________________
ભાગવતનો સંદેશ
(૩૫)
ગરીબી હતી. પાંડવોને લાક્ષાગૃહમાં બાળી મૂકવાનું કાવતરું પણ તેણે કરેલું. સત્ય પરાયણ યુધિષ્ઠિરનું રાજ્ય તેમને ઘૃતમાં ઠગીને, છેતરીને તેના પુત્રોએ લઇ લીધું ત્યારે તે રાજી થયો હતો.
વિદુરજીનો બોધ
પાંડવોએ જ્યારે પોતાની સંપત્તિનો ભાગ કૌરવો પાસે માગ્યો અને એમણે ઇન્કાર કર્યો ત્યારે ધૃતરાષ્ટ્રે પુત્રોને અન્યાયમાં સાથ આપ્યો. ભરી સભામાં ભગવાન શ્રીકૃષ્ણે દુર્યોધનને સમાધાન કરવા ન્યાયી સલાહ આપી તે સભામાં સૌ સાંભળતા અને જોતા હતા પણ દુર્યોધન માન્યો ન હતો, ત્યારે વિદુરજી એ રાજભવનમાં જઇ ધૃતરાષ્ટ્રને સદ્બોધ આપ્યો અને તેના પુત્રોને કોઇ પણ રીતે વારવા કહેલું. એ પણ કહેલું કે : ‘ પાંડવોને તેમનો ભાગ આપો અને જશ તમે મેળવો. તમે ભીમ- અર્જુનને જગાડો નહિ. એ ફૂંફાડો મારવા તૈયાર બેઠા છે. વળી ભગવાન શ્રીકૃષ્ણે પાંડવોને અપનાવી લીધા છે. અને તમે જેને પુત્ર માનીને પોષો છો તે દુર્યોધનના નામે નર્ક છે, ભગવાનનો ઇન્કાર કરનારો છે. તમે તમારું અને કુટુંબનું ભલું કરવા ઇચ્છતા હોતો દુર્યોધનનો ત્યાગ કરો.’ પણ ધૃતરાષ્ટ્ર ન માન્યો.
અસહિષ્ણુ દુર્યો ધન
સાચી વાત કહેવાની હિંમત કોઇકમાં જ હોય છે. અને તે વાત સાંભળવાની તૈયારી પણ કો’કની જ હોય છે. ધૃતરાષ્ટ્ર ન માન્યો છતાં વિદુરજી રાજસભામાં દુર્યોધનને સમજાવવા આવ્યા. પાંડવોને ન્યાય આપવા એમણે કહ્યું. ત્યાં જ દુર્યોધન ક્રોધથી બોલ્યો ઃ ‘આ દાસી પુત્રને અહીં કોણે બોલાવ્યો ? એ હસ્તિનાપુર નગરમાં ન જોઇએ.’ વિદુરજી આ શબ્દો સાંભળી ક્રોધથી બોલી શકયા હોત પણ એ સમભાવી માણસ શાંત રહ્યા. અને પોતાનાં શસ્ત્રો, ધનુષ-બાણ, રાજસભાના દરવાજે મૂકીને હસ્તિનાપુર છોડી ચાલી નીકળ્યા.
જ્ઞાની વિદુરજીને અહંકારી કૌરવો જીરવી ન શક્યા, એટલે તેમને કાઢયા. અને પરિણામે વાંસનું વન જેમ અંદરો અંદર ધસાઇ, અગ્નિ ઉત્પન્ન કરી જાતને બાળી નાખે છે, તેમ તેઓ માંહોમાંહે લડીને નાશ પામ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org