Book Title: Aushtrikmatotsutra Pradipika Sanuwad
Author(s): Dharmsagar Gani, Narendrasagarsuri, Mahabhadrasagar
Publisher: Shasankantakoddharsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 57
________________ ૫૪ ઔષ્ટ્રિકમતોત્સત્ર“શ્રી વર્ધમાનસૂરિ તેના બે શિષ્ય જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિ, તેમાં જિનેશ્વર સૂરિના જિનચંદ્રસૂરિ અને નવાંગીવૃત્તિકારશ્રી અભયદેવ સૂરિ, અને શ્રી જિનભદ્ર સૂરિ નામના ત્રણ શિષ્યો હતા, તે ત્રણની અંદર જિનચંદ્ર સૂરિ પટ્ટધર, તેની પાટે પ્રસન્નચંદ્ર સૂરિ, તેની પાટે દેવભદ્રસૂરિ તેની પાટે દેવાનંદ સૂરિ, તેની પાટે દેવપ્રભસૂરિ, તેની પાટે વિબુદ્ધપ્રભ સૂરિ, તેની પાટે શ્રી પદ્મપ્રભ સૂરિ ઇત્યાદિ. અને અભયદેવસૂરિ સંતાનીયા શ્રી પદ્મપ્રભસૂરિ વિરચિત શ્રી મુનિસુવ્રત સ્વામી ચરિત્રમાં કહેલું છે કે - यन्मुखाऽऽवासवास्तव्या, व्यवस्यति सरस्वती । गन्तुं नाऽन्यत्र स न्याय्यः श्रीमान् देवप्रभप्रभुः ॥४॥ मुकुरतुलामंकुरयति वस्तु प्रतिबिम्बविशदमतिवृत्तं । श्रीविबुधप्रभचित्तं न विधत्ते वैपरीत्यं तु ॥५॥ तत्पदपद्मभ्रमरश्चके पद्मप्रभश्चरितमेतत् ।। विक्रमतोऽतिक्रान्ते वेदग्रहरवि १२९४ मिते समये ॥६॥ • જેમના મુખરૂપી મકાનમાં રહેનારી સરસ્વતી વ્યવસાય કરે છે, અને બીજે જઈ શકતી નથી તે ન્યાયની વાત છે, એવા શ્રીમાન દેવપ્રભસૂરિ હતાં. • જેમના વિશદ મતિવાળા વર્તનનું પ્રતિબિંબ દુકૂરતુલાને અંકુરિત કરે છે, તે વિબુદ્ધપ્રભસૂરિનું ચિત્ત વૈપરીત્યતાને ભજતું નથી. • તેમના પદરૂપી જે કમલ તેના ભ્રમર સમાન એવા પદ્મપ્રભે આ ચરિત્ર વિ. સં. ૧૨૯૪માં બનાવ્યું. હવે અહીં કોઈક એમ બોલે છે, તમે પૂર્વે કહેલી પટ્ટાવલી છત્રાલિા ગચ્છ સંબંધીની છે તે કેવી રીતે જાણી ? તો તેને એ રીતે જવાબ દેવો કે હે મિત્ર ! સં. ૧૨૯૯ની સાલમાં પાટણ નગરમાં બધા આચાર્યોએ ભેગા થઈને શાસન મર્યાદાને માટે એક મતપત્રક બનાવ્યુંતેમાં નવાંગીવૃત્તિકાર શ્રી અભયદેવસૂરિના સંતાન છત્રાલેલા શ્રી દેવપ્રભસૂરિ શિષ્ય શ્રી પદ્મપ્રભસૂરિ એ પ્રમાણે લખેલું છે, તેથી કરીને જાણ્યું.

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104