Book Title: Agamni Sargam Author(s): Hemchandrasagarsuri Publisher: Agamoddharak Pratishthan View full book textPage 9
________________ ભાડું ને સિદ્ધપુરની યાત્રા” નથી. હજી ઘણી ડડમઝલ કાપવાની છે. ઊઠો... બેસી રહેવાનો આ સમય નથી. આવે ટાણે મહાનિશીથની પંકિત સાદ દે છે. उज्जमह मा विसीयह तरतम जोगो इमो दुल्लहो! આગમની આ આરસી પર ક્યારેક સંજોગના વિપરીત સમીરથી અજ્ઞાનની ધૂળ ચઢી જાય છે ત્યારે એને સંવારનારો કોઈ બંકો બેઠો થતો જ હોય છે. છેલ્લી ત્રણ સદીમાં એવો બંકો નજરે ચઢતો હોય તો એકમાત્ર છે, આગમોદ્ધારક પૂજય આનંદસાગરસૂરીશ્વરજી મ.! ઘણું જાજવલ્યમાન પ્રકાશ્યમાન અને પ્રેરક એઓશ્રીનું જીવન-કવન છે, આથીસ્તો તેઓશ્રીના કાળધર્મને પચાસ વર્ષ પૂર્ણ થતાં મુંબઈ, સુરત, અમદાવાદ, પાલિતાણામાં પૂજયશ્રીના જીવન-કાર્યને અનુલક્ષી વિવિધ આયોજનો થવા પામ્યાં.. ઘણાં બધાં આયોજનો થયાં અને જનાકર્ષક ઘણી બધી પ્રવૃત્તિઓ થવા પામી, જેમાં પૂ. આગમોદ્ધારક શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ.નો ગગનચિરી જયનાદ અનવરત ગુંજતો રહ્યો, પરંતુ આ નિમિત્તને લઈ પાલિતાણામાં ચમકેલાં આયોજનો કંઈક નવી જ ભાત પાડી ગયાં. વર્તમાનકાળમાં સર્વાધિક પૂ. સાધુ-સાધ્વીજીની સંખ્યા ધરાવનાર વિરાટ સાગર સમુદાયના ગચ્છાધિપતિ શ્રી સૂર્યોદયસાગરસૂરીશ્વરજી મ.ના સાંનિધ્યમાં પૂ. સાગરજી મ.ના જન્મદિવસ નિમિત્તે ત્રિદિવસીય આયોજન સુનિશ્ચિત થયું. | તદ્દનુસાર અષાઢ વદ-૧૩ના રોજ ૪૫ આગમની અતિ ભવ્ય રથયાત્રા નીકળી, એમાં ૪૫ આગમોને બગીઓમાં પધરાવી આગમમંદિરના વિશાળ પટાંગણમાં પધરાવવામાં આવ્યા. આ રથયાત્રામાં પાલિતાણામાં બિરાજમાન તમામ પૂજયશ્રી (સત્તર સૂરિદેવાદિ) પધાર્યા. અષાઢ વદી ૧૪ના દિવસે ૪૫ આગમોની અષ્ટપ્રકારી પૂજાનું આયોજન ખૂબ જ રસાળ રહ્યું અને અષાઢ વદી અમાસના રોજ ગુણાનુવાદ સભામાં પૂજય ગચ્છાધિપતિ શ્રી સૂર્યોદયસાગરસૂરિ મ.ના સુમધુર કંઠે મંગલાચરણ બાદ પધારેલા પૂજય અધ્યાત્મયોગી આચાર્યદેવ શ્રીમદ્ વિજય કલાપૂર્ણસૂરી મ. આદિ તમામ પૂજયશ્રીઓએ પૂજય સાગરજી મ.ના જીવન વિષે સુણ્યા-અણસુણ્યા અનેક પ્રસંગો અને ગુણો પર પ્રવચન આદર્યા. સભામાં જનતાનો ધસારો એટલો બધો કે વિશાળ પટાંગણ સાંકડું પડ્યું. ત્રણ કલાક ચાલેલી સભાનો સમય ઓછો પડવાથી બપોરે ફરી સભા રાખવી પડી એનો પણ સમય ઓછો પડતાં બીજે દિવસે સવારે પણ ગુણાનુવાદ સભા આયોજવી પડી.Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 100