________________
(૧૦૦)
ભાગવતનો સંદેશ પ્રાણીમાત્રમાં પરમાત્મા જુઓ
પરમાત્મા કહે છે : ‘તમે મને મંદિર, તીર્થમાં શોધવા નીકળો છો પણ હું ત્યાં નથી. હું તો આત્મા સ્વરૂપે પ્રત્યેક પ્રાણીમાં વસું છું. મારી મૂર્તિ બનાવી મને પૂજે પણ બીજામાં મને નથી જોતો, તે માણસ ભક્ત નથી પણ દંભી છે, એ દંભ કરે છે. પહેલાં તો જેઓ ઘરમાં છે તેમનામાં પરમાત્માને-મને જુઓ પછી પ્રાણી માત્રમાં જુઓ. પ્રાણીઓને પોતાનાથી જુદાં જે જુવે છે અને પોતે તેમનાથી શ્રેષ્ઠ છે તેમ જે માને છે, તેમની ભક્તિ ફળતી નથી, તેમને હું (પરમાત્મા) મળતો નથી. નિષ્કામ પ્રેમ જ, ભક્તિમય પ્રેમ જ પ્રત્યેક જીવમાં પરમાત્મ દર્શન-માસ્દર્શન કરાવે છે. આ ભક્તિ નથી પણ દંભ છે
દર્શનાર્થીઓ મંદિરમાં પ્રભુદર્શને આવ્યા. પણ પૂજારી કહે છે : “હાલ દર્શનનહિ થાય, ભગવાન શયન કરે છે. ઘણાં દર્શનાર્થીઓ નિરાશ થઈને પાછા ગયા. પણ જે દર્શનાર્થીઓએ પૂજારીને ૧૦૦ રૂપિયાની નોટ આપી તેમને પૂજારીએ ભગવાનને ઉઠાડીને બીજા દ્વારેથી દર્શન કરાવ્યાં. આ ભક્તિ નથી, દંભ છે. આવું અનંતવાર કરવાથી પણ ધર્મ થતો નથી. એક સંતે કહ્યું: “અનેક યુગ વીત્યારે તેને પંથે ચાલતાં રે, તો યુનાવ્યો મારગડાનો અંતરે. શ્રીમદ્જીએ કહ્યું: “આ સાધન વારંવાર કર્યું છે.’ તો એક કવિએ કહ્યું છે કે : અડસઠ તીરથ ફરી આવે પણ શ્વાનપણું નવ જાય, મૂરખને જ્ઞાન કદી નવ થાય.’ જાકુ જ્ઞાન કળા ઘટ ભાસી
અનેક સંતોએ પોતાની અલગ-અલગ ભાષામાં સંસ્કૃત, પાલી, માગધી અને અન્ય પ્રાદેશિક ભાષામાં અનેક-અનેક વાર કહ્યું છે કેઃ તાંબુરસસિદ્ધિથી સોનું બને છે. પણ સોનું બનેલું તાંબુ ફેર તાંબુ બનતું નથી. એવી જ રીતે સાધનાના પરિણામે શુદ્ધ થઈ જે ઉચ્ચ પ્રકારનો માનવી બને છે તે માણસ ફરીને નિમ્ન કક્ષાનો, અશુદ્ધ બનતો નથી. મોહનો પડદો એક વાર ઊઠી જઈ મોહ ક્ષય થાય છે તે એવોને એવો જ રહે છે. મોહ જેનામાંથી જાય છે તેની દષ્ટિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org