Book Title: Aushtrikmatotsutra Pradipika Sanuwad
Author(s): Dharmsagar Gani, Narendrasagarsuri, Mahabhadrasagar
Publisher: Shasankantakoddharsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 91
________________ ૮૮ ઔષ્ટ્રિકમતોત્સત્રનથી, “નહિ કરેલા અથવા અવિધિએ કરેલા એવા અવશ્ય કરવા લાયક જે ધર્મકર્તવ્યો તેને વિષે તે ધર્મ કરનાર જાતિનો મૂળથી જ બહુશ્રુતધરોએ નિષેધ કરવો જોઈએ', એવું કોઈ પણ શ્રુતમાં લખાણ મળતું ન હોવાથી, પરંતુ ધર્મકૃત્યોનું પ્રાયશ્ચિત્ત સ્વીકારીને ફરી એ જ ધર્મની અંદર પ્રવર્તાવવા' એવી અનુજ્ઞાના દર્શન થતાં હોવાથી. જો આમ ન હોય તો અનાભોગે કરીને તારી આશાતના કરનારા એવા ભક્તો વડે કરીને તું દૂરથી જ છોડી દેવાને લાયક થઈશ, એ પ્રમાણે મહાસંકટમાં પડવાનું તારે જ થશે ! વાદી કહે છે કેજિનદત્તાચાર્ય વડે “સ્ત્રીઓને પ્રાયશ્ચિત્ત જ અપાયેલું છે', એમ કહેતો હોય તો આશ્ચર્યની વાત છે કે “શ્રુત અને આગમ વ્યવહારથી શૂન્ય એવા ચામુંડિકને એવા પ્રકારના પ્રાયશ્ચિત્તનું દાન આપવું એ યુક્ત જ છે, અને જો એવું પ્રાયશ્ચિત્ત ન આપે તો તેવા અજ્ઞ-મૂર્ખનું મૂર્ખચક્રવર્તિપણે કેવી રીતે જણાય? કહ્યું છે કે-!! मुक्खो ताव महग्धो मोणं काऊण सयलमज्झमि । जाव न खप्फस बसर खसप्फफससखसफसं कुणइ ॥१॥ મૂર્ણ ત્યાં સુધી જ મહાર્ણ=પૂજનીય થાય છે કે બધાની અંદર મૌન કરીને બેસી રહે ત્યાં સુધી. પણ જો ખuસ-બસર-ખસપ્ટ-ફસ-ખસ-પસ. એવું ન બોલે તો !” એ પ્રમાણેનું વચન હોવાથી. એ પ્રમાણે પ્રાયશ્ચિત્ત દેવાનું હૃદયશૂન્ય જિનદત્ત સિવાય કોઈને પણ માટે અસંભવિત છે. પ્રવચનને વિષે કોઈ પણ ઠેકાણે આવા પ્રકારનું પ્રાયશ્ચિત્ત દેવાનું દેખાતું નથી. જો આમ હોય ન હોય તો પ્રમાદ આદિના વશ કરીને પ્રતિમા આદિનો વિનાશ થવાના સ્વરૂપવાળી આશાતના, પુરુષોને પણ દેખાતી હોવાથી જિનદત્તે આપેલા પ્રાયશ્ચિત્તની જેમ પ્રાયશ્ચિત્ત દેવામાં “મનુષ્યમાત્રે પણ પ્રતિમાનો સ્પર્શ નહિ કરવો” એવું થશે, અને તેવી રીતે બ્રહ્મવ્રત=ચારિત્ર આદિના એકના ભંગના કારણે તેની જાતિના બધાને તેના નિષેધના પ્રસંગ વડે તીર્થમાત્રનો પણ ઉચ્છેદ થશે, એ પ્રમાણે અભિનવ તીર્થંકરરૂપ એવો તારો ગુરુ, તેણે પોતે પોતાના ગળામાં ફાંસલો આવે છે તે પણ ન જાણું. અને આ જિનદત્ત કેવલ “શાસ્ત્રનો અજ્ઞાની જ છે એવું નહિ; પણ લોક વ્યવહારને પણ જાણતો નથી. લોકને વિષે પણ કોઈક વાત (વાયુ)

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104