Book Title: Aushtrikmatotsutra Pradipika Sanuwad
Author(s): Dharmsagar Gani, Narendrasagarsuri, Mahabhadrasagar
Publisher: Shasankantakoddharsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 58
________________ પ્રદીપિકા પપ હવે કોઈક અતિ વાચાલ એમ બોલે છે કે આ પટ્ટાવલી ખરતરભેદ વિશેષની હશે ! ત્યારે તેને આ પ્રમાણે કહેવું કે વાકપટુ ! સમસ્ત ખરતર પટ્ટાવલીઓને વિશે ખરતર મતાકર્ષક જિનદત્તાચાર્યના ગુરુ શ્રી જિનવલ્લભસૂરિ લખેલા છે, કોઈ ચામુંડિક પટ્ટાવલી જિનવલ્લભના નામથી રહિત નથી, અને આ પટ્ટાવલી જિનવલ્લભના નામથી રહિત છે, આથી તે ખરતર પટ્ટાવલી નથી તેમ તું જાણ. હવે કોઈક શંકાશીલ આત્મા શંકા કરે છે કે અહો ! આટલું બધું અશુદ્ધ પટ્ટાવલી આદિને વિશે કેમ લખી શકાય? ત્યારે તેને કહેવું કે હે ભાગ્યશાળી ! ઉત્સુત્ર ભાષકોને ખોટું બોલવામાં શંકા હોતી જ નથી. જો એમ ન હોય તો આચારાંગ દીપિકાકારે ઉદ્યોતનસૂરિને પણ ખરતરના નામથી કલંકિત કરેલા છે, એ કેમ બને ? આચારાંગ દીપિકાની પ્રશસ્તિમાં લખેલું છે કે – श्रीवीरशासने क्लेश-नाशने जयिनि क्षितौ । सुधर्मस्वाम्यपत्यानि, गणाः सन्ति सहस्रशः ॥१॥ गच्छः खरतरस्तेषु, समस्ति स्वस्तिभाजनं । યત્રમૂવદ્ ગુગુણો, ગુરવો રાતભષ: --નારા ' श्रीमानुद्योतनः सूरि-वर्द्धमानो जिनेश्वरः ।। जिनचन्द्रोऽभयदेवो, नवाङ्गवृत्तिकारकः ॥३॥ ક્લેશનાશક એવા અને પૃથ્વીને વિષે જયવંતા વર્તતા એવા શ્રી વીર શાસનમાં સુધર્માસ્વામીના અપત્યરૂપ હજારો ગણ છે, તે ગણોને વિષે સ્વસ્તિના ભાજનરૂપ ખરતર નામનો ગચ્છ છે, કે જે ગચ્છને વિષે ગુણોથી યુક્ત અને નિષ્પાપ એવા ગુરુઓ છે. જે ગચ્છમાં શ્રીમાનું ઉદ્યોતનસૂરિ, વર્ધમાનસૂરિ, જિનેશ્વરસૂરિ, જિનચંદ્રસૂરિ, નવાંગીવૃત્તિકાર શ્રી અભયદેવસૂરિ, અને આવશ્યક નિર્યુક્તિમાં કહેલ વિરાવલીની અંદર લખેલ નાગાર્જુન-ગોવિંદાચાર્ય આદિઓને અને બીજા શ્રી હરિભદ્રસૂરિ આદિને સ્વીકારીને શ્રી કલ્પસૂત્રની જે સ્થવિરાવલી એની વિરોધીની એવી પટ્ટાવલી કેમ રચે ? એ તમારે જ વિચારી લેવું. હવે કોઈક મિત્રતાના દાવે પૂછે છે કે અરે ! આશ્ચર્યની વાત છે કે

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104