________________
(૧૪)
બ્રહ્મ પામવા વિકારો છોડો
માત્ર વાંચન-શ્રવણથી નિર્ણય નથી થઈ શકતો
તત્ત્વજ્ઞાનના અનેક શાસ્ત્રો છે. વિવિધ રીતે તેમાં લખેલું છે. તેના અર્થ પણ અનેક નીકળે છે. બધું સાંભળો, વાંચો તો ચોક્કસ નિર્ણય-એક નિર્ણય ઉપરના અવાય. પરિણામે જે કરવા જેવું છે તેન થાય. વેદો, પુરાણો, આગમો, ત્રિપિટકો બધા જ જુદી જુદી વાતો કરે છે. તેને વાંચનારા, શ્રવણ કરનારામાંથી જેઓ વાંચન-શ્રવણમાં જ રહ્યા તેઓ નિર્ણય ન કરી શક્યા. પ્રશ્ન અહીં આપણને એ થાય કે જેને આત્મ તત્ત્વને જાણવું છે તે શું કરે? સપુરુષ શિષ્યને ઘડે છે
જો કુશળ શિલ્પકારની પાસે ટાંકણું, હથોડી અને પથ્થર આવી જાય તો સુંદર શિલ્પનું, નયન મનોહર પ્રતિમાનું નિર્માણ થઇ જાય છે. તેમ ઋષિ પાસે ગયેલો શિષ્ય ઘડાય છે. પંડિત પાસે શબ્દો છે, પાંડિત્ય છે તે શિષ્યને એ જ આપે છે. શબ્દનું મંથન કરીને, તેનું સત્ત્વ કાઢીને પીવાનું અને પછી પાવાનું કામતો અનુભવી વિરલા સંત-મુનિ-ઋષિ-પુરુષ જ કરી શકે છે. આ સત્ત્વ અગમ્ય અને અગોચર છે, તેથી શબ્દની, મનની પેલી પાર જવાથી જ આ કાર્ય થઈ શકે છે. બ્રહ્મ પુરુષ દ્વારા જ મળે
ખરેખર તો પરમાત્માને જાણવા માટે જ શાસ્ત્રો અનુભવીના શબ્દો ઉપરથી રચાયાં છે. શબ્દો માત્ર સંકેત આપે છે. તેથી વધુ તાકાત તેનામાં નથી. જેમકે શિષ્ય પૂછે છે: ‘ગુરુદેવ, આ બ્રહ્મ છે?” અનુભવી ગુરુ કહે છેઃ નેતિઆ નહિ.”- બ્રહ્મ આ નથી. બ્રહ્મ તો ઇન્દ્રિય, મન, પ્રાણ અને શરીરથી પર છે. એ નિરાકાર છે એટલે અન્નમય, વિજ્ઞાન મય, પ્રાણમય કોષ એ પણ બ્રહ્મ નથી. માટે વૃત્તિ, વિચાર અને વિકલ્પ બ્રહ્મને જાણી શકે નહિ. એ તો બ્રહ્મ અને તમારા વચ્ચે એક ધૂંધળાશ ઊભી કરે છે. જેમ ધૂળના ગોટા ઊડતા હોય ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org