Book Title: Aushtrikmatotsutra Pradipika Sanuwad
Author(s): Dharmsagar Gani, Narendrasagarsuri, Mahabhadrasagar
Publisher: Shasankantakoddharsuri Jain Gyanmandir
View full book text
________________
૫૮
ઔષ્ટ્રિકમતોત્સત્રઅને બુબ્બલ આદિ વિદલ થાય છે, ૫. વાસી-વિદલ અને પૂરી આદિનું ગ્રહણ કરવું તે દોષ માટે નથી, ૬. સાધુ-સાધ્વીઓ સાથે વિહાર યુક્ત નથી. એ પ્રમાણે વિતથવસ્તુપ્રરૂપણરૂપ ચોથું ઉસૂત્ર જાણવું
સ્ત્રીઓને જિનપૂજાનો નિષેધ, જ્ઞાતાધર્મકથાગ તથા ઉત્તરાધ્યયન આદિની સાથે વિરુદ્ધ છે. જેથી કરીને ત્યાં દ્રૌપદી અને પ્રભાવતી આદિ સ્ત્રીઓએ કરેલી જિનપૂજા સકલ જન પ્રસિદ્ધ જ છે, વળી ભગવાનની પૂજાના વૈરી એવા શ્રી જિનદત્ત આચાર્યે સ્ત્રીઓની અપાવિત્રતાના કારણે જેવી રીતે જિનેશ્વર ભગવાનની પૂજા નિષેધી છે, તેવી રીતે તે સ્ત્રીઓના હાથે સંસ્કાર પામેલું પોતાનું અન્ન ભક્ષણ અને કરાતું ઓદન આદિનું દાન એ કેમ ન નિષેધ્યું? ઈત્યાદિ પ્રતિબંદીરૂપ દોષો પોતે જ જાણી લેવા. એ પ્રમાણે આગળ પણ પ્રાયઃ ઘણું કરીને કિંચ' ઇત્યાદિ વાક્ય વડે કરીને પ્રતિબંદી દોષ જાણી
લેવા.
જિનેગૃહને વિષે નર્તકી નૃત્યનો નિષેધ, શ્રી રાજપ્રશ્રીય ઉપાંગ આદિથી વિરુદ્ધ છે. કારણ કે ત્યાં સૂર્યાભદેવે પોતે જ કુમાર કુમારીઓ વિદુર્વાને નાટક કરેલું છે ! વળી જિનદત્ત વડે કરીને વીતરાગના ભવનમાં સ્ત્રીનૃત્યનો જેવી રીતે નિષેધ કરાયો તેવી રીતે સરાગી=રાગયુક્ત એવા પોતાના સ્થાનમાં સ્ત્રીપ્રવેશનો પણ નિષેધ કેમ ન કરાયો ?
ચતુ:પર્ધી વિના પૌષધનો નિષેધ, તત્ત્વાર્થભાષ્યવૃત્તિ અને વિપાક શ્રુત આદિની સાથે વિરુદ્ધવાળો છે. કારણ કે તત્ત્વાર્થભાષ્યવૃત્તિ વિષે પડવા આદિ અપર્વ તિથિને વિષે અનિયમે પૌષધ કરવા એ પ્રમાણે લખેલું છે, અને વિપાક શ્રુતની અંદર સુબાહુ કુમાર આદિએ પણ ત્રણ પૌષધ કરેલાં છે. વળી ચતુષ્કર્વીની અંદર નિયમ કરતાં સંવરસ્વરૂપ પૌષધના પ્રાયશ્ચિત્તરૂપ બે પ્રતિક્રમણના દૃષ્ટાંત વડે કરીને શેષ અતિથિઓને વિષે પૌષધનો નિષેધ કરતાં આઠમ-ચૌદશ આદિ તિથિઓને વિષે જ નિશ્ચયપૂર્વક કરતાં ઉપવાસ આદિ તપનો શેષતિથિને વિષે એટલે કે અપર્વતિથિને વિષે પોતાનો કરાતો જે અતિથિ સંવિભાગ એ પણ કેમ ન નિષેધ્યો અને તેનો નિષેધ કરેલો જ નથી, તથા અપર્વરૂપી એવી નોમ આદિ તિથિને વિષે સ્પષ્ટ રીતે અતિથિ સંવિભાગ કરાતો હોવાથી તેનો પ્રત્યક્ષ અપલોપ કરવાનું અશક્યપણું હોવાથી.