Book Title: Aushtrikmatotsutra Pradipika Sanuwad
Author(s): Dharmsagar Gani, Narendrasagarsuri, Mahabhadrasagar
Publisher: Shasankantakoddharsuri Jain Gyanmandir
View full book text
________________
પ્રદીપિકા
૮૧ વળી જે “પોતાના માર્ગને નિંદવા વડે કરીને કહેવાયેલો માર્ગ સ્વીકાર્ય છે એ પ્રમાણે જે કહેવું તે લોક વિરુદ્ધ હોવાથી અત્યંત અસાર છે, લોકને વિષે પણ કોઈ આત્મા તેવા પ્રકારની ચેષ્ટા કરતો નથી, જો આમ ન હોય તો રાજા વડે કરીને “હે ચંડાલ ! તું તારા કુલનો આચાર જેવો છે તેવો કહે, જેથી કરીને તારું કહેલું હું અંગીકાર કરું.”
એ પ્રમાણે રાજા વડે પ્રેરણા કરાયેલો ચંડાલ, પોતાના કુલાચારની નિંદા કરતો રાજ્યની પ્રાર્થના કરે જ, અને તેનું કહેલું રાજા ન કરે. તેથી કરીને આ વાત જે છે તે આ પ્રમાણે પોતાના માર્ગની નિંદા કરતો એવો આત્મા મહાનુભાવ છે અને પૂજ્ય છે', એ પ્રમાણે કુત્સિત બોલતાં એવા આત્માને દૂર કર્યો જાણવો. કારણકે ચાંડાલ આદિનું પણ મહાનુભાવત્વ અને પૂજ્યત્વ આદિની આપત્તિ આવતી હોવાથી. - તેથી કરીને ઘણાં ચાંડાલ આદિઓ પોતાના કુલાચારની નિંદા કરતા દેખાય છે, અને તેથી કરીને ઉસૂત્રકંદકુંદાલ ગ્રંથકર્તાએ અંગીકાર કરેલો જે શુદ્ધ માર્ગ તેની પ્રશંસા કરતો, અને જે અશુદ્ધ માર્ગ છે તેને અશુદ્ધ રૂપે બોલનારા આત્માને કોઈપણ દૂષણ નથી; પરંતુ મહાગુણ છે એમ તું પ્રતીતિ કર.
એ પ્રમાણે હોવા છતાં પણ જો તને આસ્થા ન થતી હોય તો હાથમાં રહેલાં કંકણને જોવા માટે આરીસાનું શું પ્રયોજન ? એ પ્રમાણેની લોક કહેવાતને સાચી કરી બતાવતો એવો તું હાથ થોભી થોભીને “આ ચારિત્રી છે' એમ અમને બતાવ, જેથી કરીને અમે પ્રતીતિ કરીએ ! તેથી કરીને કોઈ પણ ધર્મી આત્માઓએ પોતાના પક્ષનું સ્થાપન અને પારકાના પક્ષનું ઉત્થાપન કરવાનો અસત્ દોષ ઉદ્ભવાવીને ગ્રંથકર્તાની હીલના કરવી ન જોઈએ. બોધિનાશનો પ્રસંગ હોવાથી, “પરંતુ પ્રવચનની વિરુદ્ધ ભાષણ કરનારની હીલના કરવી ન જોઈએ.” અને તેવું ઉસૂત્રકંદકંદાલમાં લેશથી પણ દેખાતું નથી.
એથી કરીને આ ગ્રંથકર્તાને પ્રમાણમાન્ય કરીને સ્તવવો જોઈએ, જે અગ્નિવડે કરીને બળ્યો, તેને અગ્નિ જ ઔષધ છે, એમ ન્યાય હોવાથી. આ ગ્રંથકર્તાની હીલના દ્વારા સમ્યના નાશના હેતુરૂપ અરિહંત આદિની હીલના કરી છે, અને તેની સ્તુતિ દ્વારાએ જ અરિહંત આદિઓને સ્તવ્યા છે, અને