Book Title: Agam Satik Part 03 Suygadanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 96
________________ ૧/૭/ભૂમિકા ૧૭૭ Ø શ્રુત૦ ૧-અધ્યયન-૭ “કુશીલપરિભાષિત'' • ભૂમિકા : છ અધ્યયન કહ્યું, હવે સાતમું કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે - અનંતર અધ્યયનમાં ભગવંત મહાવીરના ગુણના કીર્તનથી સુશીલ-પરિભાષા કહી. હવે તેનાથી વિપરીત કુશીલોનું વર્ણન કરે છે. એ સંબંધથી આવેલ આ અધ્યયનના ચાર અનુયોગદ્વારો કહેવા. તેમાં ઉપક્રમમાં અધિકાર આ પ્રમાણે છે - કુશીલ એટલે પરતીર્થિક કે પાર્શ્વસ્થાદિ, સ્વજૂથના અને ગૃહસ્યો છે, તેમનું વર્ણન કરીએ છીએ. તેમના અનુષ્ઠાન તથા દુર્ગતિગમનરૂપ તેના વિપાકનું નિરૂપણ કરીએ છીએ. તેનાથી વિપરીત ક્વચિત્ સુશીલ વર્ણન પણ છે. નિક્ષેપ ત્રણ પ્રકારે - ઓઘ, નામ, સૂત્રમાલાપક ભેદથી. તેમાં ઓઘ નિષ્પન્ન નિક્ષેપામાં અધ્યયન, નામનિષ્પન્નમાં કુશીલ પરિભાષા છે - તેને કહે છે— [નિ.૮૬-] ‘શીલ”ના વિષયમાં નિક્ષેપા કરતા તેના નામાદિ ચાર નિક્ષેપ છે. નામ-સ્થાપના સુગમ હોવાથી તેને છોડીને ‘દ્રવ્યશીલ' તે પ્રાવરણ, ભોજન, આભરણ આદિમાં જાણવું. તેના આ અર્થ છે - જે કોઈ ફલની અપેક્ષા વિના તેના સ્વભાવથી જ ક્રિયામાં પ્રવર્તે છે, તે તેનું શીલ છે, તેમાં અહીં પ્રાવરણશીલ તે પ્રાવરણના પ્રયોજનના અભાવે પણ તેના સ્વભાવથી ચાદર આદિ ઓઢે છે અથવા તે પ્રાવરણમાં જ ધ્યાન આપે છે. એ રીતે આભરણ, ભોજનાદિ વિષયમાં પણ જાણવું. અથવા જે ચેતન-અચેતનાદિનો સ્વભાવ તે દ્રવ્યશીલ કહેવાય છે. “ભાવશીલ” બે ભેદે ઓઘશીલ, આભીણ્ય સેવનાશીલ, તેમાં પહેલા શીલની વ્યાખ્યા કરતા કહે છે— [નિ.૮૭-] ઓઘ એટલે સામાન્ય, સામાન્યથી સાવધયોગથી વિત કે વિતાવિત શીલવાન કહેવાય. તેથી વિપરીત અશીલવાન્ કહેવાય. આભીક્ષ્ય સેવા તે વારંવાર સેવનામાં શીલ હોય તે. જેમકે ધર્મના વિષયમાં પ્રશસ્ત શીલ તે વારંવાર અપૂર્વજ્ઞાન મેળવવા કે વિશિષ્ટ તપ કરવાની ઈચ્છા આદિ શબ્દથી વારંવાર અભિગ્રહો ગ્રહણ કરવા. પ્રશસ્ત ભાવશીલ તે અધર્મમાં બાહ્ય પ્રવૃત્તિ અથવા અંતઃકરણમાં ક્રોધાદિની પ્રવૃત્તિ. ‘આદિ’ શબ્દથી બીજા કષાયો, ચોરી, અભ્યાખ્યાન, કલહ આદિ લેવા. હવે કુશીલ પરિભાષા નામક અધ્યયનની અન્વર્યતા કહે છે— [નિ૮૮-] જેઓ સર્વ પ્રકારે કુત્સિત શીલવાળા કહેવાયા છે, તે પરતીર્થિકો અને પાર્શ્વસ્થાદિ છે. '=' શબ્દથી જે કોઈ અવિરત છે, તે બધાંને આ અધ્યનનમાં છે, તેથી ‘કુશીલ પરિભાષા' એવું નામ છે - કુશીલને અશુદ્ધ કઈ રીતે ગણો છો ? ‘સુ' અહીં પ્રશંસા કે શુદ્ધ વિષયમાં છે. જેમકે - સુરાજ્ય. તે રીતે ‘ક્રુ’ શબ્દ જુગુપ્સા કે અશુદ્ધ વિષયમાં વર્તે છે. જેમકે કુતીર્થ, કુગ્રામ. જો કુત્સિલ શીલવાળા ‘કુશીલ' છે, તો પસ્તીર્થિકાદિ કુશીલ કઈ રીતે છે? [નિ.૮૯-] આ ‘શીલ’ શબ્દ તેના સ્વભાવ અર્થમાં છે. જેમકે - કોઈ ફળનિરપેક્ષ 3/12 સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ક્રિયામાં આભરણાદિમાં પ્રવર્તે છે. તે ઉપર દ્રવ્યશીલપણે બતાવ્યું. ઉપશમ પ્રધાન ચાસ્ત્રિમાં છે, તે જ કહે છે - તે ઉપશમગુણથી પ્રધાન આ તપસ્વી શીલવાન્ છે. તેથી વિપરીત તે દુઃશીલ છે. આ બંને ભાવશીલપણે લીધા છે. અહીં સાધુઓને ધ્યાનઅધ્યયનાદિ છોડીને અને ધર્મના આધારરૂપ શરીરના પાલન માટે ગૌચરીને છોડીને બીજી કોઈ પ્રવૃત્તિ નથી; તેને આશ્રીને જ અહીં સુશીલત્વ કે દુઃશીલત્વ ચિંતવીએ છીએ તેમાં તીર્થિક, પાર્શ્વસ્થાદિ સચિત્તનું સેવન કરતા હોવાથી અપ્રાસુક પ્રતિસેવી છે. સંભવ છે કે આ કુશીલો પોતે ધૃષ્ટતાથી પોતાને શીલવાળા માની શીલવાન્ કહે. શા માટે ? કેમકે - X - જે કોઈ પ્રાસુક તથા ઉદ્ગમાદિ દોષરહિત આહાર વાપરે તેને વિદ્વાનો શીલવંત કહે છે. તેથી જ સાધુઓ પ્રાસુક, ઉદ્ગમ આદિ દોષયુક્ત આહાર ન કરીને શીલવંત ગણાય છે, તે સિવાયના નહીં. - ૪ - અપ્રાસુક ખાવું તે કુશીલપણું છે, તે દૃષ્ટાંત દ્વારા બતાવે છે. [નિ.૯૦-] જેમ ગૌતમ, તે શીખવી રાખેલા, નાના બળદને લઈને ધાન્યાદિ અર્થે ઘે-ઘેર ભટકે છે, તે ગૌવ્રતિક કહેવાય છે. તથા ચંડિદેવગ તે ચક્રધરપ્રાયઃ છે, વાભિદ્રક તે પાણી ભક્ષક છે. અથવા શેવાળ ખાનારા, નિત્ય સ્નાન-પગ ધોવા વગેરેમાં ત હોય, તથા જે બીજા અગ્નિહોત્રથી જ સ્વર્ગગમન માને છે, જે ભાગવતાદિ મતવાળા જળશૌય ઇચ્છે છે, તે બધાં અપાણુક આહાભોજી હોવાથી કુશીલ છે. તથા જે સ્વમતના પાર્શ્વસ્થાદિ છે, ઉદ્ગમાદિ અશુદ્ધ આહાર ખાય છે, તે પણ કુશીલ છે. આ રીતે નામનિષ્પન્ન નિક્ષેપ કહ્યો. હવે સૂત્રાલાપક નિષ્પન્ન નિક્ષેપે અસ્ખલિતાદિ ગુણયુક્ત સૂત્ર ઉચ્ચારવું જોઈએ - તે આ પ્રમાણે— ૧૩૮ • સૂત્ર-૩૮૧,૩૮૨ : પૃથ્વી, પ્, તેઉ, વાયુ, વૃક્ષ, વૃક્ષ, બીજ તથા ત્રસ, પ્રાણ-આંડજ, જરાયુજ, સંસ્વેદજ, રાજ આ બધાં જીવસમૂહને...ભગવંતે અવનિકાય કહેલ છે. તે જીવોને સુખના અભિલાષી જાણવા. આ જીવોનો નાશ કરનારા પોતાના આત્માને દંડે છે અને વારંવાર આ યોનિઓમાં ઉત્પન્ન થાય છે. * વિવેચન-૩૮૧,૩૮૨ : – પૃથ્વી તે પૃથ્વીકાયિક જીવો છે. 'વ' થી તેના ભેદો સૂચવે છે તે આ છે - પૃથ્વીકાયના સૂક્ષ્મ અને બાદર બે ભેદ, પ્રત્યેકના પર્યાપ્ત અને અપર્યાપ્ત એ બે ભેદ, એ રીતે અકાય, અગ્નિકાય અને વાયુકાયને પણ જાણવા. હવે વનસ્પતિકાયના ભેદો કહે છે - કુશ આદિ ઘાસ, પીપળો વગેરે વૃક્ષ, શાલિ આદિ બીજ, વલ્લી, ગુલ્મ આદિ વનસ્પતિના ભેદો છે. ત્રાસ પામે તે મા-બે ઇન્દ્રિયાદિ, પ્રાણ-પ્રાણીઓ, જે ઇંડામાંથી જન્મે તે અંડજ - શકુનિ, સા૫ વગેરે. જરાથી વીંટાયેલા જન્મે તે જરાયુજ - ગાય, ભેંસ, ઘેટા, બકરા, મનુષ્યાદિ. પરસેવાથી ઉત્પન્ન તે સંસ્વેદજ-જ, માંકડ, કૃમિ આદિ. રસજ-દહીં, સૌવીર આદિમાં ઉત્પન્ન રૂની પાંખ જેવા જીવો. આ રીતે વિવિધ ભેદે જીવ સમૂહ બતાવી તેની હિંસામાં દોષ કહે છે –

Loading...

Page Navigation
1 ... 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112