Book Title: Aushtrikmatotsutra Pradipika Sanuwad
Author(s): Dharmsagar Gani, Narendrasagarsuri, Mahabhadrasagar
Publisher: Shasankantakoddharsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 80
________________ ૭૭ પ્રદીપિકા બુદ્ધિને આધીન નથી, પરંતુ નિપુણ એવા ગ્રાહકની બુદ્ધિને આધીન છે. જો આમ ન હોય તો અસલ વસ્તુ અને નકલી વસ્તુ વેચનારાને તુલ્ય મૂલ્ય ઉપાર્જન કરવાની ઈચ્છા હોવાથી બંનેને માટે તુલ્ય વચન બોલશે, તેને વખતે તેના વચન પર વિશ્વાસ રાખવામાં આવે તો વસ્તુની પરીક્ષા કરવી એ વાતને જલાંજલિ આપવા જેવું જ થાય. - એ પ્રમાણે ગ્રંથપરીક્ષણ પણ ગ્રંથકર્તાના વચનને આધીન નથી, પરંતુ શુદ્ધ માર્ગને ગ્રહણ કરનાર એવા બુદ્ધિમાન પુરુષને આધીન છે, એમ જાણવું. ત્યારે વાદી પૂછે છે કે પરીક્ષા કેવી રીતે થઈ શકે ? એમ જો પૂછતો હોય તો સાંભળ, ગ્રંથકર્તા બે પ્રકારના હોય છે, એક સમ્યગદૃષ્ટિ અને બીજો મિથ્યાદષ્ટિ. તેમાં જે સમ્યગદષ્ટિ એટલે અવિપરીત એવી અર્થાત્ યથાર્થ વસ્તુને ગ્રહણ કરવાવાળી જે દૃષ્ટિ જ્ઞાન જેનું છે તે સમ્યગ્દષ્ટિ. માર્ગ અને ઉન્માર્ગને યથાર્થ=તે તે રૂપે બોલતો એવો આત્મા સમ્ જ્ઞાનવર્શન રાત્રિ મોક્ષમા એ વચન હોવાથી જ્ઞાન-દર્શન ચારિત્રાત્મક જૈન પ્રવચન-તેને માર્ગ તરીકે જાણે છે, અને તેનાથી વિપરીત નિબંધ આદિનું જે કુપ્રવચન, નરક આદિનું કારણ હોવાથી તેને ઉન્માર્ગ તરીકે કહે છે. અને તે પ્રમાણે કહેવાથી રાગદ્વેષનો ઉદય છે. એવી સંભાવના ન કરવી. લોકને વિશે પણ કોઈક માર્ગ અને ઉન્માર્ગને જાણનારો આત્મા, માર્ગે ચાલતો હોવા છતાં પણ પારકાઓને પોતે જે ગમ્યમાન માર્ગ છે તેને માર્ગપણાવડે કરીને અને ચોર-સિંહ-વ્યાપદ આદિના ભયથી વ્યાપ્ત એવા માર્ગને ઉન્માર્ગ તરીકે જણાવતો “રાગદ્વેષના ઉદયવાળો છે” એવા વ્યપદેશને ભજતો નથી. તેવી જ રીતે પોતાના સોનાને સોનારૂપે અને પારકાના પિત્તલને પિત્તલરૂપે કહેનારો આત્મા, રાગદ્વેષના ઉદયવાળો કહેવાતો નથી, પરંતુ યથાર્થભાષીપણું હોવાથી વિશ્વાસનું સ્થાન બને છે. તેથી કરીને સમ્યદૃષ્ટિ આત્મા માર્ગ અને ઉન્માર્ગને સમ્યફ જણાવવાની ઇચ્છા વડે કરીને કહેવાતી ચતુર્ભગીની અંદર પહેલાં ભાંગામાં જ વર્તતો જાણવો. તે ચતુર્ભગી આ પ્રમાણે ૧. માર્ગ અને ઉન્માર્ગનો યથાર્થ ભાષી, ૨. માર્ગનો યથાર્થ ભાષી અને ઉન્માર્ગનો અયથાર્થ ભાષી, ૩. માર્ગનો અયથાર્થ ભાષી અને ઉન્માર્ગનો યથાર્થ ભાષી અને ૪. માર્ગ અને ઉન્માર્ગનો અયથાર્થ ભાષી.

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104