Book Title: Agam Satik Part 03 Suygadanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૧/૮/-/૪૧૩,૪૧૪
૧૫
૧૯૬
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
• સૂત્ર-૪૧૩,૪૧૪ -
તીર્થક્ટ પ્રમાદને કર્મ અને અપમાદને કર્મ કહેલ છે. બાળ કે પંડિત તો ભાવની અપેક્ષાએ જ થાય છે...કોઈ જીવ પ્રાણીના ઘાતને માટે શોનું શિક્ષણ લે છે, કોઈ પ્રાણી-ભૂતોના વિનાશ માટે મંત્રોનું અધ્યયન કરે છે.
• વિવેચન-૪૧૩,૪૧૪ -
- જેના વડે પ્રાણીઓ સદનુષ્ઠાન રહિત થાય તે પ્રમાદ કહેવાય છે - તે મધ વગેરે છે. કહ્યું છે કે - મધ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા એ પાંચ પ્રમાદ છે અને તે દૂષણરહિત તે અપ્રમાદ છે, એમ વીતરાગ પ્રભુએ કહ્યું છે. આવો પ્રમાદ કમના ઉપાદાન ભૂત હોઈ તીર્થકરો તેને કર્મ કહે છે અને અપ્રમાદને કર્મ કહે છે. સારાંશ એ કે- પ્રમાદયુક્ત જીવ કર્મ બાંધે છે, કર્મ સહિત જીવના જે ક્રિયાનુષ્ઠાન તે બાલવીર્ય છે તથા અપ્રમતને કર્મનો અભાવ થાય છે આવા સાધુનું અનુષ્ઠાન તે પંડિતવીર્ય છે. આ પ્રમાણે પ્રમાદી સકર્મીનું બાલવીર્ય અને પ્રમાદી કર્મીનું પંડિતવીર્ય જાણવું. તે બંને વીર્યનો ભાવ-સતા • x - આદેશ બતાવે છે - અભવીનું બાલવીર્ય અનાદિ અનંત છે, ભવીનું બાલવીર્ય અનાદિસાંત કે સાદિ સાંત છે પંડિતવીર્ય તો સાદિ સાત જ હોય.
- તેમાં પ્રમાદથી મૂઢ થયેલા સકર્મીના બાલવીર્યને બતાવે છે - શરુ - તલવાર આદિ અથવા શાસ્ત્ર એટલે ધનુર્વેદ, આયુર્વેદ આદિ જીવહિંસાકારી છે, તેને સાતગૌરવ વૃદ્ધો કેટલાંક ઉધમ કરીને શીખે છે. તે શિક્ષણ પછી પાણીના વિનાશને માટે થાય છે. જેમકે તેમાં બતાવે છે કે આ રીતે આલીઢ, પ્રત્યાલીઢ વડે જીવોને મારવા માટે સ્થાન કરવું. તે માટે કહે છે
જેને મારવા હોય તેને પોલી મુઠ્ઠીમાં લક્ષમાં લેવું, તેમાં દષ્ટિ રાખવી, તે વખતે જો માથું ન હલાવે તો લક્ષ્યમને હણે તથા લવકસ ક્ષય રોગીને આપવો અથવા અભયારિસ્ટ નામે દારુ આપવો. ચોર આદિને શૂલારોપણ આદિ દંડ દેવો ચાણક્યના અભિપ્રાયથી ધન માટે બીજાને ઠગવો તથા કામશાઆદિ અશુભ અધ્યવસાયથી ભણે. આ રીતે ધનુર્વેદાદિ શાસ્ત્રનો જે અભ્યાસ તે સર્વે બાલવીર્ય છે. વળી કોઈ પાપના ઉદયથી મંગો જેમાં અશ્વમેધ, પુષમેધ આદિ -x• શીખે છે, તે કેવા છે, તે બતાવે છે–
બેઇન્દ્રિયાદિ પ્રાણો, પૃથિવ્યાદિ ભૂતો, તેમને અનેક પ્રકારે બાધક ઋગવેદના મંગોને ભણે છે, તે કહે છે - અશ્વમેધ યજ્ઞના વચનથી મધ્યમ દિને ૫૯૩ પશુઓ મારવા. હવે શસ્ત્ર શબ્દની નિયુક્તિ કહે છે–
[નિ.૯૮] શા-અસિ, ખગાદિ હથિયાર તથા વિધા કે મંત્ર અધિષ્ઠિત દેવકૃત કર્મ પાંચ ભેદે છે - પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ સંબંધિ અને મિશ્ર.
• સૂત્ર-૪૧૫,૪૧૬ :
માયાવી માયા કરીને કામ-ભોગનું સેવન કરે છે. સ્વસુખના અનુગામી એવા તે હનન છેદન કર્તન કરે છે...અસંયમી મન, વચન અને કાયાથી તથા તદુલમસ્યવત મનથી આલોક-પરલોક અને બંને માટે પ્રાણિઘાત કરે છે.
• વિવેચન-૪૧૫,૪૧૬ :
માયા એટલે બીજાને ઠગવાની બુદ્ધિ. તે જેનામાં હોય તે માયાવી બીજાને ઠગે છે. માયાના પ્રહણથી ક્રોધી, માની, લોભી પણ લેવા. તેઓ કામેચ્છા તથા શબ્દાદિ વિષયરૂપ ભોગોને સેવે છે. પાઠાંતરથી મન-વચન-કાયાથી આરંભમાં વર્તે છે, ઘણાં જીવોને મારતો, બાંધતો, નાશ કરતો, આજ્ઞા પળાવતો, ભોગનો અર્થી બની ધનોપાર્જન માટે પ્રવર્તે છે. આ પ્રમાણે પોતાના સુખના લોલુપી અને દુ:ખના દ્વેષીઓ વિષયાસક્ત બનીને કષાયથી કલુષિત અંતર આત્માવાળા થઈ આવા બને છે - પ્રાણીઓને હણનારા, કાન-નાક છેદનારા અને પીઠ, પેટ વગેરે છેદનારા - આ બધું તેઓ કેમ કરે છે ? તે કહે છે
જીવોને દુ:ખ આપવાનું કાર્ય મનથી, વચનથી, કાયાથી કરતા, કરાવતા, અનુમોદતા અને કાયાથી અશક્ત હોય તો પણ તંદુલીયા મત્સ્ય વડે મનથી જ પાપાનુષ્ઠાનના અનુમોદનથી કર્મ બાંધે છે તથા આરત-પરત લૌકિકવાણી યુક્તિલોકવાયકા પ્રમાણે આલોક, પરલોક બંને માટે પોતે કરીને, બીજા પાસે કરાવીને તે અસંયતો જીવોને ઉપઘાત કરનારા હોય છે.
હવે તે જીવોને દુ:ખ દેવાના કર્મનો વિપાક સૂત્રકાર દશવિ છે• સૂગ-૪૧૭,૪૧૮ -
વૈરી વૈર બાંધે છે, પછી વૈરની પરંપરા થાય છે, સાવધ અનુષ્ઠાથી પાપ પ્રવૃત્તિ કરે છે અને છેલ્લે દુઃખના ભાગી જાય છે...આભદકૃતકારીઓ સાંપરાવિક કમ બાંધે છે, રાગ-દ્વેષના આશ્રયથી તે અજ્ઞાની ઘણાં પાપો કરે છે.
• વિવેચન-૪૧૭,૪૧૮ :
વૈર જેને હોય તે વૈરી, તે જીવનો હત્યારો સેંકડો જન્મના અનુબંધવાળા વૈરો બાંધે છે પછી પણ બીજા-બીજા વૈરોથી બંધાય છે, પૈર પરંપરા વધારે છે. એ રીતે પાપની સમીપ જઈને તે પાપી સાવધ અનુષ્ઠાનથી જેનો વિપાક થતાં દુ:ખનો સ્પર્શ થાય તેવા અસાતા વેદનીયના ફળ ભોગવે છે.
કર્મ બે પ્રકારે - ઈયપિથ અને સાંપરાયિક. તેમાં જે બાદર કષાયથી આવે તે સાંપરાયિક કર્મ, તે જીવોની હિંસાથી વૈરાનુબંધ થકી, પોતે પાપ કરીને કર્મો બાંધે છે, તેને જ વિશેષથી કહે છે - કષાયથી શુષ અંતરાત્માનો સારા-નરસાનો વિવેક ભૂલીને તે અજ્ઞાની ઘણાં પાપો બાંધે છે.
આ પ્રમાણે બાલવીર્યને બતાવીને ઉપસંહારાર્થે કહે છે • સૂત્ર-૪૧૯,૪૨૦ :
આ અજ્ઞાની જીવોનું સકર્મવીર્ય કહ્યું. હવે પંડિતોનું આકર્મવીર્ય મારી પાસે સાંભળો...અકલાપી બંધનથી મુક્ત છે, સર્વે બંધનો છોડીને, પાપ કમેન તજીને, અંતે સર્વે શલ્યોને-પાપકર્મોને કાપી નાંખે છે.
• વિવેચન-૪૧૯,૪૨૦ :- આ પ્રમાણે પૂર્વે બતાવેલ, પ્રાણીઓને મારવા માટે કોઈ શસ્ત્ર કે શાસ્ત્ર