________________
(૫૮)
જન્મનું કારણ કર્મબંધ
જન્માવનાર પરિબળને કર્મ કહેવાય છે. કર્મ એમ ને એમ થતાં નથી પણ ક્રિયા સહજ રીતે- સહજભાવે- નહિ થતાં મોહ વશ થઇ રાગ-દ્વેષ થાય તો તે કરતાં જ તેની નોંધ થઇ કરનારને વળગે છે. પછી એ કર્મ એટલે વિધિના લેખ લખાઇ જાય છે. સમજવા જેવું એ છે કે મનમાં મોહ પડયો હોય તો જ રાગ-દ્વેષ થાય છે. એ ન હોય તો રાગ-દ્વેષ નથી થતાં. મોહના બે ભાગ છે ( ૧ ) હું આ શરીર છું અને ( ૨ ) શરીરને વળગેલું બધું જ મારું છે એ માન્યતા. ઘણા લોકો કહેતા હોય છે કે ‘અમને મોહ નથી- પણ- પછી કહે છે : ‘જીવ્યા કરતાં જોયું- માણ્યું સારું.’ વળી કહે છે : ‘ મારો છોકરો સારો છે પણ વહુ જબરી છે એણે છોકરાને વશ કરી લીધો છે.’ મોહ આવું બોલાવે છે. વંદન એકને, થાય બધાને
:
ભાગવતનો સંદેશ
અજ્ઞાનમાંથી ઉત્પન્ન થાય છે ‘મોહ.’ તેમાંથી પ્રગટે છે રાગ-દ્વેષ. અને તેમાં ઉત્પન્ન થાય છે કર્મ. એ જન્મ આપે છે. શરીર છે ત્યાં મૃત્યુ અવશ્ય આવે જ. આ સાંકળ છે. માટે જ પરમ ચેતના કહે છે કે જગતના જીવો પ્રથમ તો અજ્ઞાનમાંથી મુક્ત થવા જોઇએ. તેઓ જીવોને અજ્ઞાનમાંથી દૂર કરી શકે છે માટે ધરતી ઉપર અવતરણ કરે છે. એમને અર્જુન્, અવતાર, તીર્થંકર, બુદ્ધ કે પયગંબર કહે છે. એ ‘પૂર્ણાવતાર’ હોય છે. જેમ બધી નદીઓ સાગરને મળે છે તેમ આમાંથી કોઇપણ એકને નમસ્કાર, વંદન, કે તેમની ઉપાસના કરવાથી આ સર્વને થાય છે. આવી કરુણાવાન પરમ ચેતના સ્થૂળ દેહમાં આવે છે માટે જ ભારતીય સંસ્કૃતિ એમની પૂજા કરે છે.
પરમચેતના માયાપતિ છે
આજે રોજે રોજ ભગવાનો પેદા થાય છે તેમની આ વાત નથી. દેહ માયાના કારણે મળે છે. માણસ માયાને વા છે. આ પરમચેતના માયાની મદદ લઇ દેહમાં આવે છે ખરી પણ એ માયા વશ નથી રહેતી, પણ માયાપતિ હોય છે, માયાની માલિક હોય છે. એમનું મીશન એક જ અને તે ‘તમસો મા જયોતિર્ગમય’, જગતને અજ્ઞાનના અંધકારમાંથી પ્રકારામાં લઇ જવાનું. વિદુરજી કહે છે ઃ ‘હે મૈત્રેયી આજે અમે આપના દ્વારા પરમ ચેતનાનાં દર્શન કરી સદ્ભાગી બન્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org