Book Title: Aushtrikmatotsutra Pradipika Sanuwad
Author(s): Dharmsagar Gani, Narendrasagarsuri, Mahabhadrasagar
Publisher: Shasankantakoddharsuri Jain Gyanmandir
View full book text
________________
પ્રદીપિકા
૮૫ કાપિલેય આદિ શાસ્ત્રો નથી, અને એથી કરીને જૈન પ્રવચનની અપ્રમાણતા નહિ થાય ! આમ છતાં અતિ આગ્રહ હોય તો કાનને આગળ કરીને-ધ્યાન દઈને સાંભળ. “તારો જ ગોત્રીય શતપદીકાર, એ જ સાક્ષી છે. એમાં સમજ; પરંતુ આ વાત બીજે કોઈ પણ ઠેકાણે ગાઢ સ્વરે બોલીશ નહિ, કારણ કે “એમ કરવાથી તારા જ ગોત્રમાં ક્લહ ઊભો થશે, અને પોતાના ગોત્રમાં ઊભો થયેલો કલહ તે શ્રેયને માટે નથી.” એ પ્રમાણે મારું કહેલું વચન ચિત્તમાં ધારી રાખ, લાંબા વિસ્તારથી સર્યું.
ત્યારે બીજો કોઈ એમ કહે છે કે હે ભાગ્યશાળી ! કોઈ ઠેકાણે તમારા તપાગચ્છીઓ વડે કરીને જ “ખરતર ગચ્છને વિષે શ્રી અભયદેવસૂરિ, શ્રી જિનવલ્લભસૂરિ એમ લખેલું છે, તે વાત તમારે પ્રમાણ છે કે અપ્રમાણ છે? ત્યારે તેને આ પ્રમાણે કહેવું કે
હે ભાગ્યશાળી! તે વાત અમને અપ્રમાણ જ છે, કારણકે અમને માન્ય એવા પૂર્વાચાર્યોના વચનથી વિરુદ્ધ હોવાથી તેમજ સુધર્મા આદિના વચનથી વિરુદ્ધ એવા વચનની જેમ. અમને એવા પૂર્વાચાર્યોના વચનથી વિરુદ્ધ હોવાથી
“તેથી કરીને અમોને માન્ય આચાર્યો શ્રી સુધર્માસ્વામી આદિ આચાર્યોના વચનને અનુસરનારા એવા જગશ્ચંદ્રસૂરિ, શ્રી દેવેન્દ્રસૂરિ, શ્રી સોમસુંદરસૂરિ, શ્રી મુનિસુંદરસૂરિ, શ્રી આણંદવિમલસૂરિ આદિ અને તેમના કહેલા વચનને અનુસરવાવાળા બીજા જે કોઈ પણ તપાગચ્છીઓ છે, તેઓનું વચન પ્રમાણ છે, પરંતુ “તપાગચ્છનું નામ માત્ર ધારણ કરનારા અને શ્રી જગચંદ્રસૂરિ વગેરેથી પરાભુખ એવા અથવા તેના કહેલા વચનના અનુપયોગી એવા અનાભોગવાળા એવા આત્માનું વચન અમોને પ્રમાણ નથી જ.” જો આમ ન હોય તો દિગંબરોની આગળ શ્વેતાંબર નામધારી એવા તારું પણ વચન પ્રમાણ કરવાપણું થશે, અને તે અમોને અનિષ્ટ છે. એ પ્રમાણે સાંખ્ય આદિની આગળ તારે પણ જૈનનામધારી એવા દિગંબરોના વચનને પ્રમાણ કરવાપણું થશે, અને એ વાત તારે પણ અનિષ્ટ છે. માટે વધારે વિસ્તારથી સર્યું, એ પ્રમાણે ઉસૂત્રકંદકુદ્દાલ ગ્રંથની અંદર ઔષ્ટ્રિકનું જે સંઘબાહ્યપણું કહ્યું છે તેના સાક્ષી ગ્રંથોની પૃચ્છામાં તો સંઘપટ્ટકની વૃત્તિ બતાવવી જોઈએ, જેથી કરીને તે ગ્રંથની અંદર