Book Title: Aushtrikmatotsutra Pradipika Sanuwad
Author(s): Dharmsagar Gani, Narendrasagarsuri, Mahabhadrasagar
Publisher: Shasankantakoddharsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 7
________________ ઔષ્ટ્રિક મતોસૂત્ર-પ્રદીપિકા : પ્રસ્તાવના આ શાસનપ્રાણ, સમર્થતાર્કિક મહોપાધ્યાયશ્રીએ “પ્રવચન પરીક્ષા સટીક, ઇર્યાપથિકીષત્રિશિકા, સર્વજ્ઞશતક, વ્યાખ્યાનવિધિશતક, પર્યુષણા દશશતક, ઔષ્ટ્રિકમતાસૂત્ર પ્રદીપિકા, તત્ત્વતરંગિણી, ઔષ્ટ્રિકમતોસૂત્રોદ્ઘાટન કુલક, તપગચ્છપટ્ટાવલી આદિ વિઠ્ઠલ્મોગ્ય અને જૈનશાસનના સત્યનાદને સજીવન રાખવા અને તપગચ્છની અવિચ્છિન્ન સામાચારીનું સંરક્ષણ કરવાપૂર્વક સોપજ્ઞવૃત્તિ સહિતના ગ્રંથો બનાવીને તે તે કુપાક્ષિકોના મુખે સીલ મારી દીધેલ ! અને તપગચ્છને તથા તેમના ગચ્છાધિપતિઓને પણ “જૈનશાસન તથા તેની સામાચારી જ સત્ય છે. બાકી બધા ખોટા છે એ પ્રમાણેનું જ્ઞાન પણ પીરસી દીધું હતું ! આ વાતની પ્રતીતિ, પ્રવચનપરીક્ષાના બંને ભાગો અને સર્વજ્ઞાશતક ગ્રંથ આદિના મનનપૂર્વકના પરિશીલનથી વાચકોને આજે પણ થાય જ છે. આ દશેય કુમતવાદીઓએ જૈનસિદ્ધાતોમાંના પોતાના મતને અનુકૂળ આવે તેવા સૂત્રનો એક ભાગ પકડીને અને તેનો પણ પોતાને અનુકૂળ અર્થ કરીને મુગ્ધજનોને પોતાના મતમાં સિદ્ધાંતના નામે આકર્ષીને જૂથ વધારવા માંડેલ હતું. તેવી જ રીતે આવશ્યક ચૂર્ણિમાના “પછી ફરિયાવહિંગાણ પડમડું એ પદ પકડીને તે કાળે તપગચ્છમાં પ્રવર્તતો ‘પ્રથમ ઈરિયાવહી કરી, મુહપત્તિ પડિલેહી અને પછી કરેમિ ભંતે ઉચ્ચરવાનો જે વિધિ હતો, તે વિધિને છિન્નભિન્ન કરી નાખવા માટે પહેલા મુહપત્તિ, પછી જેમિમતે ઉચ્ચર્યા પછી ઇરિયાવહી કરવાનું' ખરતર, પૂનમીયા, આંચલિયા, સાર્ધપૂનમીઆ તથા ત્રણથીયાઓએ શરૂ કર્યું અને આવશ્યક ચૂર્ણિના નામે લોકોને ભ્રમિત કરવાનું કાર્ય પૂરજોશમાં ઉપાડેલ હતું ! આ કાર્ય કેટલું ખતરનાક અને બીન પાયાદાર તથા અતાત્ત્વિક છે તે પૂ. મહામહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજે આ પથિTષત્રિશિT-સ્વોપજ્ઞવૃત્તિ સહિતનો ગ્રંથ બનાવીને સિદ્ધ કરી બતાવેલ છે. તેવી જ રીતે આ ઔષ્ટ્રિક મતોસૂત્રપ્રદીપિકામાં ખરતરોની વિતથપ્રરૂપણાનો ઘટસ્ફોટ ગ્રંથકારશ્રીએ સુંદર રીતે કરેલ છે. જેના મનનપૂર્વકના વાંચનથી સુજ્ઞોને “ખરતરો, જૈનશાસનમાં ખરા નિન્ટવ છે અને જૈનશાસનના પ્રતિસ્પર્ધિ હોઈ સંગ કરવાને પણ યોગ્ય નથી, તેવું સચોટ જ્ઞાન થશે. વિ. સં. ૨૦૫૯ કા.શુ.૧૫ પાલીતાણા –નરેન્દ્રસાગરસૂરિ

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 104