Book Title: Aushtrikmatotsutra Pradipika Sanuwad
Author(s): Dharmsagar Gani, Narendrasagarsuri, Mahabhadrasagar
Publisher: Shasankantakoddharsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 56
________________ પ્રદીપિકા ૫૩ ઉત્સૂત્રભાષીઓના પૂર્વજો ઉત્સૂત્રભાષીઓ જ હોય છે. જેવી રીતે સાંપ્રતકાલના જે જિનચંદ્ર, જિનપતિ-આદિ જે પૂર્વજ ખતરો છે, તે ખરતરોના પૂર્વજ જિનદત્તાચાર્ય છે, અને જિનદત્તાચાર્યનો તો કોઈ પૂર્વજ નથી, જેથી તીર્થંકરો ગુરુ પારતંત્ર્યના અભાવવાળા છે. તેમ જિનદત્તસૂરિ ગુરુપારતંત્ર્યના અભાવ વડે કરીને જ સ્ત્રીજિન પૂજાનો નિષેધક આદિ સ્વરૂપ માર્ગના પ્રવર્તન માટે હોવાથી. જો આમ ન હોય તો લખ્યાના અનુસારે પૂર્વજની કલ્પના કરવામાં દિગંબર-પાશચંદ્ર આદિ બધાના પૂર્વજો સુધર્માસ્વામી આદિ થશે. અને તે સંભવતું નથી, કારણ કે પરસ્પર પ્રતિસ્પર્ધી એવા માર્ગોના વિવિધ માર્ગોના પ્રણેતા સુધર્મા સ્વામી સંભવે તો અનાષ્ટપણાનો પ્રસંગ થાય. તેથી કરીને જે જેના બતાવેલા માર્ગને અનુસરવાવાળો હોય તે તેનો પૂર્વજ કહેવાય, એ પ્રમાણેનો વિચાર કરવામાં પ્રવચનમાં કહેલી પરંપરાગત જે સામાચારી એનું આચરણ કરનારા પ્રવચનમાં કહેલાં સુધર્મા સ્વામી આદિ પુરુષો જ પૂર્વજો છે, બાકીના જે પ્રવચન અને પરંપરાથી પરામુખી થયેલા આત્માઓને, અમારા માર્ગના પ્રણેતા સુધર્મા સ્વામી આદિ છે, એ પ્રમાણેના વિકલ્પવાળાઓના સુધર્માસ્વામી આદિથી ભિન્ન જાણવા. પ્રવચન દ્વેષીઓના ઋષભ સ્વામી આદિ તીર્થંકરો પણ અમારા માર્ગના પ્રકાશક કરવા વડે કરીને કલ્પેલાં ભિન્ન જ જાણવા. અને તેથી જ કરીને ઉત્સૂત્રકંદકુદ્દાલ ગ્રંથમાં નિહ્નવોના કલ્પાયેલા તીર્થંકરો ઉત્સૂત્રભાષી જ જાણવા, એ પ્રમાણે કહેલ છે. તેથી કરીને કોઈપણ ઠેકાણે તેવું લખેલું હોય તો પણ તેની આજ્ઞાના વૈરીઓનો તે પૂર્વજ થતો નથી, અને કોઈ ઠેકાણે ન લખેલો હોય તો પણ તેની આજ્ઞાના રસીક આત્માઓનો પૂર્વજ થાય છે, એ પ્રમાણે પૂર્વજની ચતુર્વાંગી જાણી લેવી. વળી બીજી વાત ખરતોની પટ્ટાવલીમાં પણ શ્રીઅભયદેવસૂરિ પટ્ટધર તરીકે લખેલ નથી. પરંતુ ‘પાર્શ્વવર્તિ આચાર્ય’ તરીકે જણાવેલ છે, જેથી કરીને તે ખરતરની પટ્ટાવલીમાં પણ કોઈક ઠેકાણે ‘નવાંગીવૃત્તિના કર્તા શ્રી અભયદેવસૂરિ પટ્ટધર નથી, પરંતુ આચાર્ય છે અને તે પ્રભાવક તરીકે હોવાથી તેમને પટ્ટાવલીમાં લખેલ છે' એ પ્રમાણે લખ્યું છે, જેવી રીતે છત્રાઉલાગચ્છની પટ્ટાવલીમાં પણ ‘પાર્શ્વવર્નિસૂરિ’પણા વડે કરીને લખેલા છે તે આ પ્રમાણે -

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104