Book Title: Aushtrikmatotsutra Pradipika Sanuwad
Author(s): Dharmsagar Gani, Narendrasagarsuri, Mahabhadrasagar
Publisher: Shasankantakoddharsuri Jain Gyanmandir
View full book text
________________
X2
ઔષ્ટિકમતોત્સત્રપાછા સમ્યક્ત પમાડવાનો ઉપાય બતાવાશે. ચોથા અધિકારમાં ઔષ્ટ્રિકમત ઉસૂત્રનું ઔષ્ટ્રિકના મુખેથી જ બોલાવવાનો ઉપાય જણાવાશે.
તેમાં પહેલાં અધિકારમાં ઔષ્ટ્રિકના ત્રણ નામો છે, તે આ પ્રમાણે : ઔષ્ટ્રિક, ચામુંડિક અને ખરતર, તેમાં ખરતર મતનો આકર્ષક જિનદત્ત આચાર્ય, સંઘની ઉક્તિથી ભય પામેલો ઊંટ ઉપર બેસીને પાટણથી જાવાલપુર પહોંચ્યો, તેથી કરીને લોકોએ સાર્થક એવું ઔષ્ટિક નામ આપ્યું, અને ઉસૂત્ર કંદકુદ્દાંલ નામના ગ્રંથના પાંચમાં વિશ્રામમાં કહ્યું છે
जिनदत्तक्रियाकोशच्छेदोऽयं यत्कृतस्ततः। सङ्घोक्तिभीतितस्तेऽभू-दारुह्योष्ट्रं पलायनम् ॥१॥ જિનદત્ત વડે ક્રિયા સમુદાયનો જે છેદ કરાયો તેથી કરીને સંઘની ઉક્તિથી ભય પામેલાં એવા તેનું ઊંટ ઉપર આરુઢ થઈને પલાયન કરવાનું થયું.
તેવી જ રીતે પોતાના મતની વૃદ્ધિને માટે ચામુંડિકા દેવીનું જિનદત્ત વડે આરાધન કરાયું, અને તેથી કરીને લોકો વડે કરીને જે ચામુંડિક નામ દેવાયું છે તે સાર્થક છે. અને ઉસૂત્ર કંદકુંદાલ નામના ગ્રંથના પાંચમા વિશ્રામમાં કહેલું છે કે – 'सूर्याभनाट्यवत् ते किं, नर्तक्यो न जिनाङ्गणे ।
चैत्याऽऽनायतनं यत्तद्युक्तं चामुण्डिकस्य ते' ॥२॥ .
સૂર્યાભ દેવના નાટકની જેમ જિનેશ્વર ભગવાનના મંદિરમાં તારે નર્તકીઓ કેમ નથી? તેથી કરીને ચામુંડિક એવા તારા ચૈત્યનું અનાયતનપણું જે છે તે યુક્ત છે.
તથા ત્રીજું ખરતર નામ યાદચ્છિક છે, એટલે પૂછતા એવા લોકોની સામે જિનદત્તે પોતે જ પ્રગટ કરેલું છે. જેવી રીતે આંચલિકે પોતાના પક્ષનું વિધિપક્ષ નામ રાખ્યું, ત્રિસ્તુતિકે આગમિક એ પ્રમાણે આપ્યું, લોકોએ આપેલા નામથી લજ્જા પામતા એવા તેઓએ પોતાની જાતે જ નિહેતુક અને અર્થશૂન્ય નામ પ્રગટ કર્યા છે તેવી રીતે આ પણ છે.