________________
ભાગવતનો સંદેશ
વિસંવાદ બીજાનું સારું જોઈ ન શકે
મનમાં પણ કોઇ ઉપર ગુસ્સો કર્યો હોય તે વ્યક્ત ન કરી શકો પણ તેની બળતરા થાય છે. આવો મોટો વર્ગ છે. આવા માણસો બીજાનું સારું થતું જોઈ શકતા નથી. જો રાવણે કરેલી ભૂલ સ્વીકારી સીતાજીને રામજીને પાછાં સોંપ્યા હોત તો મોટો નરસંહાર બચી ગયો હોત. વિસંવાદ આવું કરે છે. સીતાજીમાં સંવાદિતા હતી તેથી તેઓ તેમને લેવા આવનાર હનુમાનજીને કહે છેઃ 'હનુમંત તું મારા પુત્રવતું હોવા છતાં પર પુરુષ હોવાથી હું તારો સ્પર્શ ન કરી શકું.’ જ્યારે આજે કૉલેજોમાં રેગીંગ થાય છે ત્યારે કોઈ મર્યાદા રહેતી નથી. આવશ્યકતાથી વધુ સંગ્રહ ન કરવો
કપિલજી કહે છે : “માતાજી, યોગ સાધવો છે તેણે આવશ્યક્તાથી વધુ સંગ્રહ ન કરવો. વધુ સગવડ, વધુ પદાર્થો, વધુ સેવકો વધુ ચિંતા ઊભી કરે છે. જો આવશ્યકતા જેટલું જ આ હોય તો મને ચિંતા મુક્ત રહે છે. મન એવું છે જેમાં સતત ઇચ્છાઓ ઊગતી જ રહે છે. એમાણસને સમ્યગૃજીવન જીવવામાં, યોગમાં અવરોધ રૂપ થાય છે. વળી ઇચ્છા એવી છે કે ધરતી ઉપરનો કોઈ માણસ એવું કહી શકે તેમ નથી કે તેની બધી ઇચ્છાઓ પૂરી થઈ છે. કાર્નેગીનો બહુ મોટો વ્યવસાય, હજારો માણસો એને ત્યાં કામ કરે. એમાણસો તો એમની નોકરીના સમયે આવે અને સમયે ત્યાંથી પાછા જાય છે. પણ કાર્નેગી તો વહેલી સવારે આવે છે અને મોડી રાત્રે ઘેર જાય છે. એ સતત કામમાં જ રોકાયેલા રહે છે. જ્ઞાન સાધન વડે ઈચ્છાઓ કાઢો
જેમ ખેતરમાં ઊગેલું નિંદામણ-નકામું ઘાસ-ખેડૂત કાઢી નાખે છે તેથી તેનું વાવેલું અનાજ, પાક સારો ઊગે છે, તેમ મનમાં ઉઠેલી ઇચ્છાઓ, વિકલ્પો કાઢી નખાશે તો ધ્યાન-યોગનો છોડ બહુ સારી રીતે ઊગશે જીવનમાં તેથી સમાધાન, શાંતિ, પ્રસન્નતા, આનંદ અને નૃત્ય આવશે.
ભગવાન મહાવીર કહે છે : “ઇચ્છાઓ આકાશ જેટલી અનંત છે. જેમ આકાશ માપી શકાતું નથી તેમ ઇચ્છાઓ પૂરી કરી શકાતી નથી, માટે જ્ઞાનના સાધન વડે ઇચ્છાઓની કાપણી કરીને કાઢો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org