Book Title: Aushtrikmatotsutra Pradipika Sanuwad
Author(s): Dharmsagar Gani, Narendrasagarsuri, Mahabhadrasagar
Publisher: Shasankantakoddharsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 68
________________ પ્રદીપિકા ૬૫ ત્રણ વખત ઉચ્ચરાવવામાં શોભન મુહૂર્ત જોવા પૂર્વક નંદીકરણ, વાસક્ષેપ આદિ અને શિરોમૂંડન આદિનો પ્રસંગ હોય છે. વળી ઉચ્ચાર માત્ર વડે કરીને શ્રાવકોને ક્રિયાની ઉગ્રતા પ્રકાશતા એવા જિનદત્તવડે કરીને આવશ્યકાદિની અંદર સામાયિક દંડક પોતે જ કેમ ત્રણ વખત નથી ઉચ્ચરતો? મહાવ્રતના દષ્ટાંતનો અહીંયા પણ સંભવ હોવાથી. |રા. સાધુઓને ઉપધાન વહેવા તે આવશ્યક યોગની સાથે વિરુદ્ધ છે. કારણકે છ આવશ્યક આરાધવાને માટે જ ઉપધાન ઉદ્વહન કરાય છે, અને તે આવશ્યકના યોગ વડે કરીને જ સિદ્ધ થઈ જાય છે. તેથી કરીને તે ઉપધાનનું ઉદ્વહન કરવું અધિક જ છે. વળી ગૃહસ્થના તપવિધિ વડે કરીને પણ આવશ્યકનું આરાધન કરતાં એવા જિનદત્ત વડે કરીને પૌષધગ્રહણ વિધિ વડે કરીને ચતુષ્કર્વી પણ કેમ નથી આરાધાતી? ૩. ઇત્યાદિ અધિક ક્રિયા પ્રરૂપણરૂપ ઉસૂત્રનું નિરાકરણ કર્યું. હવે અયથાસ્થાન ક્રિયા પ્રરૂપણરૂપ ઉસૂત્રનું નિરાકરણ કહેવાય છે, તેમાં સામાયિકોચ્ચાર = સામાયિક ઉચ્ચર્યા પછી તુરત જ ઈરિયાવહિયં કરવા તે મહાનિશીથ આદિની સાથે વિરુદ્ધ છે. જેથી કરીને સૂત્રમાં કહ્યું છે કે : 'गोयमा ! अपडिक्कंताए इरियावहिआए न कप्पइ चेव किंचिवि चेइअवंदणसज्झायज्झाणाइअं काउ'मिति ॥ હે ગૌતમ ! ઇરિયાવહિયં પડિકમ્યા સિવાય-ચૈત્યવંદન-સ્વાધ્યાય આદિ કાંઈ પણ કરવું કલ્પતું નથી, એમ લખેલું છે, તેથી કરીને સામાયિક ઉચ્ચર્યા પહેલાં ઇરિયાવહિયંનું સ્થાન છે, અને તે સ્થાન છોડી દઈને સામાયિક ઉચ્ચર્યા પછી તુરત જ ઇરિયાવહિયંનું સ્થાપન કરવું તે અયથાસ્થાન સ્થાપન છે, અને તે મહાપાપ છે. કોઈપણ એવો આત્મા નથી કે ખાધા પછી દાંતણ કરતો હોય, અથવા નવા અંકૂરા ફૂટી ગયા પછી હળવડે કરીને ખેતર ખેડતો હોય !! ઇત્યાદિ વિપરીત દષ્ટાંતો સ્વયં જાણી લેવા. હવે કોઈક અલ્પમતિ, “સામાયિક કર્યો છતે રાજા આદિના ઉપરોધ વડે કરીને પણ બીજે જવાને શક્તિમાન ન થઈ શકતો હોય, તેથી કરીને પહેલાં

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104