________________
જ છે એમ રાખીને એ જ્ઞાનવાક્યો ઉપયોગમાં લેતા જઈશું. અંતમાં આનંદ વધવો જોઈએ, મુક્તતા વધવી જોઈએ, વ્યવહારમાં લોકો જોડે અભેદતા ને પ્રેમ વધવા જોઈએ એ અનુભવ કક્ષાનું પ્રમાણ !
આપણા થકી જ્યાં સુધી બીજાને કંઈ પણ દુઃખ થાય છે, વ્યવહારમાં કોઈના દોષ કે નેગેટિવ દેખાય છે, અગર તો વિષયનો વિચાર પણ આવી જાય છે, ત્યાં સુધી પોતે જાગૃત રહેવાની જરૂર છે કે હજુ કષાયો ડિસ્ચાર્જમાં ખાલી થયા નથી. પણ એ ઉપશમ છે, સંપૂર્ણ ક્ષય થયા નથી. માટે આપણે આધીનતા રાખી, આજ્ઞા એ જ ધર્મ ને આજ્ઞા એ જ તપનો પુરુષાર્થ ચાલુ રાખો. આત્માના ગુણો કે સ્વરૂપની જે વાત આપણને સમજાય છે તે થિયરેટિકલ છે, તેને પ્રેક્ટિકલ થવા દો. ત્યાં સુધી લઘુતમ ભાવ ધારણ કરી મોક્ષનું કામ કાઢી લેવું છે. મુખ્યપણે મૂળ સિદ્ધાંતોને સમજ સમજ કર્યું જઈશું. “મને કંઈક વિશેષ વર્તે છે એમ માનીને ફુલ પોઈન્ટ (પૂર્ણ વિરામ) મૂકવું નહીં, એમાં કોમા (અલ્પ વિરામ) રાખવો.
દાદાશ્રી કહે છે કે મને તમારા બધા સાથે કેમ જુદાઈ નથી રહેતી ને અભેદતા જ રહે છે ? કારણ કે અમે નિરંતર આત્મારૂપે રહી જગત (જીવમાત્ર)ને આત્મારૂપે જ જોઈએ છીએ. અમને અજ્ઞાનનો અમલ પૂરેપૂરો ઊતરી ગયો છે, જ્યારે તમને હવે ઊતરી રહ્યો છે. બાકી તમે મારા જેવા જ આત્મા છો. પોતે પૂર્ણ કેવળજ્ઞાન સ્વરૂપી આત્મા જ છે. ફક્ત સંજોગોના દબાણથી અજ્ઞાનનો અમલ ચઢ્યો છે. પોતે બગડ્યો જ નથી, પોતે એવો ને એવો જ રહીને આ રોંગ બિલીફ ઊભી થઈ ગઈ છે. પોતાનું મૂળ સ્વરૂપ એવું ને એવું જ છે. પોતાના ગુણો બગડ્યા જ નથી, પોતાનો સ્વભાવ બગડ્યો જ નથી. ફક્ત આ સંજોગોથી વિશેષભાવ ઊભો થઈ ગયો છે ને પરિણામે સંસાર ઊભો થઈ ગયો. દાદાશ્રીએ એમની જ્ઞાનસિદ્ધિથી સ્વરૂપનું અજ્ઞાન મિટાવી દીધું એટલે પોતે મુક્ત થઈ ગયો.
જે પદ શ્રી સર્વશે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો.” એ વસ્તુ જ્યારે પોતે આ દિવ્ય જ્ઞાનવાણીનું આરાધન કરતા કરતા અનુભવે છે ત્યારે આખો સિદ્ધાંત પોતાના હાથમાં આવી જાય છે.
આવા કાળમાં આત્માના સ્વરૂપનું વાણી દ્વારા શબ્દોમાં વર્ણન આપી