Book Title: Agam Satik Part 03 Suygadanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
શ્રુત-૧, ભૂમિકા
અથવા ઔદાકિ કર્ણવેધાદિ ઉત્તકરણ છે. વૈક્રિયનું ઉત્તરકરણ તે ઉત્તરવૈક્રિય છે, અથવા દાંત-કેશ આદિ બનાવવું તે ઉત્તસ્કરણ છે. આહાસ્કને ગમનાદિ ક્રિયા ઉત્તરકરણ છે. અથવા ઔદાકિનું મૂલ-ઉત્તર કરણ પાછલી અડધી ગાથાથી બીજી રીતે બતાવે છે. દ્રવ્યેન્દ્રિય મૂળકરણ છે તેનું વિષ-ઔષધાદિથી સુંદરતા વગેરે પમાડવું
તે ઉત્તરકરણ છે.
૨૧
[નિ.૭-] અજીવ આશ્રિત કરણ – (૧) સંઘાતકરણ - લંબાઈ, પહોડાઈમાં તાંતણા જોડીને કપડાનું તૈયાર કરવું, (૨) પરિસાટ કરણ - કરવત વડે શંખ આદિનું નિષ્પાદન. (૩) સંઘાત પરિસાટકરણ - ગાડા આદિ કરવા. (૪) તે બંનેનું નિષેધકરણ - ઠૂંઠાદિનું ઉર્ધ્વ કે તિછું આપાદન કરવું.
પ્રયોગકરણ કહીને હવે વિસસાકરણ કહે છે
[નિ.૮-] વિસસાકરણ આદિ, અનાદિ બે ભેદે છે. તેમાં અનાદિ તે ધર્મ, અધર્મ અને આકાશનું પરસ્પર અનુવેધ વડે રહેવું તે છે. એકબીજા જોડે સમાધાન અને આશ્રય લેવાથી અનાદિત્વને કારણે કરણત્વનો વિરોધ નથી. રૂપીદ્રવ્યોમાં બે અણુ વગેરેના પ્રક્રમ વડે ભેદ અને સંઘાતથી સંધપણું પામે છે તે સાદિ કરણ છે. પુદ્ગલ દ્રવ્યના દશ પ્રકારે પરિણામ છે. તે આ રીતે – બંધન, ગતિ, સંસ્થાન, ભેદ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અગુરુલઘુ અને શબ્દ.
તેમાં બંધ-સ્નિગ્ધ, રૃક્ષ પરમાણુના મળવાથી થાય, ગતિ પરિણામ તે દેશાંતર જવું તે. સંસ્થાન પરિણામ-પરિમંડલાદિ પાંચ ભેદે છે, ભેદ પરિણામ-ખંડ, પ્રાર, ચૂર્ણક, અનુતટિક, ઉત્કારિક એ પાંચ ભેદે છે. આ ખંડ આદિનું સ્વરૂપ બતાવનારી
આ બે ગાથા છે—
ખંડોનો ભેદ તે ખંડભેદ, પ્રતરભેદ તે વાદળના સમૂહનો છે, ચૂર્ણ તે કુટીકુટીને બનાવેલ તથા અનુતરીકા એટલે વંશવકલિકા અને સુકા તળાવમાં સમારોહમાં ભેદમાં ઉત્કરિકા ઉત્કીર્ણ છે. વિસસા પ્રયોગ મિશ્ર, સંઘાત અને વિયોગથી વિવિધ ગમ થાય છે.
વર્ણ પરિણામ-શ્વેતાદિ પાંચ વર્ણોની પરિણતિ છે, તેમાં બે વગેરેના સંયોગથી નવો રંગ બને તેનું સ્વરૂપ આ પ્રમાણે – જ્યારે એક ગુણો કાળો રંગ અને સફેદ રંગ બહુગુણ હોય તો કાળો રંગ ધોળામાં પરિણમે છે, જો ધોળો એક ગુણ હોય અને કાળો બહુ ગુણ હોય તો ધોળો રંગ બહુ કાળાની સાથે તે રૂપે પરિણમે. ધોળો અને કાળો સરખા ગુણ હોય તો કાપોત રંગમાં પરિણમે. એ રીતે પાંચે રંગ સંયોગ વડે જે-જે રંગમાં પરિણમે તેના ૩૧ ભાંગા થાય છે. આ પ્રમાણે ગંધ, રસ અને સ્પર્શ તથા સંસ્થાનોના સંયોગ વડે બહુવિકલ્પ પરિણામ આવે.
૩૧-ભંગો આ પ્રમાણે ચાય - દ્વિકસંયોગી-૧૦, મિકસંયોગી-૧૦, ચતુષ્કસંયોગી૫, પાંચ સંયોગી-૧, પ્રત્યેક રંગના જુદા જુદા-૫. અગુરુલઘુ પરિણામ પરમાણુથી આરંભીને અનંતાનંતપ્રદેશી સ્કંધ સુધી સૂક્ષ્મ હોય. શબ્દ પરિણામ તત, વિતત, ધન, શુષિર એ ચાર ભેદે છે. તથા તાલુ, ઓષ્ઠ, પુટનો વ્યાપાર આદિ અભિનિવૃત્તિ છે.
૨૨
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
આ સિવાય પણ પુદ્ગલોનું છાયા વગેરે પરિણામ છે, તે આ પ્રમાણે છે–
છાયા, આતપ, ઉધોત, અંધકાર અને સ્પંદન, એ પુદ્ગલોના પરિણામ સ્પંદન છે. છાયા ઠંડી અને અતિ પ્રકાશ નહીં તેવી આદિત્ય વગરની છે, ઉષ્ણપ્રકાશ તે આતપ છે. શીત કે ઉષ્ણ નહીં તેવો સમ પ્રકાશ એ ઉદ્યોત છે, કાળો-મલિન તમસ્ તે અંધકાર જાણવો, દ્રવ્યનું ચલણ, ફરકવું તે ગતિ જાણવી, તે વિશ્વસા, પ્રયોગ તથા પોતાથી, પારકાથી એમ બંને પ્રકારે થાય છે. આ સિવાય અભ્ર, ઇન્દ્રધનુપ્, વીજળી આદિ કાર્યોમાં જે પુદ્ગલો પરિણમે છે તે વિસસાકરણ છે - દ્રવ્યકરણ સમાપ્ત થયું.
[નિ.-] f、 ધાતુ નિવાસ અને ગતિ અર્થક છે. તેને અધિકરણમાં ‘ષ્ટ્ર' પ્રત્યય લાગી ક્ષેત્ર બન્યું. તે અવગાહના આપનાર લક્ષણવાળું આકાશ જાણવું. તે અવગાહના દાનની યોગ્યતા વિના કંઈ કરવા શક્તિમાન નથી. તેથી ક્ષેત્રમાં જે કરીએ તે ક્ષેત્રકરણ. નિત્યત્વ હોવા છતાં ઉપચારથી ક્ષેત્રનું કરણ તે ક્ષેત્રકરણ. જેમકે ઘર આદિ પાડી ખુલ્લું મેદાન કર્યું તે આકાશ કર્યું અને બાંધતા આકાશ રોક્યું કહેવાય. - ૪ - શેરડીના ક્ષેત્રનું કરવું, હળ આદિ વડે ખેતર ખેડી સુધારે તે ક્ષેત્રકરણ જાણવું. - x
[નિ.૧૦-] કાળનું પણ મુખ્ય કરણ સંભવતું નથી. છતાં ઉપચારથી દેખાડે છે, કોઈ જે કાળ ઘડી વગેરે નલિકાદિ વડે માપે છે. તે આ રીતે - ૬૦ ઉદકપળની એક ઘડી, બે ઘડીનું મુહૂર્ત ઇત્યાદિ કાલકરણ અથવા જે કાળમાં કરીએ તે અથવા કાળમાં કરણનું વ્યાખ્યાન તે કાળકરણ. એ ઓઘથી જાણવું. નામથી અગ્યાર કરણો છે. તે આ પ્રમાણે–
[નિ.૧૧ થી ૧૩-] બવ, બાલવ, કોલવ, તેતિલ, ગર, વણિજ્, વિષ્ટિ, શકુનિ,
ચતુષ્પદ, નાગ, કિંતુઘ્ન એ ૧૧-કરણ છે. છેલ્લા ચાર ધ્રુવ, પૂર્વના સાત ચલ છે. સદા ચૌદશની રાત્રે શકુની કરણ લેવું. પછી અનુક્રમે ચતુષ્પદ, નાગ અને કિંતુઘ્ન
લેવા. હવે ભાવકરણ કહે છે–
[નિ.૧૪-] ભાવકરણ બે ભેદે છે - પ્રયોગ અને વિસસા. તેમાં જીવ આશ્રિત પ્રાયોગિક મૂળકરણ પાંચે શરીરોની પર્યાપ્તિ છે. તે પર્યાપ્તિ - નામ કર્મોદયથી ઔદયિક ભાવમાં વર્તમાન જીવ પોતાના વીર્યથી ઉત્પન્ન થયેલ પ્રયોગ વડે બનાવે છે.
ઉત્તરકરણ પાછલી અડધી ગાયાથી કહે છે.
- ઉત્તરકરણ તે ક્રમ, શ્રુત, ચૌવન, વર્ણાદિ ચાર રૂપે છે.
– તેમાં ક્રમકરણ શરીર નિષ્પત્તિના ઉત્તકાળમાં બાલ, યુવા, વૃદ્ધાદિ ક્રમથી ઉત્તરોત્તર અવસ્થા વિશેષ. શ્રુતકરણ તે વ્યાકરણાદિ પરિજ્ઞાનરૂપ અવસ્થા વિશેષ તથા અપર કલા પરિજ્ઞાનરૂપ છે. ચૌવનકરણ તે કાલકૃત્ વય-અવસ્થા વિશેષ અથવા રસાયણ આદિ પ્રાપ્ત શક્તિ છે. તથા વર્ણ, ગંધ, રસ, સ્પર્શ કરણ, વિશિષ્ટ ભોજનાદિ વાપરતા જે વિશિષ્ટ વર્ણાદિ ફેરફાર થાય તે છે. વળી આ પુદ્ગલ વિપાકપણાથી વર્ણાદિનું અજીવ આશ્રિતપણું સમજી લેવું. હવે ભાવ વિસસા કરણ કહે છે–
[નિ.૧૫-] વર્ણાદિ એટલે રૂપ, રસ, ગંધ, સ્પર્શ તે જ્યારે જુદા જુદા રૂપાદિમાં