________________
(૮) ભક્તિ યોગની પ્રાપ્તિ
પ્રકૃતિ માણસને નડે છે
પ્રત્યેક વ્યક્તિની અલગ અલગ પ્રકૃતિ હોય છે. જે વ્યક્તિને સંસાર તરવાને ભગવદ કૃપા જોઇએ છે તેણે પ્રકૃતિની પેલી પાર જવું પડે છે. પતંજલિ એ યોગ સૂત્રમાં લખ્યું છે કે “યોગઃ ચિત વૃત્તિ નિરોધ:' એટલે કે યોગ ચિત્તમાંથી વૃત્તિને દૂર કરે છે, કાઢે છે. વૃત્તિઓ ચિત્તમાંથી નીકળી ગયા પછી જ પરમાત્મ મિલન થાય છે, ચેતનાનો, આત્માનો સાક્ષાત્કાર થાય છે. પ્રકૃતિ કાઢવી એટલે અંદર રહેલા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર કાઢવા. પ્રકૃતિ માણસને સંસારમાં સરખો રહેવા દેતી નથી. એ ભાઇ-ભાઇ, પિતા-પુત્ર, મિત્ર-મિત્ર, પતિ-પત્ની વચ્ચે નડે છે. લગ્નને ૩૦ વર્ષ થયાં છતાં પ્રકૃતિના કારણે સંવાદ થતો નથી. બહાર નિમિત્ત મળતાં અંદર પ્રકૃતિ જાગી ઊઠે છે, કેમ કે ચૈતન્ય હોશમાં નહિ હોવાથી વૃત્તિને વશ થાય છે. ભાગવત પૂર્ણ યોગની વાત કરે છે
ભાગવત કહે છે, “થોડાં અનુષ્ઠાન, પૂજા-પાઠ-ભજન કરવાથી પ્રકૃતિ જીતી શકાતી નથી. તેને જીતવા પ્રથમ તો તેનાથી પર થવાનું છે, તેની સાથે જરા પણ લડવાનું નથી. તેમ તેને આધીન પણ થવાનું નથી.’ મહર્ષિ પતંજલિ કહે છે. ‘તદા દૂઠું સ્વરૂપે અવસ્થાનમ્ પ્રકૃતિથી પર થવાથી જ સ્વરૂપમાં ચૈતન્યમાં સ્થિર થવાય છે, ઠરી જવાય છે. ભાગવત પણ આવી પૂર્ણ યોગની જ વાત કરે છે. કર્તાભાવ છોડવાનો છે
ભાગવત કહે છે કે જ્ઞાન, ભક્તિ અને કર્મ એ ત્રણ માર્ગે પરમાત્મા પાસે જવાય છે. જ્ઞાનમાર્ગથી સિદ્ધિને પામેલા જ્ઞાનીઓનો અનુભવ છે કે જ્ઞાન માર્ગ સૌથી કઠિન છે. પરંતુ ભાગવત કહે છે ભક્તિ માર્ગ સરળ, સુલભ દેખાતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org