Book Title: Agam Satik Part 03 Suygadanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 82
________________ ૧/૫/ભૂમિકા છે, ઘણું દુઃખ આપે છે. અપ્રિધાન પત્રધનુ નામના પરમાધામી બીભત્સ અસિપત્રવન કરીને ત્યાં છાયા માટે આવેલા બીચારા નારકોને તલવાર આદિથી કાપે છે. તથા કાન, નાક, ઓઠ, હાથ, પગ, દાંત, છાતી, કમર, ઉરુ, બાહૂને છેદન, ભેદન, શાતન આદિ કરવા પોતે વિર્યેલ પવન વડે ઝાડ હલાવી, તલવાર જેવા પાંદડા આદિ કરે છે. તે કહે છે - પગ, હાથ, ખભા, કાન, ઓઠ, નાકને છેદે છે. તાળવુ, મસ્તક, પું-લિંગ, આંખ, હૃદય અને પેટને ભેદી નાંખે છે. ૧૪૯ કુંભી નામક પરમાધામી નાક જીવોને પીડે છે - પકાવે છે. ઉંટની કે કડિલ્લક આકારની કુંભીમાં - લોઢાના વાસણમાં - ૪ - ૪ - પકાવે છે. વાલુક નામક પરમાધામી અનાથ નાસ્કીને તપેલીમાં - રેતીના ભરેલા વારાણમાં ચણાની જેમ તડતડ ભુંજે છે. કદંબના ફૂલના આકાર જેવી રેતીમાં ઉપરના ભાગમાં નાકી જીવોને પાડીને ખુલ્લા આકાશ નીચે શેકે છે. વૈતરણી નામક પરમાધામી વૈતરણી નદી વિકુર્વે છે. તે પરુ, લોહી, વાળ, હાડકાં વહેનારી મહાભયંકર કલકલ કરતા અવાજ વાળી છે. તેમાં ખારું ગરમ પાણી અતિ બીભત્સ દેખાવવાળું છે તેમાં નાસ્કોને વહાવે છે. ખરસ્વર નામક પરમાધામી નારકોને આ રીતે પીડે છે - જેમકે કરવતથી વેરાતા પાટીયા માફક તેને વેરે છે - ચીરે છે, પરશુ વડે તેના શરીરના કકડા કરે છે, છોલી-છોલીને પાતળા કરે છે. વજ્ર જેવી ભયંકર શૂળોવાળા શાલ્મલી વૃક્ષ ઉપર ખર સ્વરે રોતા નારકીને ચડાવીને પાછા નીચે ખેંચે છે. મહાઘોષ નામક પરમાધામી જે અધમ અસુર ભવનપતિ છે તે શિકારી માફક પરપીડા ઉત્પાદનથી અતુલ હર્ષ પામનારા, ક્રીડા ખાતર વિવિધ ઉપાયો વડે નારકોને પીડનારા છે. તેઓ ડથી ભાગતા મૃગની માફક નારકોને ચારે તરફ પીડા ઉત્પાદન સ્થાને બાંધે છે. બકરા આદિનો હોમ કરતા કસાઈ માફક તે નારકોને બાંધીને મારે છે. ત્યારે હર્ષ પામે છે – નામ નિક્ષેપ પૂર્ણ - - Ð અધ્યયન-૫ ‘નરયવિભત્તિ' - ઉદ્દેશો-૧ • હવે સૂત્રાનુગમમાં અસ્ખલિતાદિ ગુણવાળું સૂત્ર કહેવું જોઈએ– • સૂત્ર-૩૦૦,૩૦૧ - મેં કેવલી મહર્ષિને પૂછ્યું કે નરકમાં કેવી પીડા ભોગવવી પડે છે? હે મુનીશ ! આપ જ્ઞાન દ્વારા જાણો છો માટે અજ્ઞાની એવા મને બતાવો કે અજ્ઞાની જીવો નરકમાં કેવી રીતે ઉત્પન્ન થાય છે ?... મેં આવું પૂછ્યું ત્યારે મહાનુભાવ, કાશ્યપ, આશુપજ્ઞ ભગવંતે એમ કહ્યું કે - તે ઘણું વિષમ છે, છાસ્થ માટે તેનો અર્થ દુર્ગમ છે. ત્યાં પાપી અને દીન જીવો રહે છે તે હવે હું કહીશ— • વિવેચન-૩૦૦,૩૦૧ - જંબુસ્વામીએ સુધમસ્વિામીને પૂછ્યું કે હે ભગવન્ ! નાસ્કો કેવા છે ? કેવા કર્મોથી જીવો ત્યાં ઉત્પન્ન થાય છે ? ત્યાં કેવી વેદનાઓ છે ? આવું પૂછતાં સુધર્માસ્વામીએ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ કહ્યું - તમે જે મને આ પૂછ્યું તે - અતીત, અનાગત, વર્તમાન સૂક્ષ્મ - પદાર્થોને કહેનારા કેવલી, ઉગ્ર તપ અને ચાસ્ત્રિકારી, અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગ સહિષ્ણુ શ્રીમત્ મહાવીર વર્ધમાનસ્વામીને પૂર્વે પૂછેલું કે નકાવાસો કેવી વેદનાથી યુક્ત હોય છે તે હું જાણતો નથી, હે મુને ! આપ કેવલજ્ઞાન વડે આ બધું જાણો છે, તે મને કહો તથા બતાવો કે અજ્ઞાની જીવો, હિતા-હિતના વિવેકથી રહિત, કેવા કેવા કર્મો બાંધીને નરકે ઉત્પન્ન થાય છે ? ત્યાં કેવી વેદના ભોગવે છે? આ પ્રમાણે મેં વિનસથી પૂછતા ૩૪ અતિશયોના મહા અનુભાવરૂપ માહાત્મ્ય યુક્ત ભગવંતે પ્રશ્નોના ઉત્તર કેવલજ્ઞાન વડે જાણીને કહેલા. – કોણે ? આશુપ્રજ્ઞ વીર વર્ધમાનસ્વામીએ સર્વત્ર સદા ઉપયોગથી આપ્યા. મેં પૂછતા ભગવંતે કહ્યું કે - તેં જે પૂછયું તેને હું જણાવીશ, તું ઉપયોગ રાખીને સાંભળ. અસદ્ અનુષ્ઠાનથી પ્રાપ્ત નક દુઃખનો હેતુ છે. અથવા નરકાવાસ દુઃખ આપે છે. માટે દુઃખ જ છે, અથવા અસાતા વેદનીયના ઉદયથી તીવ્રપીડાત્મક દુઃખ છે. આ પરમાર્થથી વિચારતા તે અસર્વજ્ઞ માટે ગહન-વિષમ-દુર્વિજ્ઞેય છે. કેમકે તેના પ્રતિપાદક પ્રમાણનો અભાવ છે. અથવા તે દુઃખ તે જ પદાર્થ છે કે જેમાં દુઃખની નિમિત્ત કે દુઃખનું પ્રયોજન છે. તે દુઃખાર્થ પોતે નસ્કસ્થાન છે તે દુરુત્તર હોવાથી વિષમ છે તે હું કહું છું– તે સર્વ પ્રકારે દીન હોવાથી આદીનિક છે. ત્યાં અત્યંત દીન જીવો રહે છે. ત્યાં પૂર્વે કરેલ દુષ્કૃત, પાપ કે અસત્ અનુષ્ઠાનના ફળરૂપ અશાતા વેદનીયનો ઉદય હોય છે. તેથી તે દુષ્કૃતિક છે. જે હું આગળ કહીશ. અર્થાત્ નાક જીવોના પૂર્વ જન્મમાં જે નસ્કગતિયોગ્ય કૃત્ય છે તે કહીશ. • સૂત્ર૦૩૦૨ થી ૩૦૪ : આ સંસારમાં કેટલાક અજ્ઞાની, અસંયમી જીવનના અર્થી, રૌદ્ર પાપકર્મ કરે છે. તેઓ ઘોર, સઘન અંધકારમય, તીત સંતપ્ત નરકમાં જાય છે... તેઓ પોતાના સુખને માટે ત્રા અને સ્થાવર જીવોની ક્રૂરતાથી હિંસા કરે છે, ભેદન કરે છે, અદત્ત લે છે અને સેવનીય સંયમનું સેવન કરતા નથી...તે ઘણાં જીવોની હિંસા કરે છે, ધૃષ્ટતાપૂર્વક વચન બોલે છે, તે અજ્ઞાની મરીને નીચે અંધકારમય નરકમાં જાય છે, ત્યાં ઉંધે માથે મહાકષ્ટ ભોગવે છે. • વિવેચન-૩૦૨ થી ૩૦૪ ઃ ૧૫૦ – જે કોઈ મહારંભ, પરિગ્રહ, પંચેન્દ્રિયવધ, માંસભક્ષણાદિ સાવધ અનુષ્ઠાનમાં પ્રવૃત્ત છે, રાગદ્વેષથી ભરેલા તિર્યંચ કે મનુષ્ય છે, આ સંસારમાં અસંયમ જીવિતના અર્થી છે, પાપના ઉપાદાનરૂપ અનુષ્ઠાન-પ્રાણીઓને ભય ઉપજાવીને ભયંકર એવા હિંસા, જૂઠ આદિ કર્મો કરે છે. આવા તે જીવોને તીવ્ર પાપોદયવર્તીને અત્યંત ભયાનક, ઘણાં ગાઢ અંધકારમાં જ્યાં આંખ વડે પોતાને પણ જોઈ ન શકે, માત્ર અવધિ [વિભંગ] જ્ઞાનથી ઘુવડો જેમ જરા-જરા દિવસને જુએ, તેમ તે નાકીના જીવો જુએ છે. આગમમાં કહ્યું છે - હે ભગવન્ ! કૃષ્ણલેશ્યાવાળો નાસ્કી જીવ અવધિજ્ઞાનના

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112