Book Title: Aushtrikmatotsutra Pradipika Sanuwad
Author(s): Dharmsagar Gani, Narendrasagarsuri, Mahabhadrasagar
Publisher: Shasankantakoddharsuri Jain Gyanmandir
View full book text
________________
પર
ઔષ્ટ્રિકમતોત્સત્રસાલમાં (૧૧૫૯) પૂર્ણિમા મત નીકળ્યો. ૧૨૦૪માં ખરતર મત નીકલ્યો, ૧૨૧૩માં આંચલીયા મત નીકળ્યો, ૧૨૩૬માં સાઈ પૂનમીયા નીકળ્યો અને ૧૨૫૦માં બે મતવાળો ત્રણ થોયનો મત નીકળ્યો, આ પાંચેય કુપાક્ષિક પક્ષો જાણી લેવા.
- હવે અહીંયા કોઈ કહે છે કે તમારા ગ્રંથોને વિશે જે ૧૨૦૪માં ખરતરની ઉત્પત્તિ લખાઈ છે તે રુદ્રપલ્લીય ખરતર મતની ઉત્પત્તિ લખેલી હશે? ત્યારે તેને કહેવું કે હે દેવાનુપ્રિય ! રુદ્રપલ્લીય ખરતર મતની ઉત્પત્તિ તો ખરતરની પટ્ટાવલીમાં ૧૨૦૫ વર્ષે જિનશખરથી થયેલી લખી છે, અને અમારા ગ્રંથને વિશે ખરતર મતની ઉત્પત્તિ ૧૨૦૪માં જિનદત્તાચાર્યથી જ લખેલી છે તેથી તેમાં કોઈ શંકાનું કારણ નથી. વળી ખરતર પટ્ટાવલીમાં જિનશેખરસૂરિથી રુદ્રપલ્લીય મતની ઉત્પત્તિ વિ.સં. ૧૨૦૫માં લખી તે પણ રુદ્રપલ્લીય ગ્રંથોની સાથે વિરોધવાળી હોવાથી અસત્ય જાણવી. કારણ કે તેના જ ગ્રંથને વિષે જિનશેખરસૂરિની પાટે પદ્મચંદ્ર અને તેની પાટે વિજયચંદ્ર અને તેની પાટે અભયદેવ સૂરિ, તે અભયદેવસૂરિથી રુદ્રપલ્લીય મતની ઉત્પત્તિ લખેલી છે, અને રુદ્રપલ્લીય સંઘતિલકસૂરિકૃત-સમ્યક્ત સપ્તતિકાની ટીકામાં કહેવું છે કે પટ્ટે તેમની પાટે અભયદેવસૂરિ, ગુણો વડે કરીને અદ્વિતીય થયા, અને જેનાથી અતુચ્છ એવો રુદ્રપલ્લીય ગચ્છ થયો છે તે જયવંતો વર્તે છે. આ પ્રમાણે તે રુદ્રપલ્લીય મતવાળાની દાનોપદેશમાલાની વૃત્તિમાં પણ કહેલું છે. - હવે કોઈક અપંડિત આ પ્રમાણે બોલે છે, ૧૨૦૪ વર્ષે ખરતરની ઉત્પત્તિ, જિનદત્તથી થઈ તે વાત તેમ હો, તો પણ આ નવાંગીવૃત્તિકાર ખરતરના પૂર્વજ તો હતા જ, તેની પટ્ટાવલીમાં આ પ્રમાણે લખેલું હોવાથી.
ત્યારે એવું બોલવાવાળાને આમ કહેવું કે હે દેવાનુપ્રિય ! પૂર્વે મલયગિરિસૂરિ આદિ ઘણાં આચાર્યો, કોઈની કેટલાકોની પાટને વિષે પણ વિદ્યમાન નહિ હોવાથી અને બહોળા શિષ્ય પરિવારથી રહિત હોવાથી દેવલોકમાં ગયા છે, તેઓને વર્તમાનકાળે કોઈક ઉસૂત્રભાષી પોતાની મતિએ કલ્પેલી પટ્ટાવલીમાં લખી નાખે તેટલા માત્રથી તે તેના પૂર્વજો થઈ જતાં નથી. પરંતુ, જે કહેલો માર્ગ તેને અનુસરવાવાળા હોય તેના તે પૂર્વજ થાય. એવો ન્યાય હોવાથી.