Book Title: Aushtrikmatotsutra Pradipika Sanuwad
Author(s): Dharmsagar Gani, Narendrasagarsuri, Mahabhadrasagar
Publisher: Shasankantakoddharsuri Jain Gyanmandir
View full book text
________________
પ્રદીપિકા
४सं
પરંતુ આ ઔક્ટ્રિક અને ચામુંડિક નામની જેમ ‘અતિશય ખર=કઠોર તે ખરતર' એ પ્રમાણે તેના મતના અભિપ્રાય વડે કરીને ખરતર એ પ્રમાણે લોકોએ આપેલું નામ સાર્થક છે. કોઈપણ ઠેકાણે ઉત્સૂત્રકંદકુંદાલ આદિમાં આ નામનું સહેતુક કે સાર્થકપણાનું દર્શન નહિ થતું હોવાથી.
હવે વાદી પ્રશ્ન કરે છે કે યાદૈચ્છિક એ નામનો અર્થ શું ? એ પ્રમાણે પૂછતો હો તો સાંભળ. જે હેતુશૂન્ય હોય, પોતાની મતિકલ્પનાએ કલ્પેલું હોય અને સંકેતરૂપ હોય તેને યાદચ્છિક કહેવાય છે, જેવી રીતે દેવનો દીધેલો ન હોય તો પણ દેવદત્ત નામ કહે તે યાદૈચ્છિક નામ કહેવાય છે.
હવે કોઈક લોકો તેના મતનું આલંબન લઈને બોલે છે કે હે વિચક્ષણ ! ઔષ્ટ્રિક પટ્ટાવલીમાં અને ઔષ્ટ્રિકે બનાવેલ ષષ્ઠીશતક આદિની વૃત્તિમાં ખરતરના નામની સહેતુકતા અને સાર્થકતા કહેલી છે. ત્યારે તેવું કહેનારની સામે જવાબ આપવો કે :
હે દેવાનુપ્રિય ! કોઈ પણ બુદ્ધિમાન સભ્યદ્ધિ વડે કરીને ચામુંડિક શાસ્ત્રનું અવલોકન કર્યા પછી તેની સત્યપણે શ્રદ્ધા કરતો નથી. જેથી કરીને ઔષ્ટ્રિકમતવાળાએ બનાવેલ આધુનિક ગ્રંથોને વિશે કોઈક-ઠેકાણે ચોર્યાશી મઠપતિઓને જીતીને દુર્લભરાજાની સભા સમક્ષ શ્રી જિનેશ્વર સૂરિ વડે કરીને સંવત-૧૦૨૪મા વર્ષે અને કોઈક ઠેકાણે ૧૦૮૦મા વર્ષે ખરતર બિરુદ મેળવાયું છે તેમ લખાયું છે. અને તે તદ્દન ખોટું છે. કારણ કે તે કાલે દુર્લભ રાજાનું જ દુર્લભપણું હતું, અર્થાત્ અસ્તિત્વ નહોતું. કારણ કે દુર્લભરાજા ૧૦૬૬-વર્ષે પાટણમાં રાજ્ય પર આવ્યો અને ૧૦૭૭ વર્ષે પરલોક સીધાવ્યો. એ પ્રમાણે કુમારપાલ પ્રતિબોધ આદિમાં કહ્યું છે. વળી તેના ખરતર પૂર્વજ પણ ગણધર સાર્ધશતકની વૃત્તિ કરતાં જેવો તેવો પ્રલાપ કરવા છતાં પણ કોઈપણ ઠેકાણે ખરતર બિરુદ લખ્યું નથી. તે વાત પણ સાથે સાથે વિચારવી.
વળી સર્વસંમત એવા પ્રભાવક ચરિત્રને વિશે અને બુદ્ધિસાગર સૂરિજીએ રાજાના ઉપ૨ોધ વડે કરીને મઠપતિઓની આજ્ઞા વડે શ્રી જિનેશ્વરસૂરિએ પત્તન-પાટણને વિષે સ્થિતિ કરી, એટલું જ માત્ર લખ્યું છે.
પરંતુ મઠપતિઓની સાથે વાદ કર્યો અને ત્યાર પછી ખરતર બિરુદ મળ્યું ઇત્યાદિ વાતની ગંધ પણ નથી, તે આ પ્રમાણે :