Book Title: Aushtrikmatotsutra Pradipika Sanuwad
Author(s): Dharmsagar Gani, Narendrasagarsuri, Mahabhadrasagar
Publisher: Shasankantakoddharsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 74
________________ ૭૧ પ્રદીપિકા (૧) અરિહંત ભગવંતોનો અવર્ણવાદ બોલતાં, (૨) અરિહંત ભગવંતે પ્રરૂપેલા ધર્મનો અવર્ણવાદ બોલતાં, (૩) આચાર્ય-ઉપાધ્યાય આદિનો અવર્ણવાદ બોલતાં, (૪) ચતુર્વિધ સંઘનો અવર્ણવાદ બોલતાં, - () ઉત્કૃષ્ટ તપ અને બ્રહ્મચર્ય વડે ઉત્પન્ન થયેલા દેવોનો અવર્ણવાદ બોલતાં. - જો કે અહીં એકની આશાતના કરે છતે બધાની આશાતના કરેલી થાય છે, તો પણ ગૌણ અને મુખ્યના ભેદે કરીને ભેદ જાણવા. તેમાં કોઈક કોઈકની આશાતના કરનારો થાય છે, અને કોઈક અત્યંત અશુભ કર્મના ઉદયથી સામુદાયિક બધાની આશાતના કરનારો બને છે. તેમાં પહેલું “છત્રત્રય આદિની સમૃદ્ધિને ભોગવતાં હોવા છતાં પણ અરિહંત વીતરાગ કેમ કહેવાય ? એ પ્રમાણે બોલતાં આશાતના જાણવી, બીજું તો સમુદાય વડે કરીને બધાની અવહેલના કરનારો હોય છે, જેવી રીતે “સ્વપક્ષને સ્થાપનારાઓ અને પરપક્ષને ઉત્થાપનારા જે છે તે બધા રાગદ્વૈષવાળા હોવાથી ત્યાજ્ય છે ઈત્યાદિ બોલનારા જાણવા. કારણ કે બધા જ પણ તીર્થકર અને ગણધર આદિઓ પોતાના પક્ષને સ્થાપનારા અને પારકાના પક્ષને ઉત્થાપનારા હોય છે. ઔપપાતિકસૂત્રમાં કહ્યું છે કે 'इणमेव निग्गंथे पावयणे सच्चे अणुत्तरे केवलिए'त्ति । આ સૂત્રની વૃત્તિનો અર્થ એ છે કે “ફક્ત આ જ પ્રત્યક્ષ-નૈગ્રંથ-પ્રવચન એટલે કે જિનશાસન, તે સજ્જનોને હિત કરનાર અને પ્રધાનતર છે, અદ્વિતીય એવું અને કેવલી પ્રણીત છે, બીજું કોઈ નથી, ઇત્યાદિ. હવે અહીં કોઈક પૂછે છે કે હે ભાગ્યશાળી ! આગમવ્યવહારિઓ વડે કરીને જ સ્વપક્ષસ્થાપન અને પરપક્ષઉત્થાપન કરી શકાય. કારણ કે તેઓના જ્ઞાનનું નિશ્ચયાત્મકપણું હોવાથી અને બીજા જનોને માટે વિશ્વાસનું સ્થાન હોવાથી. બાકીના બીજાઓનું નહિ, કારણ કે તેનું વિપરીતપણું હોવાથી.

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104