ કોથળો ઘરમાં મૂક્યો. બીજે દિવસે સવારે જીરું વેચાણું એટલે કોથળો ખાલી થયો. હવે એને અંદર મૂકવાની જરૂર નથી ભલે એ બહાર જ રહ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org