Book Title: Aushtrikmatotsutra Pradipika Sanuwad
Author(s): Dharmsagar Gani, Narendrasagarsuri, Mahabhadrasagar
Publisher: Shasankantakoddharsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 63
________________ ૬૦ ઔષ્ટિકમતોત્સત્રઅને જો કોઈક આ પ્રમાણે પ્રશ્ન કરે કે : સંલગ્ન ઉચ્ચાર કરવામાં હંમેશા જે છ આવશ્યકો કરવાનાં છે, એને સત્ય કરી બતાવાતા નથી, કારણ કે પચ્ચખ્ખાણ પ્રથમ દિવસે જ કરેલું હોવાથી. ત્યારે તેને આ પ્રમાણે કહેવું કે હે દેવાનુપ્રિય ! જો એમ છે તો ચોવીહારો ઉપવાસ પણ સવારે કરવાનું નહિ થઈ શકે, પચ્ચખ્ખાણનું સવારમાં જ કરવાપણા વડે કરીને સાંજના ટાઈમે છે આવશ્યકનું સત્યાપન કરવાનો અસંભવ હોવાથી, તેથી કરીને હવે શું કરવું ? એમ જો પૂછતો હોય તો મિત્ર ભાવે સાંભળ, કૃત્યનું કરેલાપણા વડે કરીને કરેલા પચ્ચખ્ખાણમાં પણ છ આવશ્યકની સ્થાપના થઈ જાય છે. વળી પોતાની શક્તિ-અશક્તિના સંદેહથી સંલગ્ન ઉચ્ચારના અભાવમાં મહાવ્રતના ઉચ્ચારમાં પણ તે પ્રમાણે જ આચરણ કરવું જોઈએ, અને તેવી રીતે જિનદત્તનો હંમેશા પ્રવજ્યા મહોત્સવ સિદ્ધ થાય છે, એ મોટું આશ્ચર્ય છે...... ગૃહસ્થીઓને “પાણસ્સ'નો આગાર ઉચ્ચરાવવાનો જે નિષેધ કરે છે તે પ્રત્યાખ્યાનરૂપ આવશ્યકસૂત્રની સાથે વિરુદ્ધતાવાળું છે. ગૃહસ્થોને ભિન્ન એવી પ્રત્યાખ્યાનવિધિનું કોઈપણ ઠેકાણે દર્શન થતું નહિ હોવાથી; પરંતુ પારિષ્ટાપનિક આગારના નિષેધમાં પણ ગૃહસ્થોને પાઠના ઉચ્ચારનો સ્વીકાર કરેલો દેખાય છે. જેવી રીતે સાધુઓને સવારના પ્રતિક્રમણમાં ગોચરી આલોવવાનો પાઠ ! વળી કેવલ કસેલના પાણીનું ગ્રહણ કરનારા જિનદત્તને જ તેનો નિષેધ યોગ્ય છે. દા શ્રાવકની પ્રતિમા તપનો નિષેધ તો પ્રવચન સારોદ્ધાર આદિ ગ્રંથોની સાથે વિરુદ્ધ છે. કારણ કે તે ગ્રંથોમાં શ્રાવક પડિમા તપનો વિધિ કહેલી છે, પરંતુ શ્રાવક પ્રતિમા તપ વિચ્છિન્ન થયો છે એવું કોઈપણ ઠેકાણે દેખ્યું નથી. વળી જો પાંચમા ગુણસ્થાનકવર્તિ એવા શ્રાવકોને પ્રતિમા તપની વિધિ વિચ્છિન્ન થઈ ગયો છે તો સંહનન=સંઘયણ આદિ સામગ્રીની તુલ્યતા હોય છતે પણ છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકવર્તિ એવા પોતાના આત્માને માનતા એવા તારા માટે સર્વવિરતિનો આચાર કેમ વિચ્છિન્ન ન થયો ? કારણકે આગળના જે ગુણસ્થાનકના કારણરૂપ એવા સંઘયણ આદિનો

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104