Book Title: Aushtrikmatotsutra Pradipika Sanuwad
Author(s): Dharmsagar Gani, Narendrasagarsuri, Mahabhadrasagar
Publisher: Shasankantakoddharsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 72
________________ પ્રદીપિકા मिच्छत्तमसंचइए विराहणा सत्तु पाणजाईओ। संमुच्छणा य तक्कण दवे अ दोसा इमे हुंति ॥१॥ (બૃહત્કલ્પવૃત્તિ- પાનું ૬૪૦-ગાથા-૬૦૦૫) આ ગાથાની વૃત્તિમાં વાસી પૂરી આદિમાં લાલા આદિ સંમૂછિમ જીવો કહેલાં છે, અને તેથી ત્યાં તેના ગ્રહણમાં સંયમ વિરાધના જણાવેલી છે, વળી દેખાતાં હાલતાં ચાલતાં એવા ત્રસ જીવોને વિષે પણ અનુકંપા રહિતનો એવો તે નિર્દય જિનદત્તાચાર્ય, કસેલનું પાણી ગ્રહણ કરતો અને જીવ સહિતનું પાણી ગૃહસ્થોને આપતો વાસી-વિદલ અને પૂરી આદિનું ગ્રહણ કરે છે તેમાં શું આશ્ચર્ય છે ? સાધુ-સાધ્વીનો જે સાથે વિહાર છે તેનો નિષેધ જે કરે છે તે સ્થાનાંગ સૂત્રની સાથે વિરુદ્ધ છે. કારણ કે તે ગ્રંથોને વિશે “નદી આદિમાં, આપત્તિમાં આવેલી સાધ્વીને હાથ આદિનું આલંબન દેતો સાધુ, આજ્ઞાને ઓળંગતો નથી.” એ પ્રમાણે કહેલું છે, અને સાધ્વી આદિને નદી-અટવી આદિ ઉતરવામાં “કારણ વિશેષ આ વિધિ છે એમ ન બોલવું. કારણ કે કારણઅકારણ આદિની વિચારણામાં તો માર્ગ આદિને વિશે ગમન વિધિના ભેદનું કહેલું હોવાથી અને બૃહત્કલ્પના ભાષ્યમાં કહેલું છે કે 'पडिलेहिअं च खित्तं संजइवग्गस्स आणणा होई । निक्कारणंमि मग्गतो कारणे समगं च पुरतो वा' ॥१॥ (ગાથા-૨૦૬૯) - આ ગાથાની વૃત્તિ આ પ્રમાણે : પરંતુ એ પ્રમાણે વસતિ વિચારમાં અને ભૂમિ આદિની વિધિ વડે કરીને પડિલેહેલું (તપાસેલું) અને સાધ્વીને યોગ્ય એવું ક્ષેત્ર, ત્યારબાદ તે ક્ષેત્રને વિષે સાધ્વી વર્ગનું લાવવું થાય છે. કેવી રીતે? તે જણાવે છે. નિષ્કારણ એટલે નિર્ભય હોયે છતે અથવા તો નિરાબાધ હોયે છતે સાધુઓ આગળ અને પાછળ ચાલતી સાધ્વીઓ અને કારણ ઉપસ્થિત થાય તો સાધુઓની સાથે અથવા તો પડખે, અથવા તો કાલ ઉપસ્થિત થયે સાધુની આગળ સંયતીઓ જાય છે. /પા એ પ્રમાણે વિતથ વસ્તુપ્રરૂપણરૂપ ઉત્સુત્ર જણાવ્યું. અને તે કહે છતે ચારે પ્રકારના ઉસૂત્ર જણાવ્યા તેમ જાણી લેવું, એ પ્રમાણે બીજા પણ “ગોચરી આદિમાં પલ્લા

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104