Book Title: Agam Satik Part 03 Suygadanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 63
________________ ૧૬૧ ૧/|૩|૨૦૬ થી ૨૦૮ કહ્યું છે કે લખું, ઠંડ, અનિયત, કાલાતિકાંત, વિરસ ભોજન, ભૂમિ શયન, લોચ, અસ્નાન અને બ્રહ્મચર્ય [આ બધું કેમ થશે ?] જેમ માર્ગનો અજાણ્યો વિચારે છે કે આ માર્ગ ઇચ્છિત સ્થાને જાય છે કે નહીં? એવી શંકામાં પડે છે, તેમ આ બીકણ સાધુ, સંયમભાના વહનમાં શંકિત થઈને નિમિત્ત, ગણિત આદિ આજીવિકા માટે શીખી રાખે છે. હવે મહાપુરુષનું વર્તન બતાવે છે– • સૂત્ર-૨૦૯,૧૦ - જેઓ જગપ્રસિદ્ધ અને વીરોમાં અગ્રગણ્ય છે, તેઓ યુદ્ધના સમયે પાછળ જોતાં નથી, [તેઓ સમજે છે] મરણથી વિશેષ શું થશે ? આ પ્રમાણે જે ભિન્ન ગૃહસ્થ બંધન છોડીને, સાવધ ક્રિયા ત્યાગીને સંયમમાં ઉધત થયા છે, તે મોક્ષ માટે શુદ્ધ સંયમમાં સ્થિર રહે છે. • વિવેચન-૨૦૯,૨૧૦ : જે મહાસત્વી છે, શત્રુ સામે લડતાં પ્રખ્યાત થયા છે, તેઓ શૂરવીરોમાં મુખ્ય છે, યુદ્ધ સમયે લશ્કરના મોખરે રહે છે. તેઓ યુદ્ધમાં પ્રવેશીને નાસીને જવાને દુર્ગ આદિ રક્ષણ શોધતા નથી. તેઓ અભંગકૃત બુદ્ધિવાળા છે, તે એવું માને છે કે - અહીં આપણે બીજું શું થવાનું છે ? બહુ-બહુ તો મરણ થશે. તે મરણ પણ શાશ્વત ચશના પ્રવાહવાનું છે, તેનું દુ:ખ આપણને અ૫ મધ્ય છે. કહ્યું છે કે - નાશવંત ચપળ પ્રાણો વડે અવિનશ્ચર યશ વાંછતા કદાચ શૂરોનું મરણ થાય તો પણ તેને શું નથી મળ્યું? આ દેટાંતથી બોધ આપે છે - જેમ સુભટ નામ-કુળ-શૌર્ય-શિક્ષા વડે વિખ્યાત છે, તેઓ બાવર પહેરેલા, તલવાર લીધેલા, શગુને ભેદી નાંખનારા પાછળ જોતાં નથી, તેમ મહાસવી સાધુ પણ પરલોક પ્રતિસ્પર્ધી ઇન્દ્રિય, કષાયાદિ શત્રુ વર્ગને જીતવા સંયમમાં ઉસ્થિત છે. કહ્યું છે - ક્રોધ, માન, માયા, લોભ, પાંચ ઇન્દ્રિયો આત્માને જીતવા મુશ્કેલ છે, પણ આત્મા જીતતા બધું જીતાયું છે. કઈ રીતે દીક્ષા લેવા તૈયાર થયો ? ગૃહપાશને ત્યાગીને, સાવધ અનુષ્ઠાન છોડીને, આત્માને કલંકરૂપ સર્વકર્મથી નિર્મળ કરવા તૈયાર થયેલ અથવા આત્મા એટલે મોક્ષ કે સંયમ, તેના ભાવ માટે સંયમ ક્રિયામાં બરોબર લક્ષ રાખનાર થાય. • સૂત્ર-૨૧૧ - સંયમજીવી સાધુની કેટલાંક નિંદા કરે છે, પણ જેઓ આ પ્રમાણે નિંદા કરે છે તે સમાધિથી દૂર રહે છે. • વિવેચન-૨૧૧ - - X - તે સાધને કેટલાક પરસ્પર ઉપકારહિત દશનવાળા લોઢાની સળી સમાન છે, તેવા ગોશાલક મતાનુયાયી આજીવિક કે દિગંબરો જે કહે છે, તે આગળ ૧૧૨ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ કહેશે, પણ આ સાધુઆચાર એ પરોપકારપૂર્વક શોભન જીવન છે. તે અધર્મીઓ સાધુઆચારની નિંદા કરે છે, તેથી સમાધિથી થતુ મોક્ષથી - સમ્યક્ ધ્યાનથી - સદનુષ્ઠાનથી દૂર રહે છે. હવે સાધુના નિંદકો શું બોલે છે ? તે કહે છે• સૂત્ર-૨૧૨,૨૧૩ : તમારો વ્યવહાર ગૃહસ્થ સમાન છે, પરસ્પર મૂર્શિત છો, બીમાર સાધુ માટે આહાર લાવીને આપો છો...આ પ્રમાણે તમે સરાણી છો, એક બીજાને આધીન છો, સાથ અને સન્માગરહિત છો, સંસારના અપાગ છો. • વિવેચન-૨૧૨,૨૧૩ : એકીભાવ વડે પરસ્પર ઉપકાર વડે પગ, પ્રી આદિ સ્નેહપાશ વડે બદ્ધ, સમાન વ્યવહાર-અનુષ્ઠાન જેનું છે તે સમકક્ષ, સંબંધ સમકક્ષ એટલે ગૃહસ્થના જેવું અનુષ્ઠાન કરનારા. જેમ ગૃહસ્થો પરસ્પર ઉપકાર વડે માતા પુગમાં કે પુત્ર માતામાં મર્થિત રહે, તેમ તમે પણ ગુરુ-શિષ્ય આદિ ઉપકાર ક્રિયા કલ્પનાથી પરસ્પર મુર્શિત છો. ગૃહસ્થમાં પરસ્પર દાનાદિ ઉપકારનો ન્યાય છે, પણ સાધુઓનો નથી. કેમ પસાર મૂર્ણિત છો ? એ દશવિ છે - જ્યારે કોઈ સાધુ બીમાર હોય ત્યારે ગુરુ બીજા સાધને ગ્લાન યોગ્ય આહાર શોધી તે ગ્લાનના ઉપકાર માટે આપવા તથા આચાર્યાદિની વૈયાવૃત્ય આદિ ઉપકાર માટે વર્તવા કહે છે. તેથી સાધુ ગૃહસ્થ જેવા જ છે. તે વાદીઓ કહે છે - આ રીતે પરસ્પર ઉપકાર આદિથી તમે ગૃહસ્થ જેવા સરાણી જ છો, પરસ્પર વશ વર્તી છો. યતિઓ નિઃસંગપણાથી કોઈને આધીન હોતા નથી, કેમકે તે ગૃહસ્થોનો આચાર છે. તેથી તમારો સદ્ભાવ અને પરમાર્થ નાશ પામ્યા છે, ચતુર્ગતિ સંસાર ભ્રમણથી તમે પાર જવાના નથી. આ પ્રમાણે પૂર્વપક્ષ કહો, હવે જૈનાચાર્ય તેનો ઉત્તર આપે છે– • સૂગ-૨૧૪ થી ૧૬ : આ પ્રમાણે અન્યતીથ્રિએ કહેતા મોક્ષ વિશારદ મુનિ તેમને કહે છે કે - આ પ્રમાણે બોલતા તમે જે પાનું સેવન કરો છો...તમે ધાતુના પાત્રમાં ભોજન કરો છે, રોગી સાધુ માટે ભોજન મંગાવો છો, સચિત્ત બીજ અને પાણીનું સેવન કરો છો અને ઔશિક આહાર વાપરો છો...તમે કમબંધનરૂપ તીન અભિતાપી લિપ્ત છો, વિવેકશૂન્ય અને સમાહિત છો, ઘાવને અતિ ખંજવાળવો શ્રેયસ્કર તરી. એમ કરવાથી વિકાર gધે છે. • વિવેચન-૨૧૪ થી ૨૧૬ : એ રીતે પ્રતિકૂળપણે ઉપસ્થિત વાદીને સખ્ય દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગ પ્રરૂપક જૈન સાધુ કહે છે - તમે પૂર્વે જે કહ્યું તે બે પાનું સેવન છે – ૧. અસત્ પ્રતિજ્ઞાનો સ્વીકાર અથવા રાગદ્વેષાત્મક બે પક્ષ. કારણ કે તમારો પક્ષ દોષિત છતાં તેના સમર્થનથી તમે સગી છો, અમારા નિકલંક માર્ગને નિંદવાથી તમે તેણી છો, માટે તમે બે પક્ષને સેવો છો. આ પ્રમાણે બીજ, પાણી, ઉદ્દિષ્ટ કૃત ભોજનથી ગૃહસ્થ જેવા

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112