________________
(૨૧)
પરહિત સમ ધર્મ નહિ ભાઈ
કર્તાભાવથી સંસાર ઉત્પન્ન થાય છે
મહર્ષિ કપિલે સાંખ્યદર્શનની રચના કરી હતી. સંખ્યા એટલે સમ્યગ્ જ્ઞાન (સં=સમ્યગ્, ખ્યા=જ્ઞાન), પ્રકૃતિ અને પુરુષના વિવેક જ્ઞાનને સંખ્યા કહે છે. સંખ્યા જેમાં પ્રધાન છે તે દર્શન એટલે સાંખ્ય દર્શન તેમાં મુખ્ય બે તત્ત્વો છે. ૧. પુરુષ અને ૨. પ્રકૃતિ પ્રકૃતિના ૩. ગુણો છે. ૧. સત્વ ૨. રજ અને ૩. તમ પ્રકૃતિમાંથી ૨૩ તત્ત્વો ઉત્પન્ન થાય છે. પ્રકૃતિમાંથી બુદ્ધિ ઉત્પન્ન થાય છે. તેને મહત્ તત્ત્વ કહે છે. મહાનમાંથી અહંકાર જન્મે છે. અહંકારમાંથી પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય (મલસ્થાન, જનનેન્દ્રિય મુખ, હાથ, પગ) શબ્દ, સ્પર્શ, રૂપ રસ, ગંધ આ પાંચ તન્માત્ર અને મન આમ સોળ તત્ત્વો ઉપન્ન થાય છે. રૂપ તન્માત્રથી તેજ (અગ્નિ), રસ તન્માત્રથી જલ, ગંધ તન્માત્રથી પૃથ્વી, શબ્દ તન્માત્રથી આકારા અને સ્પર્શ તન્માત્રથી વાયુ આમ્ પાંચ તન્માત્રો પાંચ ભૂતોને ઉત્પન્ન કરે છે. આમ સાંખ્ય દર્શનમાં કુલ ૨૫ તત્ત્વો છે. પ્રકૃતિ એકલી હોય તો કામ કરી શકતી નથી. સાથે પુરુષ (આત્મા) હોય તો જ એ કામ કરી શકે. પુરુષ એટલે શરીર રૂપી નગરમાં રહેનારો આત્મા. એ કશું કરતો નથી પણ હું કરું છું તેમ માને છે તેથી સંસાર ઉત્પન્ન થાય છે. એ કર્તા ભાવ છે.
હું કરું હું કરું એ જ અજ્ઞાનતા
હું કર્તા છું એવું માનવું વાસ્તવિક નથી. પાગલ ખાનામાં એક પાગલ પોતે જવાહરલાલ નહેરુ છે તેવું માનતો હતો. કોઇ એ વાતનો વિરોધ કરે તો એ ઉશ્કેરાતો હતો. એવી જ રીતે માણસ પુરુષ, સ્ત્રી, વેપારી, વકીલ કે ઓફિસર નથી પણ, તે તેજ છે એમ માને છે. જેમ ‘ગાય-ગાય’ બોલો તો ગાય અને ‘તુ-તુ’ ખોલો તો કૂતરું તમારી પાસે આવે છે. હોવું અને માનવું બંને જુદાં છે. નરસિંહ મહેતાએ કહ્યું છે કે ઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org