________________
ભાગવતતો સદેશ
(૮૩) કહે છે: “માતાજી, એ વાત પ્રત્યેક મનુષ્ય જાણવા જેવી છે. આજે હું તમને જે વાત કરીશ તે પ્રક્રિયા કરવાથી આત્મા શુદ્ધ થઈ પરમાત્માને પ્રાપ્ત કરશે જ.” ભક્તિ શુદ્ધિ માટેની શ્રેષ્ઠ પ્રક્રિયા
અહીં શિષ્ય પાસે શ્રદ્ધા અને સદ્ગુરુ પાસે પ્રેમની મૂડી છે. કપિલજી કહે છે: “માતાજી, જેમવનમાં પ્રગટ થયેલો દાવાગ્નિ જેમ સમગ્ર વનને ભસ્મીભૂત કરી નાખે છે તેમ જે માણસ પોતાનામાં ભક્તિરૂપી અગ્નિ પ્રગટાવે છે તે અગ્નિ તેના અનંત જન્મોના કર્મો બાળી નાખે છે, પરિણામે તેનો આત્મા પરિપૂર્ણ શુદ્ધ થઈ જાય છે. જ્ઞાન, ભક્તિ, કર્મ, ધ્યાન અને યોગ એમ પાંચ પ્રકારે પરમાત્મ પ્રાપ્તિની સાધના થાય છે. જે માણસ ચિંતન, વિચાર અને જ્ઞાન પ્રધાન છે તે જ્ઞાન અને તે વાટે યોગમાર્ગની સાધના કરે. પણ જે માણસ ભાવના પ્રધાન છે તેના માટે ભક્તિમાર્ગ ઉત્તમ છે. રોકે જીવ સ્વછંદત પામે અવશ્ય મોક્ષ
એવું પણ નથી કે વિચાર પ્રધાન માણસ ભક્તિ ન કરે. પણ ભક્તિ મુખ્ય માર્ગ અને બાકીના તમામ તેનામાં ગૌણ સ્વરૂપે હોય જ. પ્રેમમાંથી વાસના, આસક્તિ, મમત્વ, મારાપણું જતાં તેનામાં કેવળ શુદ્ધ પ્રેમ જ બાકી રહે છે. શુદ્ધ પ્રેમથી ભક્તિ પ્રગટે છે. અને આ ભક્તિ પરમાત્માના મહેલમાં પ્રવેશ કરવાનું પાવન દ્વાર છે. મીરા, નરસિંહ, કબીર ભાવના પ્રધાન હતાં સાથે ઊંડા વિચાર-ચિંતક-પણ હતા. સાધનાના બીજા માર્ગ તેમને સાધ્ય હતા. જો સાધકને પોતાની પ્રકૃતિની અનુસાર સાધના માર્ગ લેવાની સમજણ ન પડે તો તે સદ્ગુરુને, કોઈ આત્મજ્ઞાની પુરુષને પૂછે. પણ મતગુરુ કે કુલ ગુરુને નહિ. શ્રીમદ્ રાજચંદ્રજી કહેતા કે ‘રોકે જીવ સ્વચ્છેદ તો પામે અવશ્ય મોક્ષ.” સિદ્ધિમાં જે નથી અટવાતો એ આત્મોન્નતિ પામે છે
ખરેખર તો “યોગ’ શબ્દમાં જ જ્ઞાન, ધ્યાન, સમાધિ અને અનુભવ સમાવિષ્ટ છે. તો ભક્તિમાં નિષ્કામ કર્મ, પૂજા, નામ-જપ અને પરાભક્તિ સમાયેલા છે. કપિલજી કહે છે : “મા, યોગથી ચિત્તની શુદ્ધિ થાય છે. મનનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org