Book Title: Aushtrikmatotsutra Pradipika Sanuwad
Author(s): Dharmsagar Gani, Narendrasagarsuri, Mahabhadrasagar
Publisher: Shasankantakoddharsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 92
________________ પ્રદીપિકા ૮૯ આદિ રોગ વિશેષના કારણે રસ્તામાં અલના પામતાં પુરુષને જોઈને તે માર્ગને વિષે તેની જાતિમાત્રને એ માર્ગે ગમન કરવાનો નિષેધ કરે છે એવું બનતું નથી, પરંતુ કોઈક ઉપકારી પુરુષ, સ્મલન પામતાં તે પુરુષને તૈયાર=આગળ કરીને યથાશક્તિ વીર્ય વડે તેને માર્ગમાં પ્રવર્તાવે છે. તેવી જ રીતે કોઈ પણ ભવિષ્યકાળમાં મેલાં થશે, ફાટી જશે, સડી જશે. ઇત્યાદિ શંકા વડે કરીને જિનદત્ત સિવાય એવો બીજો કોઈ નથી કે તે સ્ત્રી-પુરુષના વસ્ત્રોનો ત્યાગ કરાવે ! વળી જે શ્રુતવ્યવહારી છે તે પરંપરાગત જે વસ્તુઓ છે તેને શ્રુતને અનુસરીને જુદી રીતે પ્રવર્તાવે અને તે તત્કાલીન બહુશ્રુતને સંમત હોય એવું પ્રવર્તાવે છે. જેવી રીતે પાંચમમાંથી ચોથનું પર્યુષણ પર્વ કાલિકાચાર્યે પ્રવર્તાવ્યું. તેનું તેવી રીતનું અનુકરણ સામાન્ય અને વિશેષ એમ બે રીતે હોય છે. જેમકે : “અંતરવિ . તે ખરૂ નો તે कप्पइ तं रयणि उवायणावित्तए'त्ति અર્થ : એટલે પર્યુષણાપર્વ, વચ્ચે પણ કરવું કહ્યું; પણ પાંચમની રાત્રિને ઓળંગવાની નહિ એ જે વચન છે તે સામાન્ય શ્રુતનું અનુસરણ છે. 'वायणंतरे पुण अयं नवसयतेणऊएहि काले गच्छति इइ. दीसइ'त्ति વળી વાચનાંતરે આ-૯૯૩મું વર્ષ જાય છે એમ દેખાય. એ વિશેષરૂપનું અનુસરણ છે, અને તત્કાલીન બહુશ્રુતસંમતપણું તો “સબ્યસંઘfÉ અનુમન્નિતિ=એ વચનથી છે. જિનદત્તને તો તેમાંનું કાંઈ પણ નહોતું. કોઈ પણ શ્રુતની અંદર “પ્રતિમા આદિનો વિનાશ થયે છતે વિનાશ કરનારની જાતિના મનુષ્યોને પ્રતિમાનો સ્પર્શ કરવો યુક્ત નથી એવું સામાન્ય વચન જોયું કે સાંભળ્યું નથી, પરંતુ પ્રતિમા કે પુસ્તકના નાશમાં નવીન બનાવવાથી શુદ્ધિ થાય છે', એ પ્રમાણે જોયું છે. તેવી જ રીતે “અમુકકાલે જિનદત્તથી જિનેશ્વર પ્રભુની પૂજાનો નિષેધ થશે', એવું વિશેષ વચન પણ સાંભળ્યું કે જોયું નથી. તેમજ તત્કાલીન બહુશ્રુતધરોને સંમતપણું થયું એવું પણ નથી, પરંતુ પૂર્ણિમાની પાખીના પ્રવર્તક એવા ચંદ્રપ્રભસૂરિ વડે ચૌદશમાં પાણીનો નિષેધ કરાયો તેની જેમ, બહુશ્રુતધરોએ નિવારાયેલા છતાં પણ જિનદત્તવડે કરીને સ્ત્રીઓને જિનાર્ચનો નિષેધ કરાયો છે ! અને તેનું નિવારણ

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104