Book Title: Agam Satik Part 03 Suygadanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 59
________________ ૧/૩/૧/૧૩૬,૧૭૩ ૧૦૩ ૧૦૪ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ કઠોર અને દુસહ પરીષહોથી પીડિત સાધુ સંયમભ્રષ્ટ થાય - તે હું કહું છું. • વિવેચન : ઉપસંહારા કહે છે - હે શિષ્ય! આ ઉદ્દેશામાં આદિથી અંત સુધી દંશમસક આદિ પીડા ઉત્પાદક પરીષહો જ ઉપસર્ગો છે. તે સંપૂર્ણ સ્પર્શે છે. સ્પર્શેન્દ્રિયથી અનુભવાય માટે સ્પર્શ કહે છે. ઉકત અનાર્યકત ઉપદ્રવો પીડાકારી છે. અભસવવાળા સાધુ દુ:ખેથી રહે છે, કેટલાંક તે સહન ન થવાથી પુણ્યહીત કેટલાંક સાધુ અપયશ પામીને રણ મોચે તીરોના મારથી આકુળ બનેલ હાથી જેમ ભાગે તેમ નિર્બળ સાધુ પરવશ બની ભારે કમોંથી પાછા ઘેર જાય છે. અથવા તીવ્ર ઉપસર્ગોથી સંયમ તજી ઘેર જાય છે. - x - અધ્યયન-3 “ઉપસર્ગ પરિજ્ઞા” ઉદ્દેશા-૧નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ર્ક અધ્યયન-3 ઉદ્દેશો-૨ ર્ક ૦ ઉદ્દેશો પહેલો કહ્યો, હવે બીજો કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે - આ ઉપસર્ગ પરિા અધ્યયનમાં ઉપસર્ગો બતાવ્યા. તે અનુકૂળ અને પ્રતિકૂળ બે ભેદે છે. ઉદ્દેશા-૧ માં પ્રતિકૂળ કહ્યા. અહીં અનુકૂળ ઉપસર્ગ કહે છે. વિહાર કરતા જાય ત્યારે ડાંસાદિથી કરડાતાં તથા નિકિંચન હોવાથી ઘાસમાં સુતા તેના સ્પર્શને સહન કરવામાં અસમર્થ થઈ પીડાતો એવો કદાચ વિચારે કે પરલોકાર્થે આ કુકર અનુષ્ઠાન કરીએ છીએ, મેં પરલોક પ્રત્યક્ષ જોયો નથી. અનુમાનથી પણ જણાતો નથી, તેથી આવા દુઃખો સહન કરતાં કદી મારું મરણ થશે, તો પરલોકમાં બીજું કશું ફળ નથી. - કેશ લોચચી બધી બાજુએ તપેલા તથા વાળ ખેંચાતા નીકળેલ લોહીથી ઘણી પીડા થાય છે, ત્યારે અલાસવી ખેદને પામે છે તથા સ્ત્રીસંગ વિમુખ થતાં ગભરાઈ જાય છે. તે વાળ ખેંચાતા કે અતિ દુર્જય કામપીડાથી મુખજડ સાધુ સંયમાનુષ્ઠાનમાં શીથીલ થાય છે કે સંયમથી સર્વથા ભ્રષ્ટ થાય છે જેમ માછલાં નળમાં પકડાઈને મૃત્યુ પામે છે, તેમ તે રાંકડા બધાને પીડનાર કામથી હારીને સંયમ જીવિતથી ભ્રષ્ટ થાય છે. • સૂત્ર-૧૭૮ થી ૧૮૦ : આત્મા દંડાય તેવું આચરણ કરનાર વિપરીત ચિત્તવૃત્તિવાળા તથા રાગદ્વેષથી યુક્ત, કોઈ અનાર્ય પુરષ સાધુને પીડા પહોંચાડે છે...અનાર્ય દેશની સીમા પર વિચરતા સુવતી સાધુને - આ જાસુસ છે, ચોર છે; એમ કહીને અજ્ઞાની તેમને દોરીથી બાંધે છે અને કઠોર વચનથી ભર્સના કરે છે..દંડ, મુષ્ટિ કે ફલકથી મરે છે, ત્યારે તે સાધુ પોતાના જ્ઞાતિજનોને ક્રોધિત થઈ ઘેરથી નીકળી જનાર સ્ત્રીની માફક યાદ કરવા લાગે છે. • વિવેચન-૧૩૮ થી ૧૮૦ : આત્મા જેના વડે દંડાય-હિતી ભ્રષ્ટ થાય તે આત્મદંડ, જે અનાર્યોનું અનુષ્ઠાન છે તથા તેઓ વિપરીત આગ્રહમાં આરૂઢ, અંત:કરણ વૃત્તિવાળા છે તે મિથ્યાવથી ઉપહત દષ્ટિવાળા છે. તથા તે હર્ષ-દ્વેષથી યુક્ત થતુ રાગ-દ્વેષથી આકુળ છે, આવા અનાર્યો, સદાચારી સાધુને ક્રીડા કે દ્વેષથી ક્રૂર કર્મ કરીને દંડ આદિથી કે વચનથી સંતાપે છે. તે જ બતાવે છે– પૂવક્ત અનાર્યો આત્માનું અહિત કરનારા, મિથ્યાત્વથી હણાયેલ બુદ્ધિવાળા, ગદ્વેષયુકત છે. અનાર્ય દેશમાં આવતા સાધુને કહે છે કે આ જાસૂસ છે, ચોર છે, એમ માનીને સુવતી સાધુને પીડે છે, દોરડા વડે બાંધે છે. સતુ-અસત્ વિવેકરહિત તે અજ્ઞાની ક્રોધ વચનથી સાધુને તિરસ્કારે છે. તે અનાદેિશની સીમાઓ વર્તતા સાધુને અનાર્યો દંડ કે મુઠ્ઠીથી મારે છે અથવા બીજોરા આદિ ફળયી કે તલવારથી કર્થના કરે છે ત્યારે કોઈ અપરિણત, અજ્ઞાન સાધુ સ્વજનોને યાદ કરે છે. જેમકે - જે અહીં મારા સંબંધી હોય તો મને આવી કદર્શના ન થાત. જેમ કોઈ સ્ત્રી ક્રોધથી ઘરચી નીકળી ગયેલ, નિરાધાર બની, માર્ગમાં સૌને વહાલી લાગતી હોવાથી ચોરો દ્વારા પીડાતાં પોતાના સગાને યાદ કરે, તેમ સાધુ સગાને યાદ કરે છે. • સૂત્ર-૧૮૧ - જેમ બાણોથી વિદ્ધ હાથી સંગ્રામમાંથી ભાગે, તેમ હે શિષ્યો ! પૂવક્ત • સૂ-૧૮૨ : નેહાદિ સંબંધરૂપ અનુકૂળ ઉપસર્ગો સૂક્ષ્મ છે, સાધુ માટે તે દુધ્યિ છે. અહીં જે કોઈ સાધુ વિષાદ કરે છે, તે સંયમ પાલનમાં સમર્થ થતાં નથી. • વિવેચન : હવે પ્રતિકૂળ ઉપસર્ગ પછી અનુકૂળ ઉપસર્ગો કહે છે. • x • હવે • x • કહેવાતા અનુકૂળ ઉપસર્ગો સૂક્ષ્મ છે. કેમકે તે પ્રાયઃ ચિતમાં વિકાર કરનારા હોવાથી અંદર રહેલા છે, પ્રતિકૂળ ઉપસર્ગો ઘણે ભાગે શરીરને પીડાકારી હોવાથી પ્રગટરૂપે બાદર છે. સંગ એટલે માતા-પિતાદિનો સંબંધ જે સાધુને પણ છોડવો મુશ્કેલ છે, પ્રાય જીવિતનો નાશ કરે તેવા પ્રતિકૂળ ઉપસર્ગોમાં માધ્યસ્થતા રાખવી મહાપુરુષ માટે શક્ય છે, પણ અનુકૂળ ઉપસર્ગો તેવા મહાત્ સાધુને પણ ધર્મથી પતિત કરે છે, માટે ડતર છે. આવા ઉપસર્ગો આવતા કેટલાંક અલાસવી સત્ અનુષ્ઠાનમાં શીથીલ બને છે અથવા સર્વથા સંયમને તજે છે. પણ પોતાને સંયમાનુષ્ઠાનમાં પ્રર્વતાવવા કે સ્થાપવા સમર્થ થતા નથી. હવે સૂક્ષ્મ સંગોને કહે છે. • સૂત્ર-૧૮૩ થી ૧૮૫ : સાધુને જોઈને તેના સ્વજન તેની પાસે જઈ રહે છે અને કહે છે કે - હે તાતાં તું અમારું પાલન કરે. અમે તને ખોસેલ છે, તે અમને કેમ છોડે છે? [સાધુને કહે છે) હે તાત! તારા પિતા વૃદ્ધ છે, તારી બહેન નાની છે.

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112