Book Title: Agam Satik Part 03 Suygadanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 91
________________ ૧/૬/૧/૩૫૨,૩૫૩ ૧૬૭ પાર ઉતારવામાં સમર્થ એવો આ ધર્મ કોણે કહ્યો છે. એવું મને નિર્ગન્યાદિ શ્રમણો, બ્રહ્મચર્યાદિ અનુષ્ઠાન રસ્ત બ્રાહ્મણો, ક્ષત્રિયાદિ ગૃહસ્થો અને શાક્યાદિ પરતીર્થિકોએ પૂછ્યું છે – તે કોણ છે ? જેણે દુર્ગતિમાં પડતા જીવોને ધારનારો એકાંતહિતકારી અનુપમ ધર્મ બતાવ્યો છે તથા શ્રેષ્ઠ સમીક્ષા - યાવસ્થિત તત્વ પરીક્ષા વડે અથવા સાધુસમીક્ષા વડે સમભાવથી કહ્યો છે. – તથા તે જ જ્ઞાનાદિ ગુણો જાણવા માટે પ્રશ્ન પૂછ્યો - કેવી રીતે ભગવંતે જ્ઞાન પ્રાપ્ત કર્યું? અથવા તે ભગવંતનું જ્ઞાન કેવા વિશેષ બોધવાળું છે? તેમનું સામાન્ય અર્થપરિચ્છેદક દર્શન કેવું છે ? યમ-નિયમરૂપ શીલ કેવું છે ? જ્ઞાત ક્ષત્રિયના પુત્ર ભગવાન્ વર્ધમાનસ્વામી હતા. તેમનું ચસ્ત્રિ મેં પૂછ્યું છે, તે હે સુધર્માસ્વામી ! તમે જેવું જાણતા હો તે બધું જેમ સાંભળેલ હોય અને સાંભળીને અવધાર્યું હોય, જોયું હોય તે સર્વે કહો. આ પ્રમાણે પૂછવાથી સુધર્માસ્વામી ભગવંત મહાવીરના ગુણો કહે છે - સૂત્ર-૩૫૪,૩૫૫ ઃ તેઓ ખેદજ્ઞ, કુશળ, આશુપજ્ઞ, મહર્ષિ, અનંતજ્ઞાની, અનંતદર્શી હતા. એવા યશસ્વી, ચક્ષુપથમાં સ્થિત ભગવંતના ધર્મ અને ધૈર્યને જાણો. ઉર્ધ્વ, અધો, તિર્કી દિશામાં જે ત્રસ અને સ્થાવર પ્રાણી છે, તેને નિત્ય, અનિત્ય દૃષ્ટિથી સમીક્ષા કરી પદ્મએ દ્વીપ તુલ્ય ધર્મ કહ્યો. • વિવેચન-૩૫૪,૩૫૫ : તે ભગવંત ચોત્રીશ અતિશયયુક્ત, ખેદજ્ઞ-સંસારમાં રહેલા જીવોના કર્મવિષાક જન્ય દુઃખને જાણે છે કેમકે દુઃખ મુક્તિનો સમર્થ ઉપદેશ આપે છે અથવા ક્ષેત્રજ્ઞયથાવસ્થિત આત્મસ્વરૂપ પરિજ્ઞાનથી આત્મજ્ઞ છે અથવા ક્ષેત્ર એટલે આકાશનેલોકાલોકના સ્વરૂપને જાણે છે. તથા ભાવકુશ તે આઠ પ્રકારના કર્મોને છેદે છે. માટે કુશળ છે. અર્થાત્ પ્રાણીના કર્મોને છેદવામાં નિપૂણ છે. આશુપ્રજ્ઞ - સર્વત્ર સદ્ ઉપયોગથી શીઘ્ર પ્રજ્ઞાવાળા છે. તેમને છાસ્થની જેમ વિચારીને ઉત્તર આપવાનો નથી. પાઠાંતરમાં મહર્ષિ પાઠ છે. અત્યંત ઉગ્ર તપ-ચાસ્ત્રિને આદરે છે અને અતુલ ઉપસર્ગ-પરીષહોને સહે છે તેથી મહાત્ એવા ઋષિ છે. તથા અવિનાશી અનંત પદાર્થના પરિચ્છેદક છે અથવા જ્ઞાનના વિશેષથી ગ્રાહક છે. માટે અનંતજ્ઞાની છે અને સામાન્ય અર્થ પરિચ્છેદકત્વ ચકી અનંતદર્શી છે. આવા ભગવંતનો યશ મનુષ્ય-સુ-અસુરથી વિશેષ હોવાથી યશસ્વી છે. લોકોના લોચનમાર્ગમાં ભવસ્થ કેવલીપણે સ્થિત છે અથવા લોકોના સૂક્ષ્મ, દૂર રહેલા ન દેખાતા પદાર્થો કહે છે સંસારને ઉદ્ધરવાના સ્વભાવવાળા કે શ્રુતચાસ્ત્રિ નામક ધર્મ કહ`છે. તેમને ઉપસર્ગ થયા છતાં નિશ્ચલ, ચાસ્ત્રિથી ચલિત ન થનારા, અથવા તેમણે બતાવેલી સંયમમાં રતિ જાણ સમ્યગ્ કુશાગ્ર બુદ્ધિથી વિચાર અથવા શ્રમણાદિ વડે સુધર્માસ્વામીને પૂછાયું - તમે તે ભગવંતના યશસ્વી ચક્ષુપથમાં રહેલા છો, તેમના ૧૬૮ ધર્મ-ધૈર્યને · - X - કહો. સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ હવે સુધર્માસ્વામી ભગવંતના ગુણોને કહે છે - ઉર્ધ્વ, અધો, તિછું એમ સર્વત્ર ચૌદ રાજ પ્રમાણ લોકમાં જે કોઈ ત્રાસ પામે તે ત્રસ - તેઉ - વાયુ, વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય એમ ત્રણ ભેદે છે તથા જે સ્થાવરો - પૃથ્વી, અપ, વનસ્પતિ એ ત્રણ ભેદે છે. તથા જેમને ઉશ્ર્વાસ આદિ પ્રાણો છે તે પ્રાણી છે. એમ કહી શાક્યાદિ મતનું ખંડન કરીને પૃથ્વી આદિ એકેન્દ્રિયોનું જીવત્વ કહ્યું. તે ભગવંત તે પ્રાણીને કેવલજ્ઞાની હોવાથી પ્રકર્ષથી જાણે છે માટે તે પ્રાજ્ઞ છે. દ્રવ્યથી નિત્ય અને પર્યાયી અનિત્ય છે એવું કેવળજ્ઞાનથી જાણીને પ્રજ્ઞાપના યોગ્ય પદાર્થને કહે છે. તે પ્રાણીઓની પાસે પદાર્થો પ્રકાશવાથી ‘દીપ’ સમાન છે અથવા સંસાર સમુદ્રમાં ૫ડતાને સદુપદેશ આપીને આશ્વાસ હેતુ હોવાથી દ્વીપ સમાન છે એવા ભગવંત સંસાર પાર ઉતારવા સમર્થ છે તે શ્રુત-ચાત્રિ ધર્મને કહે છે સદનુષ્ઠાનથી અથવા રાગદ્વેષ રહિતતાથી સમભાવે કહે છે માટે સમિત છે. કહ્યું છે કે જેમ પુણ્યવાનને ઉપદેશ આપે છે, તેમ રંકને પણ આપે છે અથવા સમ ધર્મને પ્રાબલ્સથી કહ્યો છે - પ્રાણીઓના અનુગ્રહથી ધર્મ કહ્યો છે, પૂજા સત્કાર અર્થે કહ્યો નથી. • સૂત્ર-૩૫૬,૩૫૭ 1 તેઓ સર્વદર્શી, પતિહતજ્ઞાની, નિરામગંધ, ધૈર્યવાન્, સ્થિતાત્મા, સર્વ જગતમાં અનુત્તર, વિદ્વાન, ગ્રંથિરહિત, નિર્ભય અને અનાયુ હતા. તેઓ ભૂતિજ્ઞ, અનિકેતચારી, સંસાર પારગામી, ઘી, અનંતજી, તપ્ત સૂર્ય સમાન અનુપમ, પ્રદીપ્ત અગ્નિ સમાન અંધકારમાં પ્રકાશ કરનાર હતા. • વિવેચન-૩૫૬,૩૫૭ : તે ભગવંત આ ચરાચર જગમાં સર્વ પદાર્થને સામાન્યથી જોનારા છે માટે સર્વદર્શી છે. તથા મતિ આદિ ચાર જ્ઞાનોને છોડીને કેવલજ્ઞાનથી યુક્ત જ્ઞાની છે, આ વિશેષણ થકી બીજા તીર્થાધિપોથી અધિકપણું સૂચવ્યું છે. વળી “જ્ઞાન-ક્રિયાથી મોક્ષ છે” તેથી તે ભગવંતનું જ્ઞાન દર્શાવી ક્રિયા બતાવે છે. ‘નિરામગંધ’ - અવિશોધિ કોટિ અને વિશોધિકોટિરૂપ દોષ જેના દૂર થયા છે, મૂળ-ઉત્તરગુણ ભેદયુક્ત ચારિત્ર ક્રિયાને ભગવંતે કરી તથા અસહ્ય પરીષહ, ઉપસર્ગો આવ્યા તો પણ નિશ્વલપણે ચાસ્ત્રિમાં ધૈર્ય રાખ્યું માટે ધૃતિમાન છે. સર્વ કર્મો દૂર થવાથી આત્મસ્વરૂપમાં આત્મા સ્થિર હોવાથી સ્થિાત્મા છે. આ જ્ઞાન-ક્રિયા ફળદ્વારનું વિશેષ છે તથા જેનાથી સર્વ જગમાં શ્રેષ્ઠ બીજું કોઈ નથી માટે અનુત્તર છે હાથમાં રહેલા આમળા માફક સર્વ પદાર્થને જાણે માટે વિદ્વાન્ છે. સચિત્ત આદિ બાહ્ય ગ્રંથ અને કર્મરૂપ અત્યંતર ગ્રંથને અતિક્રમવાથી ગ્રંથાતિત-નિર્ગન્ય છે. સાત પ્રકારના ભયથી રહિત હોવાથી નિર્ભયસમસ્ત ભયરહિત છે. ચતુર્વિધ આયુ દૂર થવાથી અનાયુ છે. કેમકે કર્મબીજ બળી જવાથી ફરી જન્મનો અભાવ છે. ‘સ્મૃતિ' શબ્દ વૃદ્ધિ, મંગલ અને રક્ષા અર્થમાં વર્તે છે. તેમાં ભૂતિપ્રજ્ઞ અહીં પ્રવૃદ્ધ પ્રજ્ઞ-અનંતજ્ઞાનવાત્ અર્થમાં છે; વળી જગની રક્ષા કરવાની પ્રજ્ઞાવાળા છે

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112