Book Title: Aushtrikmatotsutra Pradipika Sanuwad
Author(s): Dharmsagar Gani, Narendrasagarsuri, Mahabhadrasagar
Publisher: Shasankantakoddharsuri Jain Gyanmandir
View full book text
________________
૬૨
ઔષ્ટિકમતોત્સૂત્ર
,
દેવા, તે અનુપાસિત ગુરુકુલવાસના પરિણામની નિશાની છે. કારણ કે તે કુવિકલ્પન=ખરાબ વિચારવું તે અને જે ભોજન કરવાની ઇચ્છાવાળા જે છે તે પૌધિકોને જ સંભવે છે, તે સિવાયના તિવિહાર-ચઉવિહાર ઉપવાસવાળાને નહિ, કારણ કે તે પ્રમાણેના કુવિકલ્પમાં છ અથવા પાંચ ચૈત્યવંદનો થતાં હોવાથી પોતાના ગળામાં જ મોજડી આવવાનો સંભવ છે. અને જે સાધુ ચૈત્યવંદનના અનુસારે પૌષધિકોની પ્રવૃત્તિ કહે છે તે પણ યુક્ત નથી, સાધુની અપેક્ષાએ કરીને ભિન્ન પ્રકારે જ તેઓનું જણાવેલ હોવાથી, તે આ પ્રમાણે :
'पडिक्कमणे चेईअ जिमण चरिम पडिक्कमण सुअण पडिबोहे । चेइवंदण इअ जइणो सत्त उ वेला अहोरते' ॥१॥
પ્રતિક્રમણમાં-ચૈત્યવંદનમાં, જમવામાં, છેલ્લું પડિક્કમણું ને સૂતી વખતનું અને સવારે જાગતાનું એ પ્રમાણે સાધુને સાત ચૈત્યવંદન અહોરાત્રમાં હોય છે. આ સાધુની મર્યાદા કહેલી છે, અને શ્રાવકોને તો -
'पडिक्कमउ गिहिणो वि हु सगवेला पंचवेल इअरस्स । पूआसु तिसंज्झासु अ होइ तिवेलं जहण्णेणं' ॥१॥
ગૃહસ્થીઓને પણ સાતવેલા અને બીજાને પાંચવેલા અને ત્રણ સંધ્યાની પૂજાવેલાએ જઘન્યથી ત્રણ ચૈત્યવંદન તેમાં આ ભેદ છે : સાધુઓને ભોજન સંબંધી બે ચૈત્યવંદન કહેલા છે, અને તે શ્રાવકોને જઘન્ય આદિમાં ત્રણે ભેદોમાં કોઈપણ ઠેકાણે કહેલું નથી, અને જે શ્રાવકોને ઉભય સંધ્યાએ ચૈત્યની સન્મુખ બે ચૈત્યવંદનો કહેલા છે, તે સાધુને માટે કહેલાં નથી, તેથી કરીને શ્રાવકો વડે કરીને ચૈત્યવંદનના અધિકારમાં સાધુના આચારોને અનુસરવાનું નથી. સાધુનું અનુકરણ ત્યાં જ કરવાનું છે કે જ્યાં નામ ગ્રહણ કરવાપૂર્વક ભિન્ન વિધિ જણાવેલો ન હોય ત્યાં. તેવી જ રીતે ઉભય સંધ્યાના દેવવંદનાનો ત્યાગ કરતો એવા જઘન્ય શ્રાવકના આચારને પણ આરાધ્યો ન કહેવાય ! પછી ઉત્કૃષ્ટ આચાર આરાધવાની તો વાત જ ક્યાં ?
કારણ કે પ્રવચનના અવિરોધ વડે કરીને જઘન્ય આચારનું આરાધન કરતો જ ઉત્કૃષ્ટ આચારનો આરાધક થાય છે, જેવી રીતે ઉત્કૃષ્ટ એવો શ્રાવક,