Book Title: Agam Satik Part 03 Suygadanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 94
________________ ૧/૬/-/૩૭૨,૩૭૩ ૧૭૩ * સૂત્ર-3૭૨,393 : જેમ હાથીઓમાં ઐરાવત, મૃગોમાં સિંહ, નદીમાં ગંગા, પક્ષીઓમાં વેણુદેવ ગરૂડ શ્રેષ્ઠ છે, તે રીતે નિણિવાદીઓમાં જ્ઞાતપુત્ર વીર શ્રેષ્ઠ છે. જેમ યોદ્ધાઓમાં વિશ્વોન, પુષ્પોમાં કમળ, ક્ષત્રિયોમાં દંતવા શ્રેષ્ઠ હતા, તેમ ઋષિઓમાં ભગવંત વર્ધમાન શ્રેષ્ઠ છે. • વિવેચન-૩૭૨,393 : જેમ ઉત્તમ હાથી મધ્યે શક્રેન્દ્રનું વાહન ઐરાવણ પ્રસિદ્ધ દૃષ્ટાંતભૂત અથવા પ્રધાન છે, તેમ તજ્જ્ઞ કહે છે. શ્વાપદો મધ્યે કેસરીસિંહ પ્રધાન છે. ભરત ક્ષેત્રની અપેક્ષાએ પાણીમાં ગંગાનદીનું પાણી શ્રેષ્ઠ છે, પક્ષીમાં વેણુદેવ-ગરુડ શ્રેષ્ઠ છે, આ પ્રમાણે નિર્વાણ-સિદ્ધિક્ષેત્ર-કર્મક્ષય લક્ષણ છે - તેનું સ્વરૂપ બતાવનાર કે તે મેળવવાનો ઉપાય કહેનારામાં જ્ઞાત ક્ષત્રિય પુત્ર - શ્રીમત્ મહાવીર વર્ધમાન સ્વામી મુખ્ય છે, કેમકે તેઓ યથાવસ્થિત નિર્વાણ પદાર્થના બતાવનારા છે. યોદ્ધાઓમાં જેમ વિશ્વસેન - હાથી, ઘોડા, થ, પદાતિ એ ચતુરંગ સૈન્ય સમેત જે ચક્રવર્તી છે, તે દૃષ્ટાંતભૂત છે - શ્રેષ્ઠ છે. પુષ્પોમાં જેમ અરવિંદ - કમળ શ્રેષ્ઠ છે તથા ક્ષત - માથી બચાવે તે ક્ષત્રિય, તેઓમાં જેના વાક્ય વડે શત્રુઓ ઉપશાંત થયા છે, તે દાંતવાક્ય - ચક્રવર્તી છે તે શ્રેષ્ઠ છે. આ પ્રમાણે ઘણાં પ્રશસ્ત દૃષ્ટાંતો બતાવીને હવે ભગવંતને તેમના નામપૂર્વક પ્રશંસતા કહે છે કે - ઋષિઓ મધ્યે શ્રીમાન્ વર્ધમાન્ સ્વામી - મહાવીર શ્રેષ્ઠ છે - તથા - • સૂત્ર-૩૭૪,૩૭૫ : જેમ દાનોમાં અભયદાન શ્રેષ્ઠ છે, સત્યમાં નિરવધ સત્ય છે, તપોમાં બ્રહ્મચર્ય ઉત્તમ છે, તેમ લોકમાં જ્ઞાતપુત્ર શ્રમણ ઉત્તમ છે. જેમ સ્થિતિમાં લવસપ્તમ દેવ શ્રેષ્ઠ છે, સભાઓમાં સુધર્મા સભા શ્રેષ્ઠ છે, સર્વધર્મોમાં નિર્વાણ શ્રેષ્ઠ છે, તેમ જ્ઞાતપુત્રથી પરમ કોઈ જ્ઞાની નથી. • વિવેચન-૩૭૪,૩૭૫ : - પોતાના અને પારકાના અનુગ્રહ માટે યાચકોને જે અપાય તે દાન અનેક પ્રકારે છે, તે બધામાં જીવિતના અર્શી જીવોમાં રક્ષણ આપનારા હોવાથી અભયદાન શ્રેષ્ઠ છે. કહ્યું છે કે - મરનારાને કોઈ કરોડ [રૂપિયા] આપે અને બીજો જીવિત જ આપે, તે વખતે મરનારો ધનને નહીં પણ જીવિતને ઇચ્છશે. આ વાત ગોવાળ, સ્ત્રી આદિ સુખેથી સમજે, તે માટે અભયદાનનું પ્રાધાન્ય બતાવવા માટે દૃષ્ટાંત કહે છે - તે આ પ્રમાણે— વસંતપુર નગરમાં અરિદમન નામે રાજા હતો. તે કોઈ વખતે ચારે રાણી સહિત ઝરુખામાં ક્રીડા કરતો રહેલો છે, કોઈ વખતે રાતા કણેરની માળા મસ્તક પર લટકાવેલો, લાલ વસ્ત્ર પહેરેલો, લાલ ચંદનથી લેપ કરેલો મારવાના કારણની ડાંડી પીટાતા રાજમાર્ગેથી લઈ જવાતો ચોર રાણીસહિત રાજાએ જોયો. રાણીઓએ પૂછ્યું કે આ ચોરે શું અપરાધ કર્યો છે ? ત્યારે એક રાજપુરુષે કહ્યું કે - તેણે ચોરી કરીને ૧૭૪ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ રાજવિરુદ્ધ કૃત્ય કર્યું છે. તેથી એક રાણીએ રાજાને કહ્યું, આપે પૂર્વે મને વચન આપેલ છે, તે હવે પાળો. જેથી હું તેને કંઈ ઉપકાર કરું. રાજાની આજ્ઞાથી તે રાણીએ તે ચોને સ્નાનાદિ કરાવી, અલંકાર પહેરાવી, હજાર સુવર્ણમહોર ખર્ચી પાંચ પ્રકારના શબ્દાદિ વિષયોથી એક દિવસ ખુશ કર્યો, એ રીતે બીજે દિવસે બીજી રાણીએ લાખ દિનાર વ્યય કરી ખુશ કર્યો. ત્રીજે દિવસે ત્રીજી રાણીએ કરોડ દિનાર વ્યય કરી સત્કાર્યો, ચોથી રાણીએ અભયદાન આપી મરણથી બચાવ્યો. ત્યારે ત્રણ રાણીએ ચોથીની મજાક કરી કે તે કંઈ ન આપ્યું. આ પ્રમાણે પરસ્પર પોતે કરેલા ઉપકાર વિશે વિવાદ થતાં, રાજાએ ચોરને બોલાવી પૂછ્યું, તારા ઉપર કોણે વધુ ઉપકાર કર્યો? ચોરે કહ્યું - મરણના ભયથી મને સ્નાનાદિમાં કોઈ સુખ ન લાગ્યું. પણ અભયદાન સાંભળતાં નવો જન્મ મને મળ્યો એમાં આત્માને આનંદ થયો. એ રીતે સર્વ દાનોમાં અભયદાન શ્રેષ્ઠ છે, તે સિદ્ધ થયું. તથા સત્ય વાક્યોમાં જે પરને પીડા ન આપે તે શ્રેષ્ઠ વચન છે. પણ પીડોત્પાદક સત્ય વચન નહીં. સત્પુરુષોનું હિત કરે તે જ સત્ય છે. લોકમાં પણ સંભળાય છે કે કૌશિક નામનો કોઈ અનુચિત સત્ય બોલતા હણાઈ તીવ્ર વેદનાવાળા નકમાં ગયો. અન્યત્ર પણ કહ્યું છે - કાણાને કાણો, પંડકને પંડક, રોગીને રોગી અને ચોને ચોર ન કહેવો. તપમાં ઉત્તમ નવવિધ ગુપ્તિ સમેત બ્રહ્મચર્ય પ્રધાન છે. તેવી જ રીતે સર્વ લોકોથી ઉત્તમ રૂપ-સંપદા અને સર્વ અતિશયયુક્ત શક્તિ અને ક્ષાયિક જ્ઞાન-દર્શન તથા શીલ [ચાસ્ત્રિ] વડે શ્રમણ ભગવંત મહાવીર સાધુઓમાં શ્રેષ્ઠ છે. – આયુષ્યમાનોમાં જેમ લવસપ્તમ - પાંચમાં અનુત્તર વિમાનવાસી દેવો સર્વોત્કૃષ્ટ સ્થિતિ [આયુ] વાળા હોવાથી પ્રધાન છે. જો તેમના મનુષ્ય જન્મમાં ધર્મ આરાધતાં સાત લવ જેટલો કાળ વધારે આયુ હોત તો તેઓ કેવળજ્ઞાન પામી મોક્ષમાં જાત. તેથી તેઓ લવસપ્તમ કહેવાય છે. વળી પર્યાદામાં જેમ સૌધમ ઇન્દ્રની પર્યાદા શ્રેષ્ઠ છે કેમકે ત્યાં અનેક ક્રીડા સ્થાનો છે. જેમ બધાં ધર્મો મોક્ષથી પ્રધાન છે. કુપાવચનિકો પણ સ્વદર્શનનું ફળ મોક્ષ જ બતાવે છે. તે જ રીતે શ્રી વર્ધમાનસ્વામીનું સર્વજ્ઞપણું છે, તેમના કેવળજ્ઞાનથી વિશેષ કોઈ વિજ્ઞાન નથી અર્થાત્ ભગવંત સર્વથા બીજી જ્ઞાનીથી અધિક જ્ઞાની છે. - સૂત્ર-૩૭૬,૩૭૭ : ભગવંત આસુપજ્ઞ, પૃથ્વીતુલ્ય, કમવિદારનાર, આસક્તિરહિત, વસ્તુનો સંચય ન કરનાર, અભય કરનાર, વીર, અનંતચક્ષુ મહાભવસાગર પાર પામ્યા. અરહંત, મહર્ષિ, ભગવંત ક્રોધ-માન-માયા અને લોભ એ ચાર અધ્યાત્મદોષોનો ત્યાગ કરીને કોઈ પાપ કરતા ન હતા, કરાવતા ન હતા. • વિવેચન-૩૭૬,૩૭૭ : પૃથ્વી જેમ સર્વના આધારરૂપે વર્તે છે તેમ ભગવંત મહાવીર બધા જીવોને

Loading...

Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112