________________
ભાગવતનો સંદેશ
(૬૦) તમે તમારા નયનોથી પરમાત્મા શ્રીકૃષ્ણને નીરખ્યા છે. તેમની સેવા તમારા શરીરથી કરી છે. શ્રીકૃષ્ણ જ્યારે નિજ ધામમાં પધાર્યા તે પહેલાં મને એમણે કહેલું કે થોડીવાત તમે સાંભળો અને તે વિદુરજીને કહેજો. એ વાત મારા અંતરમાં મેં છૂપાવીને આજ સુધી રાખી છે, તે હવે તમને કહું છું તે કૃપા કરીને સાંભળો; • ‘તમારી બુદ્ધિ, મન, પ્રાણ, હૃદય, શરીરથી પરમાત્માને પામવાનો
પુરુષાર્થ કરો. તમારી તમામ અસ્મિતાને આ કામમાં જોડો. સંગ-આસક્તિથી તમે વિરામ પામો. વ્યક્તિ, વસ્તુ, સંયોગ પ્રત્યેની આસક્તિ છોડવાની છે. પાંચ ઇન્દ્રિયોના વિષયો- પ્રપંચ છોડો. જેમ કાચબો પોતાનાં અંગો સંકોચી લે છે, તે રીતે વિષયોમાંથી મનને ખેંચી લો. મોહ છોડો. સર્પના ડંશ કરતાં પણ મોહ ખરાબ છે. તમારી વૃત્તિ પદાર્થ, વ્યક્તિ, સંયોગ તરફ જાય છે તેને ત્યાંથી વાળીને તમારા આત્મા-પરમાત્મા તરફ વાળો, ત્યાં તમારા મૂળ સ્વરૂપને જોઈ તેમાં વિરામ પામો.”
આ સાંભળીને વિદુરજી નાચી ઉઠ્યા. જન્મટાળવા દોષ છોડો
જ્ઞાનીઓ-આત્માનુભવી સંતો-જે અગાઉ થઈ ગયા, જે આજે છે અને ભવિષ્યમાં થશે તે તમામે આ જ વાત કરી છે, કરે છે અને કરવાના છે. માણસ માત્ર આજ કરવાનું છે. અને ભવબંધનમાંથી છૂટવાનું છે.
પદાર્થો નાશ પામીને જશે, વ્યક્તિ આયુષ્ય પૂરું થયેથી જશે, સંયોગો બદલાતા રહેશે, એ એમના પક્ષે બનશે પણ સાધકે આ તમામ પોતાના પક્ષે સમજપૂર્વક, પરમાત્મા પ્રાપ્તિ અર્થે, જન્મ ટાળવા માટે છોડવાના છે. અનંત જન્મોમાં અનેક કોઠારો ભરાય એટલું માણસે છોડ્યું છે અને આ નવા ભવમાં એ આવ્યો છે. આ ભવમાં પણ તે છોડીને ભવ ભ્રમણ દૂર કરવાનું છે. .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org