Book Title: Aushtrikmatotsutra Pradipika Sanuwad
Author(s): Dharmsagar Gani, Narendrasagarsuri, Mahabhadrasagar
Publisher: Shasankantakoddharsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 70
________________ પ્રદીપિકા એ પ્રમાણે અયથાસ્થાનક્રિયા પ્રરૂપણરૂપ ઉસૂત્રનું નિરાકરણ જણાવ્યું. હવે વિતથ વસ્તુ સ્વરૂપ પ્રરૂપણરૂપ ઉસૂત્રનું નિરાકરણ કહે છે, તેમાં શ્રી મહાવીર પરમાત્માના છ કલ્યાણકની પ્રરૂપણા જે છે તે શ્રી હરિભદ્રસૂરિજી પ્રણીત પંચાશકાદિની વિરુદ્ધ છે, કારણ કે તે ગ્રંથમાં મહાવીર દેવના પાંચ જ કલ્યાણકો કહેલાં છે, અને અભયદેવસૂરિ મહારાજે તેવી જ રીતે વિવેચન કરેલાં છે : आसाढसुद्धछट्ठी चेत्ते तह सुद्धतेरसी चेव ।। मग्गसिरकिण्हदसमी वइसाहे सुद्धदसमी य ॥१॥ कत्तियकण्हे चरिमा गब्भाइदिणा जहक्कम एते । हत्थुत्तरजोएणं चउरो तह सातिणा चरमो ॥२॥ ચિત્રવિધિપશ્ચાશા તે આ પ્રમાણે અષાઢ સુદ-૬, ચૈત્ર સુદ-૧૩, માગશર વદ-૧૦, વૈશાખ સુદ-૧૦ અને કાર્તિક વદી અમાવાસ્યા, છેલ્લા તીર્થંકર ભગવાનના ગર્ભાદિ દિવસો યથાક્રમે જાણી લેવા, તેમાં હસ્તોત્તરના ઉત્તરા ફાલ્યુનીના યોગે ૪ અને સ્વાતિ નક્ષત્રના યોગે છેલ્લો દિવસ' એ પ્રમાણે શ્રી હરિભદ્રસૂરિકૃત યાત્રાવિધિ પંચાશકમાં કહ્યું છે, અને આ ગર્ભાપહારનું ઉસૂત્ર જિનદત્તના ગુરુ વડે કરીને પ્રકાશાયું છે, એમ ઔષ્ટ્રિકોએ કરેલ ગણધર સાર્ધશતકની વૃત્તિના અનુસારે જણાય છે અને ગણધર સાર્ધશતકમાં કહેલું છે કે - असहाएणावि विही पसाहिओ जो न सेससूरीणं । लोअणपहेवि वच्चइ वुच्चइ पुण जिणमयन्नूहि ॥१२२॥ વ્યાખ્યા આ પ્રમાણે બને ત૨ પાસસ્થારૂ =જેના વડે કરીને તે વખતે જે પાસત્થા આદિએ પૂર્વ વાતની સાથે સંબંધ છે તેથી કરીને જે ભગવાન વડે કરીને અસહાય એવા પારકાની સહાય વિના હોવા છતાં પણ એટલે પારકાની સહાયથી નિરપેક્ષ એવા એકલાએ પણ આગમમાં કહેલી છઠ્ઠા કલ્યાણકરૂપ અને પૂર્વદર્શીત પ્રકાર, પ્રકર્ષે કરીને “આ પ્રમાણે જ થાય”, એ પ્રમાણે વિધિ પ્રકાશ્યો તે અત્યંત આશ્ચર્ય છે.

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104