Book Title: Aushtrikmatotsutra Pradipika Sanuwad
Author(s): Dharmsagar Gani, Narendrasagarsuri, Mahabhadrasagar
Publisher: Shasankantakoddharsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 87
________________ ८४ ઔષ્ટ્રિકમતોત્સવતેનાથી પણ અધિક સામાચારી આ તપાગચ્છમાં જ છે.” એ પ્રમાણે સોમસુંદરસૂરિજીએ અધિક માસને આશ્રીને બનાવેલ “પર્યુષણા વ્યવસ્થાપન વાદસ્થલમાં ખરતરનું નિદ્વવપણું સૂચવેલું જાણી લેવું. હવે અહીંયા કોઈક કહે છે કે “હે ભાગ્યશાળીઓ ! આ બધા ગ્રંથો તપાગચ્છના પક્ષના છે, અને તેથી કરીને તપાગચ્છીઓને જ પ્રમાણ છે, અમને પ્રમાણ નથી.' ત્યારે તેને આ પ્રમાણે કહેવું કે-હે ભાગ્યશાળી ! તને તે ગ્રંથ પ્રમાણ કેમ નથી ? શું તેમાં પ્રવચન વિરુદ્ધપણું છે ? અથવા તો તમારા જેવાના મતના ઉત્સુત્રોનો ઉચ્છેદ કરનારા હોવા વડે કરીને અનિષ્ટ છે ? પહેલો જે પ્રવચન વિરુદ્ધનો ભાંગો છે તેનો તો અસંભવ હોવાથીઃ અને બીજા વિકલ્પમાં તમારા જેવા કદાગ્રહી આત્માઓને અમારા ગ્રંથો પ્રમાણ ન થાવ, એથી કરીને અમને કોઈ જાતની ક્ષતિ નથી.” ઘૂવડના કુળવાળા જે પક્ષીઓ હોય તેને સૂર્યનું ઊગવું તે અનિષ્ટપણા રૂપ હોય, તો પણ તે સિવાયના સુલોચનાવાળા પંડિત આત્માઓને અંધકારના સમૂહનો નાશ કરવાપણા વડે કરીને તે સૂર્યનું પ્રમાણપણું દૂર કરી શકાય તેમ નથી. અથવા તો તારું દૂષણ પણ અમે નથી જાણતા એમ નહિ; પરંતુ તારું સ્વરૂપ યથાર્થ જાણીએ છીએ. જો કે કોઈ પણ કદાગ્રહી પોતાના મતને ઉચ્છેદ કરનાર ગ્રંથને પ્રમાણ કરતો નથી. જેવી રીતે બૌટિક દિગંબર, આવશ્યક નિર્યુક્તિને અપ્રમાણ કહે છે, અને તેવી રીતે તને અનિષ્ટ હોવા વડે કરીને દુષિત કર્યો છતે પણ ઉસૂત્રકંકુદ્દાલ કોઈ દૂષિત થઈ જવાનો નથી, કારણ કે ગ્રંથનો તેવા પ્રકારનો સ્વભાવ હોવાથી. જો એમ ન હોય તો ઉસૂત્રરૂપી જે કંદ છે એના ઉપરનો કુહાડો એ નામને વ્યાઘાત પહોંચે છે ! જે સૂર્ય ઊગે છતે ઘૂવડના કુળને આનંદ થાય, એ સૂર્ય, સૂર્ય જ નથી, એ ન્યાય હોવાથી. હવે ફરી પણ કોઈક કહે છે કે “હે ભાગ્યશાળી ! તમે કહો છો એવા અર્થનો બોધક અન્ય પક્ષનો કોઈ ગ્રંથ હોય તો અમોને પણ પ્રમાણ જ છે.” ત્યારે એવું બોલનારને આ પ્રમાણે કહેવું કે આવા પ્રકારનું આલંબન લેવું એ તો બાલચેષ્ટા જ છે. જેથી કરીને છએ દર્શનોની અંદર દ્વાદશાંગીરૂપ એવું જૈન પ્રવચન, તેના વિચારોના બોધકપણા વડે કરીને છે. બીજું કોઈ પણ

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104