Book Title: Agam Satik Part 03 Suygadanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 78
________________ ૧/૪/૨/૨૯૦ થી ૨૯૩ ત્યાગી દો. આ રીતે કોઈ પુત્રપોષક ઉંટની જેમ ભારવાહી બની જાય છે. • વિવેચન-૨૯૦ થી ૨૯૩ ૧૪૧ – દેવતાની પૂજા માટે તાંબાનું વાસણ મથુરામાં ચંદાલક નામે પ્રસિદ્ધ છે. ર - જળના આધારરૂપ કે મદિરાનું વારાણ, તે લાવ. હે આયુષ્યમાન્ ! મારે માટે શૌચાલય બનાવ. જેના વડે તીર ફેંકાય તેવું ધનુષુ મારા પુત્ર માટે લાવ. ત્રણ વર્ષનો બળદ લાવો. જેથી શ્રમણપુત્ર-તમારા પુત્ર માટે ગાડીએ જોડી શકાય. – ઘટિા-માટીની ફૂલડી તથા ડિડિમ-નગારુ આદિ વાજિંત્રવિશેષ તથા કપડાનો દડો મારા નાના રાજકુમારરૂપ પુત્રને રમવા માટે લાવો. હવે ચોમાસુ આવી રહ્યું છે, માટે વર્ષાકાળમાં રહી શકાય તેવું ઘર બનાવ તથા તે કાળને યોગ્ય ચોખા લાવો કે પકાવો, જેથી સુખેથી આવતા ચોમાસામાં સુખેથી રહી શકીએ. કહ્યું છે કે - આઠ માસમાં અને યુવાની કે પૂર્વકાળમાં મનુષ્ય એવું કર્તવ્ય કરવું જોઈએ જેથી અંતે સુખેથી રહી શકાય. - - બેસવા માટે યોગ્ય માંચી,તેને નવી સૂત્ર-પાટીથી ભરાવી લાવ ઉપલક્ષણથી વ્યાઘ્રચર્મથી મઢાવી લાવ અને પગના મોજા કે લાકડાની ચાખડી ચાલવાને માટે લાવ કેમકે ખુલ્લા પગે હું જમીન ઉપર ચાલવા માટે સમર્થ નથી. અથવા ગર્ભમાં રહેલ પુત્રના દોહદ-મનોરથ તે પુત્રદૌહદ, અન્તવર્તી ફલાદિ અભિલાષ વિશેષ. તેને પૂર્ણ કરવા પુરુષો સ્ત્રીઓના કહેવાથી ખરીદેલા નોકર માફક આજ્ઞા કરવા યોગ્ય થઈ જાય છે. જેમ નોકરો પાસે લાજ રાખ્યા વિના બધાં કાર્ય કરાવે છે. તેમ તે પુરુષો સ્નેહપાશથી બંધાયેલ, વિષયના અર્થીઓને સંસારમાં અવતરવા વીચી જેવી સ્ત્રી વડે આદેશ કરાય છે. [નોકરની જેમ કામ કરાવે છે.] – પુત્રનો જન્મ એ ગૃહસ્થીનું ફળ છે એટલે પુરુષોનું ફળ કામભોગ છે અને તેનું ફળ-પ્રધાન કાર્ય પુત્રજન્મ છે. તે કહ્યું છે - આ તેના સ્નેહનું સર્વસ્વ ગરીબ અને ધનિકને સમાન છે, ચંદન અને ઔશીર વિના જ હૃદયનું અનુલેપન છે. જેથી તેને ‘શપનિકા' એમ કહ્યું છે. એ બાળક અવ્યક્ત વાણી બોલે છે. [તેનાથી આકર્ષાઈ સાંખ્ય કે યોગ મતાનુયાયી કહે છે] સાંખ્ય અને યોગ-મત છોડીને (તેનો પિતા થાઉં] તે મને ખૂબ પ્રિય લાગે છે. વળી કહે છે - આ લોકમાં પુત્ર સુખ પહેલું છે, બીજું સુખ પોતાનું છે ઇત્યાદિ. આ પ્રમાણે પુત્ર પુરુષોને અભ્યુદયનું કારણ છે. તેના જન્મથી, તેને આશ્રીને જે વિડંબણા પુરુષોને થાય છે તે બતાવે છે— આ બાળકને તમે સાચવો, મારે ઘણું કામ હોવાથી ક્ષણ માત્ર પણ તેને સાચવવાની કુરસદ નથી. સ્ત્રી ક્રોધીત થઈ કહે છે - હવે તેનો ત્યાગ કરી દો, હું એના સમાચાર પણ નહીં પૂછું. મેં તેને નવ માસ પેટમાં ઉપાડ્યો. તમે થોડી વાર તેને ખોળામાં બેસાડવા પણ રાજી નથી. અહીં નોકના દૃષ્ટાંતે પુરુષોની તુલના કરે છે. નોકર તો ભયનો માર્યો કાર્ય કરે છે, જ્યારે પુરુષ તો સ્ત્રીને વશ થઈ અનુગ્રહ માનતો ખુશ થઈને તેણીની આજ્ઞા પાળે છે. તે કહે છે– સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ પુરુષ માને છે કે મને જે રૂચે છે, તે કાર્ય મારી સ્ત્રી મને બતાવે છે, પણ તે જાણતો નથી કે સ્ત્રી તેણીને પ્રિય હોય તે કરાવે છે. સ્ત્રીઓ પ્રાર્થના કરે તો પુરુષ પ્રાણો તજી દે, માતાને કાઢી મૂકે, સ્ત્રીએ માંગેલું પુરુષ શું ન આપે? શું ન કરે ? મળ સાફ કરવા પાણી આપે, પગ પણ ધોઈ આપે, તેણીનો બળખો પણ ઝીલી લે, સ્ત્રીને વશ થઈ પુરુષ બધું જ કરે. આ પ્રમાણે પુત્ર નિમિતે કે બીજા કોઈ નિમિત્તને આશ્રીને દાસની માફક સ્ત્રી તેને આજ્ઞા કરે છે અને તે પણ પુત્રના પોષવાના સ્વભાવવાળા તે સ્ત્રીની સર્વ આજ્ઞા કરે છે અને તે પણ પુત્રના પોષવાના સ્વભાવવાળા તે સ્ત્રીની સર્વ આજ્ઞા પાળનારા કેટલાંક મોહોદયમાં વર્તતા સ્ત્રીના નિર્દેશવર્તી બની આલોક પરલોકના અપાયો વિસરી ઉંટની જેમ ભાર વહેનારા બને છે. ૧૪૨ • સૂત્ર-૨૯૪,૨૯૫ : [ત્રી વશ પુરુષ] રાત્રે ઉઠીને પણ પુત્રને ધાવમાતા માફક ખોળામાં સુવાડે છે, લજ્જાશીલ બનવા છતાં પણ ધોબીની માફક કપડાં વે છે. આ પ્રમાણે પૂર્વે ઘણાં [સ્ત્રી-વશ] પુરુષોએ આવું કર્યું છે, જે ભોગાત છે, તે દાસ-પશુ કે મૃગ જેવો થઈ જાય છે અથવા તેનાથી પણ અધમ છે. • વિવેચન-૨૯૪,૨૯૫ : રાત્રે પણ જાગે તો ધાવમાતા માફક રોતા બાળકને અનેક પ્રકારે ગાઈને કે બોલીને શાંત કરે છે. જેમકે - હે પુત્ર ! “તું નકપુર, હસ્ત કલ્પગિરિ, પાટણ, સીહપુર, શૌરીપુર નગરનો રાજા છે.” આવા અસંબદ્ધ ક્રીડા વચનો વડે સ્ત્રીના ચિતને અનુવર્તતા પુરુષો જે કરે છે, તેનાથી સર્વત્ર ઉપહાસ પામે છે. જેના અંતઃકરણમાં સારી રીતે લજ્જા છે, તેવા લજ્જાળુ પુરુષો, તે પણ લજ્જા છોડીને સ્ત્રીના વચનથી સર્વે હલકાં કાર્યો કરે છે, તે કાર્યોને સૂત્રમાં બતાવે છે - વસ્ત્ર ધોનાર ધોબી જેવા થાય છે. ઉપલક્ષણથી બીજું પણ પાણી ભરવાનું આદિ કાર્યો કરે છે. શું કોઈ પુરુષ આવા કાર્યો કરે છે ? જેથી તમે બતાવો છો ? – – હા, ઘણાં પુરુષો આવા કાર્યો કરે છે, તે બતાવે છે - પૂર્વોક્ત કાર્યો સ્ત્રીની આજ્ઞાથી કરે છે - પુત્રને પોષવો, વસ્ત્રો ધોવા આદિ કાર્યો સંસારના સંગીઓએ પૂર્વે કર્યા છે, હાલ કરે છે અને ભાવિમાં કરશે. જેઓ કામભોગ માટે આલોક પરલોકના અપાયો ભૂલીને ભોગ ભોગવવામાં રાચેલા છે તેઓ સાવધ અનુષ્ઠાનમાં રહેલા છે. તથા જેઓ રાગાંધ છે, સ્ત્રી દ્વારા વશ કરાયેલા છે, તેઓ દાસની માફક બીજાં પણ કાર્યો કરવામાં નિયોજાય છે. જેમ ફાંસામાં ફસેલો મૃગ પરવશ છે, તેમ આત્મવશ ન હોય તેવો પુરુષ ભોજનાદિ કાર્યો પણ કરી આપે છે. તથા નોકર માફક, ગુલામ માફક મળ સાફ કરવા આદિ કાર્યો પણ કરે છે. તથા કર્તવ્ય-અકર્તવ્યતા વિવેક રહિતતાથી, હિતઅહિત પ્રાપ્તિ-પરિહારના શૂન્યત્વથી પશુ જેવો [પુરુષ સ્ત્રી બનાવી દે છે.] જેમ પશુને આહા-ભય-મૈથુન-પરિગ્રહનું જ્ઞાન માત્ર છે, તેમ આ પણ સદનુષ્ઠાન રહિતતાથી પશુ

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112