Book Title: Aushtrikmatotsutra Pradipika Sanuwad
Author(s): Dharmsagar Gani, Narendrasagarsuri, Mahabhadrasagar
Publisher: Shasankantakoddharsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 75
________________ ૭૨ . ઔષ્ટ્રિકમતોત્સત્રઆમ કહેનારાને જણાવવું કે હે ભાગ્યશાળી ! બધા જ સમ્યક્તવાળાઓને જૈન પ્રવચન એ જ સત્ય છે, બાકીનું નહિ, ઈત્યાદિ રૂપે કરીને તો નિશ્ચયાત્મક જ જ્ઞાન છે. ભગવતી સૂત્રની અંદર તુંગિયા નગરના શ્રાવકના વર્ણનમાં કહેલું છે કે - 'अयमाउसो ! निग्गंथे पावयणे अटे अयं परमद्वे सेसे अण?'त्ति। હે આયુષ્યમાન ! આ જ નિગ્રંથ પ્રવચન, અર્થ તાત્ત્વિક છે, પરમાર્થ છે, બાકીનું બધું અનર્થરૂપ છે.” આ સૂત્રની સામાન્યવૃત્તિ આ પ્રમાણે છે, હે આયુષ્યમાન્ ! નિગ્રંથ પ્રવચન સિવાયનું ધન-ધાન્ય-પુત્ર-કલત્ર-મિત્ર કુપ્રવચન આદિ બધા જ અનર્થ છે, જો આમ ન હોય તો કુપ્રવચન આદિના વિવેકના અભાવ વડે કરીને મિથ્યાદષ્ટિપણું જ છે. વળી આધુનિક એવા સાધુઓ આદિ વડે કરીને જૈન પ્રવચનની વ્યવસ્થા કરવાનું નહિ બની શકે, કારણ કે સાંશયિક જે અર્થો અથવા તો પ્રશ્ન કરેલા પદાર્થો તેના સમ્યમ્ નિર્ણયના અભાવ વડે કરીને પ્રત્યુત્તર આપવાનું અશક્ય હોવાથી, અને “શક્ય છે એ પ્રમાણે હોયે છતે સિદ્ધ થાય છે કે આગમ વ્યવહારીથી જુદા એવા આત્માને પણ સ્વપક્ષ-સ્થાપનના અને પરપક્ષની ઉત્થાપના દોષ રહિતની છે, અને તે વાત સિદ્ધ થયે છતે તેના હેતુભૂત એવું જે જ્ઞાન તે પણ નિશ્ચયાત્મક જ છે. વાદી પ્રશ્ન કરે છે કે ખરેખર “જૈન પ્રવચન સત્ય છે બીજું નહિ, એ પ્રકારનું જ્ઞાન તો આગમવ્યવહારિના વચનને અનુસરતા એવા શ્રુત વ્યવહારિઓને હોય જ, અને તેને અનુસાર કરીને જૈન પક્ષની સ્થાપના અને પરપક્ષની ઉત્થાપનામાં પ્રવર્તતા હોવા છતાં પણ રાગદ્વેષ રહિત જ છે, એ પ્રમાણે જો કહેતો હોય તો તે મિત્ર ! તને વધામણી આપવામાં આવે છે કે જે કારણે કરીને અમારા કહેલાં માર્ગ વડે કરીને તું સ્વયં આવી ગયો છે. અમે પણ આ પ્રમાણે જ કહીએ છીએ કે, “જે આગમ વ્યવહારીઓના વચનો આચારાંગાદિ શાસ્ત્રો છે, તેના અનુસારે સ્વપક્ષ સ્થાપન અને પરપક્ષ ઉત્થાપન કરનારને રાગદ્વેષરૂપી ચંડાલનો સ્પર્શ પણ નથી.” અને તેથી જ કરીને સ્વપક્ષ સ્થાપન અને પરપક્ષ ઉત્થાપનાત્મક એવા

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104