________________
(૮૦)
ભાગવતતો સદેશ સંતે કહ્યું છે કે “કિંચિત્ સંગે રે બોધ બગડે ઘણો જીરે અજ્ઞાનીના સંગથી ઘણી ખોટી ટેવો ઘૂસી જાય છે. કુસંગ, સત્સંગ અને અસંગ એવીત્રણ અવસ્થાઓ છે. અસંગનો અનુભવ જે કરે છે તે પરમતત્ત્વનો અનુભવ કરી શકે છે. અસંગનો અનુભવ ન થાય ત્યાં સુધી સત્સંગ કરવો જરૂરી હે મા ! તમને તો મારા પિતા જે મહાન યોગી છે તેમનો સંગ થયો છે, કુસંગ નથી થયો, તમે સુગમતાથી અસંગમાં જઈ શકશો. મુમુક્ષુતા સંત શ્રવણ કરાવે
પરમાત્માના ચરણમાં દઢ વિશ્વાસ ન જાગે ત્યાં સુધી મોહ જતો નથી. ભાગવતમાં ભગવાનના ગુણાનુવાદ છે, તેમની ભક્તિની વાતો છે અને તેનું શ્રવણ મહાપુરુષોના દ્વારા થાય છે. તેથી તેમાં આવતી હરિ કથા, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ જેવી તાત્ત્વિક વાતો માણસ ઉપર સુંદર અસર કરે છે. જ્યારે માણસમાં અંદરથી મુમુક્ષુતા જાગે છે ત્યારે આવું શ્રવણ કરવાની ઇચ્છા થાય છે. આસક્તિ બાંધી રાખે છે
આસક્તિ એ ચિકાશ છે. આસક્તિ અને પદાર્થ જુદા હોવા છતાં સૂક્ષ્મ તાંતણો બંને વચ્ચે બંધાયેલો હોય છે. માણસ પોતાના ઘરને ચોવિસ કલાક પોતાની સાથે બાંધીને નથી ફરતો, છતાં મન ઘરમાં હોય છે. દીકરો ભલે ૨૦૦૦ માઇલ દૂર હોય પણ તેની સાથે સૂક્ષ્મતાંતણો બંધાયો છે. તેથી ઘર અને સંતાન તરફ લગાવ રહે છે અને માણસનું મન તેની તરફ ખેંચાય છે. સત્સંગ કરો
અહીં પ્રશ્ન એ છે કે જ્યાં જાવ ત્યાં માણસ અને પદાર્થ તો હોવાના જ, તો આસક્તિ છોડવા શું કરવાનું? તમારે મુસાફરી બે-ચાર કલાકની કરવાની હોય તો પણ ત્યાં માણસો, ટ્રેન કે બસમાં સાથે હોય છે. સ્ટેશન આવે ત્યારે જ તે છૂટે છે. સંત, જ્ઞાની, મહંત, ચિંતક એવા પુરૂષોના સંગમાં રહો. એ સત્સંગ છે. જેમ કાંટો વાગ્યો હોય તેને બીજા કાંટાથી દૂર કરી શકાય છે તેમ સત્સંગથી કુસંગ નીકળશે. સત્સંગમાં સંતના આંદોલનો મદદ કરે છે. તેમના જીવનમાં વહેતી ધારા મદદ કરે છે. એથવાથી સંગટળશે. કુસંગથી ઉત્પન્ન થયેલ ઝેર ઓછું થશે અને જશે.
-
-
- - -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org