Book Title: Agam Satik Part 03 Suygadanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 99
________________ ૧/૭/-/૩૯૧ થી ૩૯૪ ૧૮૩ વિવેચન-૩૯૧ થી ૩૯૪ : – હે પ્રાણીઓ ! તમે સમ્યક્ બોધ પામો. કુશીલ કે પાખંડી લોક તમારા માટે થવાના નથી અને ધર્મના દુર્લભત્વને સમજો. તેથી કહ્યું છે કે - મનુષ્યત્વ, [ઉત્તમ એવા જાતિ, કુળ, રૂપ, આરોગ્ય, આયુ, બુદ્ધિ, ધર્મ-શ્રવણ યોગ, તેની શ્રદ્ધા અને સંયમ - આ બધું લોકમાં દુર્લભ છે. આ રીતે ધર્મ ન કરેલા જીવો માટે મનુષ્યત્વ અતિ દુર્લભ છે, એમ જાણી અને તેમાં જન્મ, જરા, મરણ, રોગ, શોકાદિ તથા નરકતિર્યંચ યોનિના ઘણા દુઃખોનો ભય છે, તેમ તું જાણ. તથા સ-અસદ્નો વિવેક ભૂલીને અજ્ઞાનીઓ સંસાર પામ્યા છે. નિશ્ચયનયના મતે એકાંત દુઃખરૂપ તાવવાળાની માફક આ સંસારી પ્રાણિગણ છે. કહ્યું છે કે - જન્મ દુઃખ છે, વૃદ્ધત્વ દુઃખ છે, રોગ અને મરણ પણ દુઃખ છે. અહો ! આ સંસાર જ દુઃખરૂપ છે, જેમાં પ્રાણીઓ ક્લેશ પામે છે તથા તરસથી પીડાતાને પાણી અને ભૂખથી પીડાતાને ભાતથી તૃપ્તિ થાય છે. આ જગમાં જીવો સેંકડો દુઃખોથી દુઃખી છે અને તાવથી બબડતા માફક કકળાટ કરે છે. આવા દુઃખી લોકમાં પણ અનાર્યકર્મ કરનારો, સુખનો અર્થી, પ્રાણીનું મર્દન કરતો સ્વકર્મથી દુઃખને જ પામે છે. અથવા મોક્ષનો અર્થી છતાં સંસારે ભમે છે. - - કુશીલના કડવા વિપાકો બતાવ્યા. હવે તેઓના દર્શન-મતને કહે છે. મનુષ્યલોકમાં અથવા મોક્ષ-ગમત અધિકારમાં કેટલાંક અજ્ઞાનથી ઢંકાયેલા મતિવાળા મૂઢો, બીજાથી મોહિત થયેલા આવું પ્રતિપાદન કરે છે કે મોક્ષ આ પ્રમાણે મળે છે. કેવી રીતે મળે છે? તે કહે છે— ખવાય તે આહાર. ઓદન આદિ. તેના રસની પુષ્ટિ જેનાથી થાય તેને લવણ-મીઠું કહે છે. લવણથી ભોજનની રસ પુષ્ટિ થાય છે. તેનું વર્જન અર્થાત્ લવણના ત્યાગથી મોક્ષ મળે છે. પાઠાંતરમાં હારપંચવવપ્નો પાઠ છે. અર્થાત્ આહાર સાથે લવણપંચક તે આહારપંચક છે. તેમાં સેંધવ, સંચળ, બિડ, રોમ અને સામુદ્ર છે. તે લવણથી જ બધાં રસોના સ્વાદ આવે છે. તે જ કહ્યું છે - લવણ વિનાના રસો, ચક્ષુરહિત ઇન્દ્રિયસમૂહ, દયારહિત ધર્મ, સંતોષ રહિત સુખ નથી. તથા રસોમાં લવણ, સ્નિગ્ધતામાં તેલ, યજ્ઞમાં ઘી મુખ્ય છે. આ પ્રમાણે લવણના વર્જનથી જ રસપરિત્યાગ કર્યો કહેવાય. તેના ત્યાગથી જ મોક્ષની પ્રાપ્તિ છે, તેમ કેટલાંક મૂઢો માને છે અથવા પાઠાંતરથી મારો પંચ વખોળ કહ્યું. અર્થાત્ લસણ, ડુંગળી, ઉંટડીનું દૂધ, ગાયનું માંસ અને મધ, એ પાંચના વર્જનથી મોક્ષ બતાવે છે. - કેટલાક ભાગવતમતવાળા વારિભદ્રકાદિ સચિત્ત પાણીના પરિભોગથી મોક્ષ બતાવે છે. તે માટે તેઓ કહે છે કે - જેમ પાણી બાહ્ય મલને દૂર કરે છે. તેમ અંતરમલને પણ દૂર કરે છે. જેમ વસ્ત્રાદિની શુદ્ધિ જળથી થાય છે, તેમ બાહ્ય શુદ્ધિ માફક અંતર્ની શુદ્ધિ પણ જળ વડે માનેલી છે. તથા કેટલાક તાપસ, બ્રાહ્મણાદિ હવનથી મોક્ષ માને છે. જેઓ સ્વર્ગાદિ ફળને ઇચ્છતા નથી તેઓ સમિધ અને ઘી સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ આદિથી હોમ કરી અગ્નિને તૃપ્ત કરે છે, તે મોક્ષ માટે અગ્નિહોત્ર કરે છે. બીજા પોતાના અભ્યુદય માટે હોમ કરે છે, તેઓ કહે છે કે - જેમ અગ્નિ સુવર્ણાદિના મેલનો નાશ કરે છે, તેમ હોમ કરવાથી આત્માના અંદરનો મેલ-પાપ પણ નાશ પામે છે. ૧૮૪ – ઉક્ત અસંબદ્ધ બોલનારાને ઉત્તર આપવા કહે છે - શીલ વગરનાને પ્રાતઃ સ્નાન આદિથી મોક્ષ મળતો નથી, પ્રદ્દેિ શબ્દથી હાથ-પગ ધોવાથી પણ મોક્ષ મળતો નથી. તે જ કહે છે - પાણીના પરિભોગથી, તેના આશ્રિત જીવોનો નાશ થાય છે અને જીવોના ઉપમર્દનથી મોક્ષ પ્રાપ્ત ન થાય. વળી પાણી પણ એકાંતે બાહ્યમેલ દૂર કરવા સમર્થ નથી. કદાચ થાય તો પણ અંતર મલને ધોતું નથી, ભાવશુદ્ધિથી જ તેની શુદ્ધિ થાય છે. જો ભાવરહિત પણ તેની શુદ્ધિ માનો તો માછીમારો આદિની પણ જળના અભિષેકથી મુક્તિ થઈ જાય. તે જ રીતે પાંચ પ્રકારના લવણના અપરિભોગથી પણ મોક્ષ ન થાય. કેમકે લવણ ન ખાવાથી મોક્ષ થવાની વાત યુક્તિ યુક્ત નથી. લવણ રસ જ પુષ્ટિજનક છે, તેવું એકાંતે નથી. ક્ષીર-સાકર આદિમાં પણ તે રસ છે. વળી મોક્ષની પ્રાપ્તિ દ્રવ્યથી લવણ વર્જન વડે છે કે ભાવથી ? જો દ્રવ્યથી થાય તો લવણરહિત દેશમાં બધાંનો મોક્ષ થઈ જાય. પણ આવું જોયું કે જાણ્યું નથી. જો ભાવથી મોક્ષ છે, તો ભાવ જ પ્રધાન છે, તો લવણનું વર્જન શા માટે ? વળી મૂઢ બનીને કોઈ મધ, માંસ, લસણ આદિ ખાઈને મોક્ષથી અન્યત્ર સંસારમાં વસે છે કેમકે તેઓ ઉક્ત અનુષ્ઠાન કરે છે, પણ સમ્યગ્ દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષ માર્ગના અનુષ્ઠાનને ન આદરીને સંસારમાં વસે છે. – હવે વિશેષથી ત્યાગવાનું બતાવે છે - તથા જે કોઈ મૂઢ સચિત્ત પાણીથી સિદ્ધિનું પ્રતિપાદન કરે છે, મધ્યાહ્ને - સાંજે કે સવારે એમ ત્રિકાળ સંધ્યામાં પણ પાણીનો સ્પર્શ કરી સ્નાનાદિક ક્રિયા જળ વડે કરતા પ્રાણીઓની વિશિષ્ટ ગતિ-પ્રાપ્તિ માને છે, તે પણ અસમ્યક્ છે. કેમકે જો જળના સ્પર્શ માત્રથી સિદ્ધિ થતી હોય તો જળને આશ્રીને રહેતા માછીમાર આદિ ક્રુકર્મ કરનારા, નિર્દય-નિસ્તુકંપ ઘણાં પ્રાણીઓ મોક્ષમાં જાય છે. વળી તેઓ કહે છે કે - બાહ્ય મલ દૂર કરવાના સામર્થ્ય જલમાં સાક્ષાત્ દેખાય છે તે પણ વિચારવાથી યુક્ત દેખાતું નથી. કેમકે જેમ પાણી અનિષ્ટ મલને દૂર કરે છે તેમ ઇચ્છિત અંગે લગાવેલ કુંકુમ આદિ પણ દૂર કરે છે, તેથી તો [પાપને જેમ દૂર કરે તેમ પુણ્યને પણ દૂર કરશે, જે ઇષ્ટ ફળને વિઘ્ન કરનારું સિદ્ધ થશે. વળી સાધુને - બ્રહ્મચારીને પાણીથી સ્નાન કરવું તે દોષને માટે જ થાય છે - કહ્યું છે કે - સ્નાન, મદ અને કામદેવને ઉત્તેજક છે, તે કામવિકારનું પહેલું અંગ છે, માટે કામનો ત્યાગ કરીને, ઇન્દ્રિય મનમાં રત પુરુષો સ્નાન કરતા નથી. પાણીથી શરીર ભીનું કરવાથી સ્નાત નથી કહેવાતો, પણ ખરો સ્નાત તો તે જ છે, કે જેણે વ્રત લઈને તે પ્રમાળે પાળ્યા છે અને તે જ બાહ્ય તથા અંદરની શુચિ છે.

Loading...

Page Navigation
1 ... 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112