Book Title: Agam Satik Part 03 Suygadanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 79
________________ ૧/૪/૨/૨૯૪,૨૯૫ જેવો જ છે. અથવા સ્ત્રીને વશ થયેલો દાસ-મૃગ-નોક-પશુથી પણ અધમપણે હોવાથી કંઈ નથી - અર્થાત્ સર્વ અધમપણાથી તે પુરુષ જેવું બીજું કોઈ નથી, જેની તેને ઉપમા આપી શકાય. અથવા ઉભયથી ભ્રષ્ટ હોવાથી તે કંઈ ગણતરીમાં નથી. ૧૪૩ તેથી જ કહે છે - સદ્ અનુષ્ઠાન રહિત હોવાથી તેને સાધુ ન કહેવાય. વળી પાન-સોપરી આદિ પભિોગના રહિતપણાથી તે ગૃહસ્થ પણ નથી. માત્ર મુંડેલ મસ્તકધારી છે, માટે [તે ઉભયથી ભ્રષ્ટ છે.] અથવા આલોક પરલોકના અનુષ્ઠાન મધ્યે તે કંઈ ગણતરીમાં નથી. હવે ઉપસંહાર કરતાં સ્ત્રી-સંગનો પરિહાર કહે છે– • સૂત્ર-૨૯૬,૨૯૭ 3′′ આ પ્રમાણે મીના વિષયમાં કહ્યું છે, માટે સાધુ સ્ત્રી સાથે પરિચય કે સહવાસ ન કરે. આ કામભોગો પાપોત્પાદક છે, તેમ તીર્થંકરે કહ્યું છે. સ્ત્રી સંસર્ગ ભયોત્પાદક છે, કલ્યાણકારી નથી, તેથી સાધુ આત્મનિરોધ કરી, સ્ત્રી અને પશુને સ્વયં હાથથી સ્પર્શ ન કરે. • વિવેચન-૨૯૬,૨૯૭ : પૂર્વોક્ત સ્ત્રીસંબંધી જે કંઈ કહેવાયુ, તે મુજબ - [સ્ત્રી કહે છે કે] વાળ - વાળી - [ચોટલાવાળી] એવી હું તમને ન ગમતી હોઉં તો માથુ મુંડાવી દઉં ઇત્યાદિ તથા સ્ત્રી સાથે પરિચય અને સ્ત્રી સાથે સંવાસ - એકત્ર નિવાસ. આત્મહિતમાં વર્તનારો, સર્વ અપાય ભીરુ સાધુ ન કરે. કારણ કે તે સ્ત્રીથી જેની ઉત્પત્તિ છે તે કામભોગો - સ્ત્રી સંપર્કોથી થતાં પાપ વજ્ર જેવા ભારે હોવાથી નસ્કમાં લઈ જાય છે. માટે કામભોગો અવધકર કે વજ્રકર છે. એવું તીર્થંકર, ગણકર આદિએ પ્રતિપાદિત કરેલ છે. હવે ઉપસંહાર કરવા કહે છે - આ પ્રમાણે ભયનો હેતુ હોવાથી સ્ત્રી વડે બોલાતા વચનો તથા સંસ્તવ અને સંવાસ પણ ભયકારી છે, તેથી સ્ત્રી સાથે સંપર્ક કલ્યાણકારી નથી. કેમકે તે અસત્ અનુષ્ઠાનનો હેતુ છે, એમ જાણીને તે ભિક્ષુ કામભોગના વિષાકને સમજીને પોતાને સ્ત્રી સંપર્કથી રોકીને સન્માર્ગમાં સ્થાપીને જે કરે તે બતાવે છે - નકવીથી પ્રાયઃ સ્ત્રીઓ સાથે કે પશુ સાથેનો સહવાસ છોડે. કેમકે - સ્ત્રી-પશુ-નપુંસક વર્જિત સ્થાનમાં રહેવું તેવું શાસ્ત્ર વચન છે. તથા પોતાના હાય વડે - ૪ - સ્ત્રી-પશુને ન એડે. કેમકે તે પણ ચાત્રિને મલિન કરે છે. • સૂત્ર-૨૯૮,૨૯૯ : વિશુદ્ધ લેશ્યાવાત્, મેધાવી જ્ઞાની સાધુ મન-વાન-કાયાથી પરક્રિયાનો ત્યાગ કરે અને સાધુ શીતાદિ સર્વ સ્પર્શ સહન કરે. “રાગ અને મોહને દૂર કરનાર તે સાધુ છે” એવું વીર ભગવંતે કહ્યું છે. તેથી અધ્યાત્મ વિશુદ્ધ, સુવિમુક્ત સાધુ મોક્ષ અનુષ્ઠાનમાં પ્રવૃત્ત રહે. તેમ હું કહું છું. - - ૧૪૪ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ વિવેચન-૨૯૮,૨૯૯ ! – વિશેષથી શુદ્ધ એવા સ્ત્રી સંપર્કના પરિહારરૂપ નિષ્કલંક લેશ્માવાળા અર્થાત્ અંતઃકરણ વૃત્તિવાળા તથા આવા તે મર્યાદાવર્તી મેધાવી સાધુ; પયિા - સ્ત્રી આદિ પર પદાર્થો માટેની ક્રિયા અર્થાત્ વિષયભોગ દ્વારા પરોપકારકરણ અથવા બીજા દ્વારા પોતાના પગ દબાવવા આદિ ક્રિયા તે પર ક્રિયા છે. તેને જ્ઞાની પરિહરે. કહ્યું છે કે - વિષય ભોગની ઉપાધિ વડે ન બીજાનું કાર્ય કરવું કે પગ ધોવડાવવા આદિ પોતાનું કાર્ય સ્ત્રી પાસે ન કરાવવું. આ પરક્રિયા વર્જન મન-વચન-કાયાથી કરે. તેથી કહે છે— ઔદારિક કામભોગ માટે મનથી પણ ન જાય, બીજાને ન મોકલે કે બીજા જનારની અનુમોદના ન કરે. તે પ્રમાણે વચન અને કાયાથી ત્યાગ કરે. આ પ્રમાણે ત્રણ કરણ અને ત્રણ યોગથી ઔદાકિ શરીરના નવ ભેદો થયા. આ પ્રમાણે દેવતા સંબંધી નવ ભેદ ગણતાં અઢાર ભેદથી બ્રહ્મચર્ય પાળે. જેમ સ્ત્રી પરીષહ સહન કરે તેમ શીત, ઉષ્ણ, દંશ, મશક, તૃણ આદિ સર્વે સ્પર્શ - પરીષહોને સહન કરે. આવા સર્વ સ્પર્શસહે તે સાધુ છે. ઉક્ત વાત કોણે કરી? તે કહે છે - પૂર્વે કહ્યું તે બધુ ભગવંત મહાવીરે કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી એક માત્ર પરહિતમાં રક્ત બનીને કહ્યું. સ્ત્રી સંપર્ક આદિ સંબંધી કર્મજ દૂર કરનાર એવા ધૃતરત્ન તથા રાગ-દ્વેષરૂપ મોહ દૂર કરવાથી ભૂતમોદ એવા [વીર ભગવંતે કહ્યું છે.] પાઠાંતરથી - જેમાં રાગમાર્ગ-રાગપન્થ દૂર કરાયેલ છે તે સ્ત્રી સંસ્તવાદિ પરિહાર, તે બધું ભગવંત મહાવીરે કહ્યું છે. તેથી તે સાધુ સુવિશુદ્ધ અંતઃકરણથી રાગદ્વેષાત્મક સ્ત્રીસંપર્કથી મુક્ત થઈને સર્વ કર્મક્ષય થતાં સુધી સર્વ પ્રકારે સંયમ અનુષ્ઠાનમાં વર્તે - સંયમમાં ઉધમવાળો બને. અધ્યયન-૪ ‘સ્ત્રીપરિજ્ઞા' ઉદ્દેશાનો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ કૃતિ - શબ્દ અધ્યયનની પરિસમાપ્તિ બતાવે છે. બાકી પૂર્વવત્. અધ્યયન-૪ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ - * - * - * - * - * - X -

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112