Book Title: Aushtrikmatotsutra Pradipika Sanuwad
Author(s): Dharmsagar Gani, Narendrasagarsuri, Mahabhadrasagar
Publisher: Shasankantakoddharsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 98
________________ પ્રદીપિકા ૯૫ હવે કોઈક ઔષ્ટિકમતનો છોકરો ‘આનું પાપ જિનદત્તને માથે' એવી કુબુદ્ધિએ કરીને પિઠ્ઠાઈનું આલંબન કરે છે તે અયુક્ત છે, જિનદત્તની અપેક્ષાએ કરીને જિનદત્તે પ્રકાશેલા ઉત્સૂત્રોના પ્રવર્તકને મહાપાપ છે, એ પ્રમાણે બીજું પણ તેનું અસત્ય કહેલું વચન સાંભળીને પરોપકારમાં તત્પર એવા બુદ્ધિમાનો વડે કરીને સારા ઉત્તરની બુદ્ધિએ તેનો વિચાર કરવો. श्रीविजयदानसूरीनापृच्छ्यापृच्छ्य शास्त्रसम्मत्या । औष्ट्रिकमत उत्सूत्रोद्धतान्धकारप्रणाशपरा ॥१॥ श्रीवीरशासनस्नेहसिक्ता ह्याशासनस्थितिः । जीयाद् दुर्वाग्वचोवातैरक्षोभ्या दक्षहस्तगा ॥२॥ मुनीन्दुषट्क्षमावर्षे (१६१७) हर्षात् शोभालये पूरे । धर्मसागरसज्ञेन, निर्मिताऽऽशु प्रदीपिका ॥ ३ ॥ त्रिभिर्विशेषकम् ॥ શ્રી વિજયદાનસૂરિજી મ.ને પૂછી પૂછીને, શાસ્ત્રની સંમતિએ કરીને ઔષ્ટિકમતનું જે ઉત્સૂત્ર તેનાથી ઉત્પન્ન થયેલો જ અંધકાર તેનો નાશ કરવામાં તત્ત્પર એવા શ્રી મહાવીર દેવના શાસનના સ્નેહ=તેલથી સીંચાયેલી અને આશાસનની સ્થિતિ સુધી રહેવાવાળી, દુર્જનોની વાણીરૂપી જે વાયરો તેના વડે કરીને પણ અક્ષોભ્ય એવી પંડિતના હાથમાં રહેલી આ દીપિકા-ચિરકાલ જયવંતી વર્તો. ૧૬૧૭ની સાલમાં હર્ષથી શોભાપુરમાં અથવા શોભાના સ્થાનરૂપ એવા હર્ષપુર નગરમાં ધર્મસાગર નામના ઉપાધ્યાયે આ પ્રદીપિકા જલ્દી બનાવી. એ પ્રમાણે શ્રીમત્ તપાગચ્છરૂપી આકાશમાં સૂર્ય જેવા શ્રી વિજયદાનસૂરીશ્વરજીના શિષ્ય ઉપાધ્યાય શ્રી ધર્મસાગર ગણિએ બનાવેલ ‘ઔષ્ટ્રિકમતોત્સૂત્ર પ્રદીપિકા'માં ઔક્ટ્રિક મતના ઉત્સૂત્રનું ઔક્ટ્રિકના મુખે જ વ્યવસ્થાપના લક્ષણ ચોથો અધિકાર પૂર્ણ થયો. અનુવાદકની પ્રશસ્તિ : પરમપૂજ્ય પ્રાતઃસ્મરણીય સુગૃહીતનામય આગમમંદિરોના સ્થાપક-આગમોદ્ધારક-આગમવાચના દાતા-શૈલાનાનરેશ પ્રતિબોધક–જિનશાસનસમ્રાટ-ધ્યાનસ્થસ્વર્ગત શ્રી શ્રી શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી આનંદસાગરસૂરીશ્વર પટ્ટદિવાકર-વર્ધમાનાચામ્લ તપોનિષ્ણાત-વૈરાગ્યવારિધિ

Loading...

Page Navigation
1 ... 96 97 98 99 100 101 102 103 104