Book Title: Aushtrikmatotsutra Pradipika Sanuwad
Author(s): Dharmsagar Gani, Narendrasagarsuri, Mahabhadrasagar
Publisher: Shasankantakoddharsuri Jain Gyanmandir
View full book text
________________
ઔષ્ટિકમતોત્સત્ર- તેમાં પહેલા ભાંગામાં સમ્યગુદૃષ્ટિ છે બીજા અને ત્રીજા ભાંગામાં કોઈનું પણ વિદ્યમાનપણું ન હોવાથી અસંભવિત છે, અને ચોથા ભાંગામાં નિહ્નવ આદિ. માર્ગમાં આસક્ત હોય અને જૈનમાર્ગથી પરાક્ષુખ હોય તે ચોથા ભાંગામાં જાણવા.
હવે વાદી પ્રશ્ન કરે છે કે તમે જે બીજો-ત્રીજો ભાંગો અસંભવિત જણાવ્યો છે તે અસત્ય છે, બીજા ભાંગાની અંદર માર્ગ-ઉન્માર્ગ હોય છતે બંનેને સત્ય બોલતો મિશ્રગુણસ્થાનવર્તિ છે. અને ત્રીજા ભાંગામાં માર્ગ અને ઉન્માર્ગ એ બંનેને અસત્ય કહેનારો શૂન્યવાદી છે.
એમ જો કહેતા હોવ તો તમારી વાત સ્વીકાર્ય છે. વ્યવહારથી બંને ભાંગા હોવા છતાં નિશ્ચયથી તો બંને ભાંગા ચોથા ભાંગાની અંદર અંતર્ગત થઈ જાય છે. વિષ અને અમૃતનું તુલ્યપણું કહેનારો બંને ઠેકાણે પણ ઉપમા વડે કરીને જૂઠું બોલનારો છે. ઉપમા વડે કરીને કેમ ? એમ જ કહેતો હો તો સાંભળ. તેમાં બીજા ભાંગાની અંદર “જૈનધર્મ સત્ય છે' કોની જેમ ? એમ પૂછે છતે બોલે “બૌદ્ધ આદિ ધર્મની જેમ સત્ય છે ! બૌદ્ધ આદિ ધર્મ સત્ય છે' કોની જેમ ? તો “જૈનધર્મની જેમ !” અને ત્રીજા ભાંગામાં પણ ઉત્કૃષ્ટ અસત્ય ઉપમા વડે કરીને કહેનારો હોય છે, એ પ્રમાણે તાત્પર્ય જાણવું.
અને એથી જ કરીને નિતવ પ્રવચનના એકદેશ ભાગનો અપલાપ કરતો હોવા છતાં પણ સર્વથા અપલાપી કહેવાય છે ! આ વિષયમાં ઘણું કહેવા જેવું છે, પરંતુ ગ્રંથના ગૌરવના ભયથી કહેતાં નથી.
અને નિદ્ભવ જે છે તે ચોથા ભાંગામાં અંતર્ભત ન કરાય, પરંતુ જૈન પ્રવચનનો સ્પર્શ કરનારા હોવાથી “જૈન માર્ગમાં છે એમ પણ ન કહેવું. કારણકે બૌદ્ધ આદિની જેમ તેના પ્રવચનનું બાહ્યપણું હોવાથી. સ્થાનાંગસૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે- “સમુદ્ધાતાવિ વિનાહિત વર્તન્યથા પ્રરૂપયન વનવાહો મવતિ, યથા નિવા' રૂતિ | સમુદ્યાત આદિ જે જિનેશ્વર ભગવંતે કહેલી વસ્તુ તેનું અન્યથા રીતે પ્રરૂપણ કરનારો આત્મા, પ્રવચન બાહ્ય થાય છે. જેમકે નિદ્વવો.” એ પ્રમાણે કહેલું છે.
અને એવી શંકા નહિ કરવી કે જૈન પ્રવચન બાહ્ય નિદ્વવાદિ, કુપ્રવચનના ઉન્માર્ગને ઉન્માર્ગપણા વડે કરીને બોલતો હોવાથી, પરપરિવાદી થશે, તીર્થંકર