________________
ભાગવતનો સંદેશ
નારદજીનું તપ
નારદજીએ કહ્યું : ‘ શરીર નહિ પણ આત્માને લક્ષમાં લેતાં તમે અજન્મા છો. માટે નિરારા થયા વિના, પ્રસન્નતા મેળવવા તમે ભગવદ્ લીલાનું વર્ણન લખો. પણ એ પહેલાં તમે મારા પૂર્વ-જન્મની વાત સાંભળો. મારી મા બ્રાહ્મણના ઘરે ઠાસી તરીકે કામ કરતી હતી. બ્રાહ્મણના ઘરે સંતો, સાધુઓ, યોગીઓ આવતા. હું તેમની સેવા કરતો હતો. આ મહાપુરુષોની સતત સેવા કરવાના પરિણામે મારામાં ચંચળતા ન રહી. તેમના વચનો સિવાય બીજું હું કાંઇ સાંભળતો ન હતો તેથી હું જીતેન્દ્રિય બન્યો. મારી ઇન્દ્રિયો કાંઇ પણ માગતી બંધ થઇ ગઇ. હું સંતોની અનુમતિ લઇને તેમના જમ્યા પછી તેમના પાત્રમાંનું વધેલું અન્ન આરોગતો. એનાથી મારામાં જ્ઞાન ઊતરતું ગયું. સતત સંત સેવા કરવાથી મારી વૃત્તિઓ શાંત થતી ગઇ. સંતો પરમાત્મ કથા કહેતા, તે સાંભળી મારું રોમે રોમ નાચી ઊઠતું. પરમાત્મા પ્રત્યે મને અગાધ પ્રેમ થવા માંડયો. એનાથી મારી બુદ્ધિ સંશય વગરની, વિકલ્પ વિનાની થતી ગઇ. સંતોના માર્ગદર્શન પ્રમાણે હું નિત્ય ધ્યાન કરતો હતો. એક દિવસ ધ્યાન કરતાં કરતાં ધ્યાનના ઊંડાણમાં જવાયું. અને ત્યાં સ્થિર થવાયું, તેનાથી મને પ્રજ્ઞા પ્રાપ્ત થઇ. તેને પરિણામે મારામાંથી રહ્યું સહ્યું અસત્ય, અંશ માત્ર વિકાર પણ ચાલ્યો ગયો. મને સર્વત્ર, દસે દિશામાં પરમાત્મા જ દેખાવા લાગ્યા. તેમ જ મારામાંથી તમો ગુણ તથા રજો ગુણનો નારા થઇ ગયો અને હું સત્ત્વ ગુણથી ભરાઇ ગયો, ભક્તિથી છલકાઇ ગયો. એ સ્થિતિમાં હું જંગલમાં ગયો. ત્યાં એક ચિત્તે પરમાત્મ સાધના શરૂ કરી. સાધના કરતાં કરતાં જ મારો દેહ છૂટયો. પછી પરમાત્માએ મારા ઉપર પરમ કૃપા કરી ત્રણે લોકમાં ફરવાની મને રજા આપી. આવી મારી વાત છે માટે તમે જરા પણ નિરાશ થયા વિના ભગવાનના ગુણાનુવાદ જેમાં હોય એવા ભાગવતની રચના કરો.
ભાગવતની ખૂબી
Jain Education International
(૨૩)
વ્યાસજીએ ભાગવત રચ્યું અને ભારમુક્ત થઇ ગયા, પ્રસન્ન બની ગયા. એમણે પુત્ર શુકદેવજીને ભાગવત સંભળાવ્યું. ભગવાનના ગુણો એવા તો મધુર
For Private & Personal Use Only
www.jainelibrary.org