________________
ચઢી મોક્ષમાર્ગ ચૂકાવી દેશે. આ તો આત્માના સ્વરૂપને ઓળખવા માટે જુદા જુદા દૃષ્ટાંતો ગોઠવીને પોતાના મૂળ સ્વરૂપની ગેડ બેસે તે અર્થે સાધનરૂપે વિવિધ રૂપકો, દૃષ્ટાંતો છે. સાધ્ય સ્વરૂપ તો પોતાનો આત્મા જે નિરંતર જ્ઞાતા-દ્રષ્ટા માત્ર છે અને કેવળજ્ઞાન સ્વરૂપ જ છે, સ્વ-પર પ્રકાશક જ છે, તે પામવાનો છે.
આ વાણી વાંચીએ પણ પ્રેક્ટિકલી તો રોજ ઊભો થતો કષાયવિષયનો માલ અને એ ગાંઠો બધી ચોખ્ખી કરવાનો પુરુષાર્થ મુખ્ય રહે છે. આપણને જે દર્શનમાં આવ્યું છે, જેની પ્રતીતિ બેઠી છે, તેની જ જાગૃતિ વધારવાની છે અને તપના પુરુષાર્થમાં આવવાનું છે. આપણને જેમ જેમ પોતાના દોષો દેખાય, સામો નિર્દોષ દેખાય, ફાઈલ નંબર ૧ - ચંદુ શું કરે છે, એના જ્ઞાતા-દ્રષ્ટા રહીશું, તેમ તેમ ઉપરની કક્ષાએ આગળ વધીશું.
જેમ જેમ ભરેલો માલ, ભરેલો મોહ, કષાયો, પ્રકૃતિ ખાલી થતા જશે, તેમ તેમ જાગૃતિ જ જ્ઞાનમાં પરિણામ પામશે. જેમ જેમ શુદ્ધ ઉપયોગમાં રહીશું, તેમ તેમ અનુભવની કક્ષા આવતી જશે. સંસારી બાબતો, માન-અપમાન, નફો-નુકસાન આદિ ધંધોની અસરોથી મુક્ત થવાતું જશે તેમ તેમ અનુભવદશા વધતી જશે. પછી આગળની દશામાં પોતાનું સ્વરૂપ દેખવામાં દાદા ભગવાનની આ આપ્તવાણી વધુ હેલ્પ કરશે.
આ વાણી વાંચીશું, સમજીશું અને ખ્યાલમાં રાખીશું કે મને જે આ સ્વરૂપ સમજાય છે એ રૂપ મારે થવું છે અને એ દશા નિરાલંબની છે, એને સ્પષ્ટ વેદન કહેવાય. ત્યાં સુધી પહોંચવાનો આ ભવનો મારો ધ્યેય છે પણ એક દિવસમાં ધ્યેય પૂરેપૂરો સિદ્ધ નહીં થાય. તે માટે ધ્યેયને લક્ષમાં રાખી રોજેરોજના પાંચ આજ્ઞા પાળવાના, પોતાની ફાઈલ નંબર એકના દોષોને ચોખ્ખા કરવાના, શુદ્ધ ઉપયોગમાં રહીને પ્રકૃતિને જુદા જોવાના અને ફાઈલોના સમભાવે નિકાલ કરવાના પુરુષાર્થમાં જ રહીશું. જેમ જેમ ફાઈલોના સમભાવે નિકાલ થતા જાય, તેમ તેમ જ્ઞાતા-દ્રષ્ટાપણું વધતું જાય. ત્યાર પછી ધીમે ધીમે કેવળજ્ઞાન સ્વરૂપમાં પહોંચાય.
આપણે જેટલું જ્ઞાન સમજી ગયા છીએ અને વ્યવહારમાં ટેસ્ટિંગમાં લેતા જઈશું અને તે એક વખત નહીં, પણ હંમેશાં પૂર્ણાહુતિમાં હજી કાચું