Book Title: Agam Satik Part 03 Suygadanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૧/૭/-/૪૦૩ થી ૪૦૬
જેને જેવું પ્રિય લાગે તેવું તેને કહે છે - અનુભાષણ કરે છે. પડઘા માફક અથવા સેવક માફક જેમ રાજા આદિ બોલે, તેમ તેના હજુરીયાઓ બોલે છે, એ જ રીતે સાધુ દાતારને સેવતો-અનુસરતો આહારમાં ગૃદ્ધ બનેલો હજુરીયા માફક બધું જ કરે છે.
૧૮૯
તે આવો ખુશામતખોર [સાધુ] સદાચાર ભ્રષ્ટ પાર્શ્વસ્થ ભાવને જ પામે છે અને કુશીલતાયુક્ત થાય છે. તથા જેમાંથી ચાસ્ત્રિ નામનો સાર ચાલ્યો ગયો છે, તે નિસ્સાર છે અથવા જેમાંથી સાર નીકળી ગયો છે, તે નિસ્સાર છે. નિઃસારપણું જેમાં વિધમાન છે, તે નિઃસારવાન્ છે. જેમ ફોતરામાં દાણા ન હોય, તેમ આ સંચમાનુષ્ઠાનને નિઃસાર બનાવે છે. એવો તે માત્ર સાધુનો વેશ રાખે છે. તેથી સ્વજૂથના [જૈન સાધુમાંના ઘણાં સાધુમાં તિરસ્કારને પામે છે અને પરલોકમાં પણ અત્યંત પીડા સ્થાનો એવા [નસ્કાદિ] સ્થાનોને પામે છે. કુશીલો કહ્યા, હવે સુશીલોને કહે છે. - સૂત્ર-૪૦૭ થી ૪૧૦ :
મુનિ અજ્ઞાત કુળના આહારથી નિવહિ કરે, તપથી પૂજાની આકાંક્ષા ન કરે, શબ્દ અને રૂપોમાં આસક્ત ન બને, સર્વ કામભોગોની વૃદ્ધિ દૂર કરે. ધીર મુનિ બધાં સંબંધોને છોડીને, બધાં દુઃખોને સહન કરીને અખિલ, અમૃદ્ધ, અનિકેતયારી, અભયંકર, અકલુષિત આત્મા બને.
મુનિ સંયમની રક્ષા કરવા આહાર કરે, પાપોને દૂર કરવા પ્રયત્ન કરે. દુઃખ દૂર કરવા સંયમને સાચવે, સંગ્રામશીપ બની કામનાઓને દમે.
પરીષહાદિથી પીડાતા સાધુ બંને બાજુથી છોલાતા પાટિયા માફક રાગદ્વેષ ન કરતા મૃત્યુની પ્રતિક્ષા કરે. આ રીતે કર્મક્ષય કરતા જેમ ધરી તુટતા ગાડું ન ચાલે, તેમ કર્મો તુટતા સંસાર ચાલતો નથી - તેમ હું કહું છું.
♦ વિવેચન-૪૦૭ થી ૪૧૦ :
[૪૦૭-] અજ્ઞાત પિંડ એટલે પ્રાંત અથવા પહેલાના કે પછીની ઓળખાણ કાઢ્યા વિના આહાર લેવો તે અજ્ઞાત પિંડ છે. તેવો આહાર ભિક્ષાવૃત્તિથી પ્રાપ્ત કરીને પોતાને પાળે-જીવન વીતાવે. એવું કહે છે કે - અંતપ્રાંત આહાર મળે કે આહાર ઓછો-વત્તો મળે તો પણ દીનતા ન કરે. જો ઉત્કૃષ્ટ આહાર મળે તો મદ ન કરે. તપ વડે પૂજા-સત્કાર ન ઇચ્છે-પૂજા સત્કાર માટે તપ ન કરે. જો પૂજા સત્કારના નિમિતથી તપ કરે તો તેવા પ્રકારના અર્થીપણાથી મોટા સાધુ પણ મુક્તિહેતુ કરાયેલ કોઈપણ તપને નિઃસાર ન કરે. તે જ કહ્યું છે કે - પરલોકમાં શ્રેષ્ઠ સ્થાન અપાવનાર તપ અને શ્રુત એ બે છે. તેનાથી સંસારી વાંછા કરવાથી તેમાંથી સાર નાશ પામે છે અને ઘાસના તણખલા માફક તે તપ-શ્રુત થાય છે.
જેમ રસમાં આસક્તિ ન કરે, તેમ શબ્દાદિમાં ૫ણ ન કરે, તે કહે છે - વેણુ,
વિણા આદિના શબ્દો સાંભળીને તેમાં આસક્તિ ન કરે, કર્કશવચનોમાં દ્વેષ ન કરે. મનોજ્ઞ-અમનોજ્ઞ રૂપમાં રાગ-દ્વેષ ન કરે. એ રીતે બધાં કામ વિકારોમાં વૃદ્ધિ છોડીને સંયમનું પાલન કરે, મનોજ્ઞ-અમનોજ્ઞ વિષયોમાં સર્વથા રાગ-દ્વેષ ન કરે. તે જ કહે
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
છે - શબ્દો સુંદર કે ખરાબ હોય, તે કાનના વિષયમાં પ્રાપ્ત થતા સાધુએ તેમાં ખુશ
કે
નાખુશ ન થવું, રૂપ સુંદર કે ખરાબ દૃષ્ટિ સન્મુખ આવે ત્યારે સાધુએ હર્ષ કે રોષ ન કરવો. નાકના વિષયમાં આવેલ સુગંધ કે દુર્ગંધમાં સાધુ કદી તુષ્ટ કે રુષ્ટ ન થાય. રસનાના વિષયમાં મનોજ્ઞ કે અમનોજ્ઞ ભોજન પ્રાપ્ત થતા સાધુ કદી ખુશ કે નાખુશ ન થાય. સ્પર્શના વિષયમાં પ્રાપ્ત સ્પર્શ ભદ્રક હોય કે અભદ્રક, સાધુ તેનાથી રતિ કે અરતિ ન પામે.
૧૯૦
[૪૦૮] જેવી રીતે ઇન્દ્રિયોનો નિરોધ કરે, તે રીતે બીજાના સંગનો ૫ણ નિરોધ કરે તે બતાવે છે - સર્વે સંબંધો, અંતરથી સ્નેહલક્ષણ અને બાહ્યથી દ્રવ્ય પરિગ્રહ
લક્ષણ. તે બંનેનો છોડીને વિવેકી સાધુ શરીર-મનનાં પરીષહ-ઉપસર્ગ જનિત દુઃખોની ઉપેક્ષા કરીને સમ્યક્ રીતે સહેતો જ્ઞાન-દર્શન-ચાસ્ત્રિ વડે સંપૂર્ણ બને છે તથા કામ
ભોગમાં આસક્ત ન બનીને અપ્રતિબદ્ધવિહારી બને તથા જીવોને અભય કરનારો, ભિક્ષણશીલ ભિક્ષુ-સાધુ એ રીતે વિષય-કષાયથી આકુળ ન બનતાં આત્માને સ્થિર રાખીને અનાવિલ આત્મા બની સંયમમાં અનુવર્તે.
[૪૦૯] સંયમભાર યાત્રા અર્થાત્ પંચ મહાવ્રતના ભારના નિર્વાહને માટે ત્રણ કાળને જાણનાર મુનિ આહાર ગ્રહણ કરે. તથા પૂર્વે આયતિ કર્મો - અશુભ કર્મોને પૃથક્ કરવા - વિનાશ માટે આકાંક્ષા કરે. વળી તે ભિક્ષુ દુઃખ અર્થાત્ પરીષહઉપસર્ગજનિત પીડાથી વ્યાપ્ત થઈ સંયમ કે મોક્ષને ગ્રહણ કરે - [તેમાં ધ્યાન રાખે] જેમ કોઈ સુભટ કોઈ યુદ્ધમાં મોખરે ઉભો હોય, શત્રુઓથી પીડાતો હોય, તો પણ શત્રુઓનું દમન કરે છે, એ રીતે સાધુ પરીષહ-ઉપસર્ગોથી પીડાવા છતાં પણ કર્મશત્રુઓનું દમન કરે.
[૪૧૦ પરીષહ-ઉપસર્ગોથી હણાવા છતાં - પીડા પામવા છતાં સમ્યક્તયા સહન કરે - કોની માફક ? પાટિયાની માફક. જેમ સુતાર પાટિયાને બંને પડખેથી છોલીને પાતળું તથા સરખું કરે છે, પણ તે રાગ-દ્વેષ કરતું નથી તેમ આ સાધુ પણ બાહ્ય અને અત્યંતર તપસહિત, પોતાના દેહને ખૂબ તપાવવાથી દુર્બળ શરીરવાળો થાય તો પણ રાગ-દ્વેષ ન કરે અને મૃત્યુની પ્રાપ્તિની અભિલાષા કરે. આ પ્રમાણે આઠ પ્રકારના કર્મોને દૂર કરીને, ફરી જન્મ, વૃદ્ધત્વ, મરણ, શોક આદિ પ્રપંચો નટ માફક જેમાં ફેલાય તે સંસાર છે, તેને પામતો નથી. જેમ અક્ષ-ધરી, તેનો વિનાશ થતાં ગાડું વગેરે સમ-વિષમ માર્ગે ધરીના આધાર વિના ચાલી ન શકે. તેમ સંસારના ઉપદંભના કારણોના અભાવે સંસાર ચાલી શકતો નથી. કેમકે સાધુને આઠ પ્રકારના
કર્મનો ક્ષય થતા સંસારરૂપી પ્રપંચ પ્રાપ્ત ન થાય.
અનુગમ પુરો થયો. નયો પૂર્વવત્ જાણવા. કૃતિ શબ્દ અધ્યયનની સમાપ્તિ સૂચવે છે, પ્રીમિ શબ્દ પૂર્વવત્ જાણવો.
શ્રુતસ્કંધ-૧
અધ્યયન-૭, “કુશીલપરિભાષિત''નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ